Ahmedabad News :  પીઆઈ સાથે પ્રેમ સબંધમાં ડોક્ટર યુવતીએ કરી આત્મહત્યા, સુસાઇડ નોટમાં લખ્યું મારી સાથે ઈમોશનલ ગેમ રમાઈ…   

0
453
Ahmedabad News
Ahmedabad News

Ahmedabad News : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પ્રાંગણમાં ગઈકાલે એક મહિલા ડોક્ટરે આપઘાત કર્યો હતો. મહિલા ક્રાઇમ બ્રાન્ચના આર્થિક ગુના નિવારણ શાખામાં અધિકારીને મળવા આવ્યા હતા તે દરમિયાન તેનું મોત થયું હતું. આથી ગાયકવાડ હવેલી પોલીસે મહિલા ડોક્ટરના મૃતદેહને પીએમમાં ખસેડી તપાસ હાથ ધરી હતી. તપાસમાં મૃતક પાસેથી સુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં EOWના PI બી.કે ખાચર અને મહિલા ડોક્ટર વચ્ચે પ્રેમસંબંધ હોવાનો ઘટસ્ફોટ થયો છે.

Ahmedabad News

Ahmedabad News  : અમદાવાદ ક્રાઈમબ્રાંચના ગેટ પાસે મહિલા તબીબની આત્મહત્યાને લઈ મોટો ખુલાસો થયો હતો. પોલીસે દાવો કર્યો હતો કે PI ખાચર સાથે પ્રેમસંબંધમાં આત્મહત્યા કરી છે. ડાયરીમાં PI બી.કે ખાચરના નામનો ઉલ્લેખ કરાયો છે. ડાયરીમાં વૈશાલીએ લખ્યું હતુ કે ‘મારી સાથે ઈમોશનલ ગેમ રમાઈ છે, જે પગલું ભરું છું, તેના જવાબદાર ખાચર છે.

Ahmedabad News

Ahmedabad News  : અમદાવાદ ક્રાઇમબ્રાંચના કેમ્પસમાં 32 વર્ષીય મહિલા ડૉક્ટરે પગમાં ઈન્જેક્શન મારીને આત્મહત્યા કરી લીધા ઘટના સામે આવી છે. આ મહિલા ડૉક્ટર ઈકોનોમીક્સ ઓફેન્સ વીંગ EOWમાં કોઇ રજૂઆત કરવા માટે આવી હતી. જો કે ડૉક્ટરને ધમકાવીને બહાર કાઢી મૂકતા હતાશ થઈને આ પગલું ભર્યું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. મહત્ત્વનું છે કે, મહિલા ડૉક્ટર પાસેથી 15 પાનાની સ્યૂસાઈડ નોટ મળી જે છે. જેમાં યુવતીએ એવું લખ્યું છે કે, તેના અંતિમ સંસ્કાર PI ખાચર કરે.

Ahmedabad News  : બંને વચ્ચે કોઈ બાબતને લઈને અણબનાવ બન્યો

Ahmedabad News


સુસાઈડ નોટ અંગે એસીપીએ જણાવ્યું કે, સુસાઈડ નોટમાં EOWના પીઆઈ બી.કે. ખાચરના નામનો ઉલ્લેખ છે. અમે બી.કે. ખાચરનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ બનાવ બાદ બી.કે. ખાચરનો કોઈ સંપર્ક થઈ શક્યો નથી. મૃતક અને પીઆઈ ખાચર છેલ્લા 4 વર્ષથી એકબીજાના પ્રેમ સબંધમાં હતા. બંને વચ્ચે કોઈ બાબતને લઈને અણબનાવ બનતા મૃતકે અંતિમ પગલું ભર્યું છે.

Ahmedabad News

Ahmedabad News  : ડો. વૈશાલી વિનોદચંદ્ર જોશી (ઉં.વ.32) ખેડાના ડેભારી ગામના વતની અને અપરિણીત હતા. શિવરંજની ખાતે પીજીમાં રહી છેલ્લા પાંચ વર્ષથી ખાનગી હોસ્પિટલમાં ડોક્ટર તરીકે સેવા આપતા હતા. બી.કે. ખાચર સાથે પ્રેમસંબંધમાં વિક્ષેપ પડતા ડો. વૈશાલી થોડાક સમયથી ડિપ્રેશનમાં હતા તેવું તેણે સુસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો છે. સ્થાનિક પોલીસ અકસ્માતે ગુનો નોંધ્યો છે. ડો. વૈશાલીની ડેડબોડી તેના સગા-સંબંધીઓને આપવાની તજવીજ હાથ ધરાઇ છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો