HomeDeshGold Becomes Cheaper: સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો: સોનું ₹5,000 અને ચાંદી ₹9,058...

Gold Becomes Cheaper: સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો: સોનું ₹5,000 અને ચાંદી ₹9,058 સુધી સસ્તી, ખરીદદારોને રાહત

Gold Becomes Cheaper: સોના-ચાંદીમાં રોકાણ કરનારાઓ અને ઘરેણાં ખરીદવાનું આયોજન કરી રહેલા લોકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. સપ્તાહના અંતિમ કારોબારી દિવસે બજાર ખુલતાની સાથે જ સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. MCX પર ડિસેમ્બર ડિલિવરીવાળું સોનું આશરે ₹5,000 ઘટીને ₹1,22,430 પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યું હતું. જ્યારે ચાંદીના ભાવમાં ₹9,058નો ઘટાડો નોંધાતા તે ₹1,48,424 પ્રતિ કિલોગ્રામ પર આવી ગઈ હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ બંને કિંમતી ધાતુઓમાં ભારે વેચવાલી જોવા મળી હતી.

Gold Becomes Cheaper: આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોના-ચાંદીમાં ઘટાડો

Gold Becomes Cheaper

કોમેક્સ બજારમાં સોનાના ભાવમાં 4.35 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો અને ભાવ 3,525 ડૉલર પ્રતિ ઔંસની આસપાસ ટ્રેડ થતા જોવા મળ્યા હતા. બીજી તરફ ચાંદીમાં 7.11 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો અને ભાવ 41.250 ડૉલર પ્રતિ ઔંસની આસપાસ પહોંચ્યા હતા. વૈશ્વિક બજારમાં થયેલા આ ઘટાડાની અસર ભારતીય બુલિયન માર્કેટ પર પણ જોવા મળી હતી.

Gold Becomes Cheaper: 24, 22 અને 18 કેરેટ સોનાના ભાવ

બજારમાં 24 કેરેટ સોનું આશરે ₹1,23,120 પ્રતિ 10 ગ્રામ, 22 કેરેટ સોનું ₹1,12,653 અને 18 કેરેટ સોનું ₹92,340ની આસપાસ ટ્રેડ કરતું જોવા મળ્યું હતું. જ્યારે ચાંદીનો ભાવ આશરે ₹1,48,730 પ્રતિ કિલોગ્રામ નોંધાયો હતો. જોકે શહેર, જ્વેલર્સ, GST અને મેકિંગ ચાર્જ પ્રમાણે ગ્રાહકોને મળતા અંતિમ ભાવમાં ફેરફાર થઈ શકે છે.

Gold Becomes Cheaper: સોના-ચાંદીના ભાવ ઘટવાનું કારણ શું?

ભાવમાં ઘટાડા પાછળ અમેરિકી ડૉલરની મજબૂતી અને અમેરિકાની વ્યાજદર નીતિને લઈને વધેલી ચિંતા મુખ્ય કારણ તરીકે સામે આવી રહી છે. અમેરિકામાં મોંઘવારી અંગેની ચિંતાને કારણે ફેડરલ રિઝર્વ વ્યાજદરોમાં વધારો કરી શકે તેવી અટકળો છે. ડૉલર મજબૂત બનતાં આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની ખરીદી અન્ય દેશોના રોકાણકારો માટે મોંઘી બને છે, જેના કારણે તેની માગ પર દબાણ આવી શકે છે.

Gold Becomes Cheaper

Gold Becomes Cheaper: રોકાણકારોમાં વધેલી ચિંતા

વ્યાજદરોમાં વધારો થવાની શક્યતા વચ્ચે રોકાણકારો સોના-ચાંદીમાંથી નાણાં અન્ય રોકાણ વિકલ્પો તરફ વાળી રહ્યા હોવાની ચર્ચા છે. આ ઉપરાંત શેરબજારમાં ઘટાડા વચ્ચે કેટલાક રોકાણકારો નુકસાનની ભરપાઈ કરવા માટે કિંમતી ધાતુઓનું વેચાણ કરી રહ્યા હોવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે ભાવમાં ઘટાડો થયો હોવા છતાં ખરીદી કરતાં પહેલાં બજારની સ્થિતિ, શુદ્ધતા અને સ્થાનિક જ્વેલર્સના ભાવ તપાસવા જરૂરી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: 2900થી વધુ જગ્યાઓ પર ભરતી જાહેર, 26 નવેમ્બરથી ઓનલાઈન ફોર્મ ભરાશે

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments