Luxurious gift for Radhika Merchant: નીતા અને મુકેશ અંબાણીએ રાધિકા મર્ચેન્ટને કઈ ગિફ્ટ્સ આપી..?

0
218
Luxurious gift for Radhika Merchant: જાણો નીતા અંબાણી અને મુકેશ અંબાણીએ તેમની ભાવિ પુત્રવધૂ રાધિકા મર્ચન્ટને કેટલી અને કઈ મોંઘી ગિફ્ટ્સ આપી
Luxurious gift for Radhika Merchant: જાણો નીતા અંબાણી અને મુકેશ અંબાણીએ તેમની ભાવિ પુત્રવધૂ રાધિકા મર્ચન્ટને કેટલી અને કઈ મોંઘી ગિફ્ટ્સ આપી

Luxurious gift for Radhika Merchant: નીતા અંબાણી અને મુકેશ અંબાણી, એ ઘરની મોટી વહુ શ્લોકા મહેતાને વિશ્વના સૌથી મોંઘા નેકલેસમાંથી એક, રૂ. 451 કરોડનો મુઆવડ લ’ઇન્કોમ્પરેબલ (Mouawad L’Incomparable) ભેટ આપ્યો હતો, અંબાણી પરિવારે પુત્રવધૂને મોંઘી ગિફ્ટ્સ આપવાની પરંપરા ચાલુ રાખી છે. અંબાણીએ ભાવિ પુત્રવધૂ રાધિકા મર્ચન્ટને પણ આવી જ મોંઘી ગિફ્ટ્સ આપી છે.

ફોર્બ્સ અનુસાર $113.6 બિલિયન (અંદાજે રૂ. 9,43,091 કરોડ) ની નેટવર્થ સાથે વૈશ્વિક સ્તરે અગિયારમા સૌથી ધનાઢ્ય વ્યક્તિ મુકેશ અંબાણી વૈભવી લાઈફ સ્ટાઈલ માટે જાણીતા છે.

અંબાણી પરિવાર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પહેલાના તહેવારોની તૈયારી કરી રહ્યા છે, જે 1-3 માર્ચ, 2024 દરમિયાન જામનગરમાં રિલાયન્સ ગ્રીન્સમાં યોજાવાની છે, તમે અહી નીતા અંબાણી અને મુકેશ અંબાણીએ ભાવિ વહુને આપેલી ગિફ્ટ્સ જોઈ શકો છો.

Luxurious gift for Radhika Merchant:

ambani family

નીતા અંબાણીએ આપેલી ગિફ્ટ:

સિલ્વર લક્ષ્મી-ગણેશ ગિફ્ટ હેમ્પર (Silver Lakshmi-Ganesh Gift Hamper)

Luxurious gift for Radhika Merchant
Luxurious gift for Radhika Merchant

Luxurious gift: અનંત અંબાણીની મંગેતર, રાધિકા મર્ચન્ટને તેની સાસુ નીતા અંબાણી તરફથી સુંદર ચાંદીની લક્ષ્મી-ગણેશ ભેટ હેમ્પર મળી હતી. ભેટમાં બે ચાંદીના તુલસીના વાસણો, ચાંદીના અગરબત્તીનું સ્ટેન્ડ અને લક્ષ્મી-ગણેશની મૂર્તિઓનો સેટ સામેલ હતો. હેમ્પરને સફેદ ફૂલો અને અન્ય ડેકોરેટિવ વસ્તુઓથી શણગારવામાં આવ્યું હતું.

મુકેશ અંબાણીએ આપેલી ગિફ્ટ:

બેન્ટલી કોન્ટિનેંટલ જીટીસી સ્પીડ કાર (Bentley Continental GTC Speed car)

Luxurious gift: સગાઈના દિવસે, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટને મુકેશ અંબાણીએ આશરે રૂ. 4.5 કરોડની કિંમતની લક્ઝુરિયસ બેન્ટલી કોન્ટિનેંટલ જીટીસી સ્પીડ કાર ગિફ્ટમાં આપી હતી.

Bentley Continental GTC Speed

વિરાટ કોહલી, આમિર ખાન, અભિષેક બચ્ચન અને અન્ય જેવી કેટલીક પ્રખ્યાત હસ્તીઓ આ અત્યંત મોંઘી બ્રિટિશ નિર્મિત કાર ધરાવે છે. આ લક્ઝરી કારમાં ટ્વીન-ટર્બોચાર્જ્ડ 6.0-લિટર W12 એન્જિન છે અને તે માત્ર 3.6 સેકન્ડમાં 0-60 mph પ્રતિ કલાકની ઝડપથી રફતાર પકડવા સક્ષમ છે.

અંબાણીઓ દ્વારા આયોજિત ભવ્ય આરંગેત્રમ સમારોહ

નીતા અંબાણીની જેમ રાધિકા મર્ચન્ટ પણ પ્રશિક્ષિત ભરતનાટ્યમ ડાન્સર છે. 2022 માં, અંબાણી પરિવારે રાધિકા મર્ચન્ટ માટે ‘ધ ગ્રાન્ડ થિયેટર’, જિયો વર્લ્ડ સેન્ટર, મુંબઈ ખાતે એક અરેન્જટ્રામ સમારોહનું આયોજન કર્યું હતું.

રાધિકાએ તેની શાસ્ત્રીય નૃત્યની તાલીમ ગુરુ ભાવના ઠાકરના માર્ગદર્શન હેઠળ પૂર્ણ કર્યું છે. આ ફંક્શનમાં ઘણા જાણીતા નામો જેમ કે રણવીર સિંહ, સલમાન ખાન અને આમિર ખાન વગેરેએ હાજરી આપી હતી.

નીતા અંબાણીએ આપેલી ગિફ્ટ:

રિયલ મોતી અને હીરા જડિત ચોકર સેટ

A pearl and diamond choker owned by Nita Ambani

Luxurious gift: મુકેશ અંબાણીની ભત્રીજી ઈશિતા સાલગાવકરની કોકટેલ પાર્ટીમાં રાધિકા મર્ચન્ટ સુંદર મોતી અને ડાયમંડ ચોકર પહેરેલી જોવા મળી હતી. આ ચોકર રાધિકાની ભાવિ સાસુ નીતા અંબાણીનો છે, રાધિકા મર્ચન્ટે અબુ જાની અને સંદીપ ખોસલાએ ડિઝાઈન કરેલા પેસ્ટલ પિંક લહેંગા સાથે પોતાનો લુક પૂર્ણ કર્યો. ઉલ્લેખનીય છે કે નીતા અંબાણીએ સોનમ કપૂરના વેડિંગ રિસેપ્શનમાં આ જ નેકપીસ પહેર્યો હતો.

વધુ સમાચાર માટે – અહી કલિક કરો, YouTube શોર્ટ્સ માટે – અહી કિલક કરો અને હિંદી સમાચાર વાંચવા – અહી ક્લિક કરો