Pm in J&k :  LIVE : વડાપ્રધાન મોદી 370 હટાવ્યા બાદ પહેલીવાર જમ્મુ કાશ્મીરમાં

0
91
Pm in J&k
Pm in J&k

Pm in J&k  : વડાપ્રધાન શ્રીનગરમાં જાહેરસભાને સંબોધન કરી રહ્યા છે. કલમ 370 હટાવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલીવાર કાશ્મીરની મુલાકાતે છે. ગુરુવારે (7 માર્ચ) પીએમ મોદી શ્રીનગરમાં વિકસીત ઈન્ડિયા વિકસીત જમ્મુ- કાશ્મીર અંતર્ગત 5000 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું.

Pm in J&k  : ઉપરાજ્યપાલે પીએમ મોદીને કાશ્મીરી શાલ ભેટ આપીને તેમનું સ્વાગત કર્યું

1 49


લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કાશ્મીરી શાલ ભેટ આપીને તેમનું સ્વાગત કર્યું હતું. મંચ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા, કેન્દ્રીય મંત્રી ડો.જિતેન્દ્ર સિંહ, રાજ્યસભા સાંસદ ગુલામ અલી ખટાના પણ હાજર છે.

વડાપ્રધાન મોદીની સ્પીચ live

‘370 હટાવ્યા બાદ જમ્મુ-કાશ્મીર મુક્તપણે શ્વાસ લઈ રહ્યું છે’

જમ્મુ-કાશ્મીર વિકાસની નવી ઊંચાઈઓને સ્પર્શી રહ્યું છે. આજે મુક્તપણે શ્વાસ લે છે. 370 નાબૂદ કર્યા પછી આવું થયું. દાયકાઓથી કોંગ્રેસ અને તેના સહયોગીઓએ 370ના નામે જમ્મુ-કાશ્મીર પર કબજો જમાવ્યો હતો અને દેશને ગેરમાર્ગે દોર્યો. જનતાને આજે ખબર પડી ગઈ છે કે આનાથી જમ્મુ અને કાશ્મીરને ફાયદો થયો કે માત્ર અમુક રાજકીય પરિવારોને. આજે 370નથી, તેથી યુવાનોની પ્રતિભાનું સંપૂર્ણ સન્માન કરવામાં આવી રહ્યું છે, તેમને નવી તકો મળી રહી છે.

જમ્મુ-કાશ્મીરના કૃષિ ક્ષેત્રમાં વિકાસ થશે

જમ્મુ અને કાશ્મીરમાં કેસર, સફરજન, સૂકા ફળો અને ચેરી ઉગાડવામાં આવે છે. આ પોતાનામાં એક બ્રાન્ડ છે. આગામી 5 વર્ષમાં જમ્મુ-કાશ્મીરના કૃષિ ક્ષેત્રમાં વિકાસ થશે. બાગાયત અને ખેડૂત વિકાસમાં મદદ મળશે. રોજગારીની તકો મળશે.

હું 2014થી તમારું દિલ જીતવાનો પ્રયાસ કરી રહ્યો છું

પીએમ મોદીએ કહ્યું- હું એટલો જ ખુશ છું જેટલો હું તમારા આટલી મોટી સંખ્યામાં આવવા બદલ આભારી છું. પ્રેમનું આ ઋણ ચૂકવવામાં મોદી કોઈ કસર છોડશે નહીં. હું 2014થી જે મહેનત કરી રહ્યો છું, હું તમારું દિલ જીતવાનો પ્રયત્ન કરું છું. હું જોઈ રહ્યો છું કે પ્રયત્નો યોગ્ય દિશામાં જઈ રહ્યા છે. આ છે મોદીની ગેરંટી એટલે કે ગેરંટી પૂરી કરવાની ગેરંટી.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો