BHARAT JODO NYAY YATRA   :  રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા આજથી ગુજરાતમાં

0
449
BHARAT JODO NYAY YATRA
BHARAT JODO NYAY YATRA

BHARAT JODO NYAY YATRA  : ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીઓ એક્ટીવ થઈ ગઈ છે ત્યારે ભારત જોડો ન્યાય યાત્રા કરી રહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું પણ આજે ગુજરાતમાં આગમન થશે. લોકસભાની ચૂંટણી માટે નરેન્દ્ર મોદી અને અમિત શાહ સહિતના નેતાઓ ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે ત્યારે આજે રાહુલ ગાંધી પણ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પ્રચારનું રણશિંગું ફૂંકશે. રાહુલ ગાંધીની ન્યાય યાત્રા બપોરે રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશ કરશે. 

BHARAT JODO NYAY YATRA

BHARAT JODO NYAY YATRA  : ગુજરાતમાં ન્યાય યાત્રા 400 કિલોમીટરનો પ્રવાસ કરશે

BHARAT JODO NYAY YATRA

BHARAT JODO NYAY YATRA   : રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાત સાત જિલ્લામાંથી પસાર થશે અને ચાર દિવસમાં 400 કિલોમીટરનો પ્રવાસ કરશે. આજે બપોરે ત્રણ વાગ્યાની આસપાસ રાજસ્થાનના બાંસવાડાથી ગુજરાતના દાહોદ જિલ્લાના ઝાલોદમાં પ્રવેશ કરશે. ત્યારબાદ  તેઓ ઝાલોદ ખાતે એક જાહેરસભાને સંબોધન કરશે. આ પછી ન્યાય યાત્રા ઝાલોદથી નીકળીને લીંમડી ખાતે પહોંચશે. પોતાની યાત્રા દરમિયાન રાહુલ ગાંધી અનેક સ્થળોની મુલાકાત કરશે, જેમાં કંબોઈ ધામ, પાવાગઢ મંદિર, હરસિદ્ધિ માતાજી મંદિર , સ્વરાજ આશ્રમ બારડોલીનો સમાવેશ થાય છે.

BHARAT JODO NYAY YATRA   : લોકસભાની ગત બે ચૂંટણીમાં કોંગ્રેસને એક પણ બેઠક મળી નથી

BHARAT JODO NYAY YATRA

રાહુલ ગાંધી ગુજરાતમાં આવી રહ્યા છે. તેમની ભારત જોડો યાત્રા હવે અંતિમ તબક્કામાં પ્રવેશી ગઈ છે ત્યારે તેમની પાસે લોકસભા ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસમાં પ્રાણ ફૂંકવાની લગભગ આ છેલ્લી તક છે. આ સાથે જ તેમની સામે ગત બે લોકસભા ચૂંટણીઓ 2014 અને 2019માં ગુજરાતમાં 26-0થી હારના પરિણામોની કડવી યાદોને ભૂલાવીને આગળ વધવા માટે પણ આ એક અવસર છે. પાર્ટીના એક પછી એક ધારાસભ્યોના રાજીનામા અને તેમના ભાજપમાં જોડાઈ જવાની ઘટનાઓથી કોંગ્રેસને ભારે આંચકા લાગ્યા છે ત્યારે આ સૌની વચ્ચે રાહુલ ગાંધી તેમની ભારત જોડો ન્યાય યાત્રા સાથે સમગ્ર ગુજરાતને આવરી લઈને ફરી કોંગ્રેસને જીવંત બનાવવાના પ્રયાસ કરી શકે છે.

BHARAT JODO NYAY YATRA  : આદિવાસી લોકોને  કોંગ્રેસ તરફ આર્કષવાનો પ્રયાસ કરાશે

BHARAT JODO NYAY YATRA

ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી પોતાની ન્યાય યાત્રા દરમિયાન 6 જાહેર સભાઓ અને 27 બેઠક કરશે. એક તરફ ગુજરાતમાં રાહુલ ગાંધીની યાત્રા પહેલા આદિવાસી બેલ્ટના કોંગ્રેસના નેતાએ પાર્ટીથી નારાજ થઈને રાજીનામા આપ્યા છે ત્યારે આ વિસ્તારમાં આદિવાસી લોકોને કોંગ્રેસ તરફ આર્કષવાનો પ્રયાસ કરશે. નોંધનીય છે કે ગુજરાતમાં કોંગ્રેસના નેતાઓ રાજીનામાં આપી રહ્યા છે અને ભાજપમાં જોડાઈ રહ્યા છે ત્યારે રાહુલ ગાંધી માટે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો પ્રયાર લિટમસ ટેસ્ટ સાબિત થશે. 

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો