HomeGujaratGujarat Rain Alert: ગુજરાતમાં મેઘો મંડાયો, 4 હવામાન સિસ્ટમ સક્રિય થતાં 8...

Gujarat Rain Alert: ગુજરાતમાં મેઘો મંડાયો, 4 હવામાન સિસ્ટમ સક્રિય થતાં 8 જિલ્લામાં યલો એલર્ટ, સુરતમાં ખાડી પૂરથી જનજીવન અસ્તવ્યસ્ત

Gujarat Rain Alert: ગુજરાતમાં ચોમાસું ફરી એકવાર સોળે કળાએ ખીલ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 257 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ખાસ કરીને મોરબીના ટંકારા, ધાંગધ્રા અને હળવદ પંથકમાં મેઘરાજાએ તારાજી સર્જી છે. રાજ્યમાં એક સાથે ચાર હવામાન સિસ્ટમ સક્રિય હોવાને કારણે આગામી 7 દિવસ સુધી વરસાદી માહોલ યથાવત્ રહેવાની આગાહી કરવામાં આવી છે, જેને પગલે દરિયાકાંઠાના બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવીને 8 જિલ્લાઓમાં ‘યલો એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે.

Gujarat Rain Alert

Gujarat Rain Alert: મોરબી અને સુરેન્દ્રનગરમાં જળબંબાકાર, ડેમ તૂટ્યો

છેલ્લા 24 કલાકમાં મોરબીમાં 8.78 ઇંચ, ટંકારામાં 7.64 ઇંચ, ધાંગધ્રામાં 7 ઇંચ અને હળવદમાં 6.5 ઇંચ જેટલો ખાબકેલો ધોધમાર વરસાદ આફતરૂપ સાબિત થયો છે.

  • રેસ્ક્યૂ ઓપરેશન: હળવદના જુના માલણીયાદમાં કંકાવટી નદીના પૂરમાં ફસાયેલા 12 લોકોમાંથી 5 લોકોને NDRFની ટીમે સાહસપૂર્વક ઉગારી લીધા હતા. આ ઉપરાંત ઈડરના ઉમેદગઢમાં બાવળના ઝાડે લટકેલા પ્રૌઢનું ફાયર ટીમે સફળ રેસ્ક્યૂ કર્યું હતું.
  • ભાથરીયા ડેમ તૂટ્યો: સુરેન્દ્રનગર જિલ્લાના લખતર પંથકમાં ગઈકાલે પડેલા 8 ઇંચથી વધુ વરસાદને કારણે પાણીની ભારે આવક સહન ન થવાથી ભાથરીયા ગામનો ડેમ તૂટી ગયો હતો. જેના કારણે ખેતરોમાં પાણી ફરી વળતાં ઊભો પાક નષ્ટ થયો છે અને મોટા પાયે જમીનનું ધોવાણ થયું છે.
Gujarat Rain Alert

Gujarat Rain Alert: સુરતમાં 25 દિવસમાં ત્રીજી વખત ખાડી પૂર, લોકો ત્રસ્ત

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અને ઉપરવાસના પાણીના પ્રવાહને કારણે સુરતની મીઠી ખાડી ભયજનક સપાટી (8.55 મીટર) ની નજીક વહી રહી છે. છેલ્લા 25 દિવસમાં આ ત્રીજી વખત ખાડી પૂરની ગંભીર સ્થિતિ સર્જાઈ છે.

  • સારોલી, લિંબાયત, કમરૂનગર અને સણીયા હેમાદ જેવા નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાયા છે.
  • સારોલી પોલીસ સ્ટેશન અને આસપાસના ઘરોમાં 3 થી 4 ફૂટ પાણી ભરાઈ જવાથી જનજીવન ઠપ થઈ ગયું છે.
  • સતત પાણી ભરાઈ રહેવાથી અને ડ્રેનેજ બેક મારવાથી પીવાના પાણીની તંગી અને રોગચાળાની ભીતિ ઊભી થઈ છે. પ્રી-મોન્સૂન કામગીરી નિષ્ફળ ગયાના આક્ષેપ સાથે સ્થાનિક રહીશો અને વેપારીઓએ તંત્ર સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે.
Gujarat Rain Alert

Gujarat Rain Alert: 7 દિવસની આગાહી: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ

હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માના જણાવ્યા અનુસાર, વેલમાર્ક લો પ્રેશર હવે નબળું પડીને સાયક્લોનિક સર્ક્યુલેશનમાં પરિવર્તિત થયું છે. મોન્સૂન ટ્રફ સક્રિય હોવાના કારણે આગામી સાત દિવસ વરસાદી માહોલ યથાવત્ રહેશે.

  • આજનું એલર્ટ: આજે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, કચ્છ, મોરબી, જામનગર, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
  • માછીમારો માટે ચેતવણી: દરિયામાં પવનની ગતિ વધવાની સંભાવના હોવાથી માછીમારોને આગામી બે દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે અને તમામ બંદરો પર લોકલ કૉશનરી સિગ્નલ નંબર-3 (LCS-3) ફરકાવવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો સરેરાશ વરસાદ સામાન્ય કરતા 21 ટકા વધુ નોંધાયો છે, જે ચોમાસાની મજબૂત સક્રિયતા દર્શાવે છે. અમદાવાદ શહેરમાં પણ આજે છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

લગ્નના નામે ઠગાઈ કરતી કુખ્યાત ‘લૂંટેરી દુલ્હન’ ગેંગનો પર્દાફાશ, કોન્સ્ટેબલે વરરાજા બની મુખ્ય સૂત્રધારને દબોચ્યો

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments