HomeEntertainmentSuhana Khan: શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાને અલીબાગમાં ખરીદી જમીન, કિંમત જાણીને...

Suhana Khan: શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાને અલીબાગમાં ખરીદી જમીન, કિંમત જાણીને ચોંકી જશો

Suhana Khan: શાહરૂખ ખાનની લાડકી દીકરી સુહાના ખાને તેના પિતાના પગલે ચાલીને માત્ર બોલિવૂડમાં પોતાની કારકિર્દીની શરૂઆત જ નથી કરી પરંતુ રોકાણની દુનિયામાં પણ પ્રવેશ કર્યો છે. સુહાના ખાને હાલમાં જ પ્રોપર્ટીમાં રોકાણ કર્યું છે. સુહાના ખાને અલીબાગમાં નવી પ્રોપર્ટી ખરીદી છે. મળતી માહિતી મુજબ આ ખેતીની જમીન છે.

Suhana Khan
Suhana Khan

Suhana Khan: રૂ.9.50 કરોડની જમીન ખરીદી

સુહાનાએ અલીબાગના રાયગઢ જિલ્લામાં અંદાજે 9.50 કરોડ રૂપિયામાં 78,361 સ્ક્વેર ફૂટ જમીન ખરીદી છે. સુહાનાએ 13 ફેબ્રુઆરીએ રૂ. 57 લાખની સ્ટેમ્પ ડ્યુટી અને રૂ. 30,000નો રજીસ્ટ્રેશન ચાર્જ ચૂકવ્યો છે.

તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે સુહાનાએ જમીનમાં પૈસા લગાવ્યા હોય. અગાઉ વર્ષ 2023માં પણ તેણે અલીબાગમાં 12.19 કરોડ રૂપિયામાં 1.5 એકર જમીન ખરીદી હતી. શાહરૂખ ખાનનો પણ અલીબાગમાં આલીશાન બંગલો છે. આ બંગલામાં એક હેલિપેડ પણ છે.

Suhana Khan
Suhana Khan

મોટી હસ્તીઓનો ખાસ લગાવ અલીબાગ સાથે

અલીબાગમાં જમીન ખરીદનારી સુહાના ખાન પહેલી સેલિબ્રિટી નથી. રણવીર-દીપિકાએ પણ આલિબાગમાં રોકાણ કર્યું છે. વેદાંત રિસોર્સિસના નવીન અગ્રવાલ, રેમન્ડના ગૌતમ સિંઘાનિયા, યુનિકેમ લેબ્સ લિમિટેડના પ્રકાશ મોદી, ઈન્ફોસિસના સલિલ પારેખ, કેકેઆરના સંજય નાયર, નાયકાના ફાલ્ગુની નાયર પણ આલિબાગમાં પ્રોપર્ટી ધરાવે છે.

વધુ સમાચાર માટે – અહી કલિક કરો, YouTube શોર્ટ્સ માટે – અહી કિલક કરો અને હિંદી સમાચાર વાંચવા – અહી ક્લિક કરો

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments