Home State Gujarat Ahmedabad Fire Terror: અમદાવાદમાં આગનો આતંક સેટેલાઇટની બિલ્ડિંગમાં AC અને ચાર્જરના કારણે...

Ahmedabad Fire Terror: અમદાવાદમાં આગનો આતંક સેટેલાઇટની બિલ્ડિંગમાં AC અને ચાર્જરના કારણે લાગી ભીષણ આગ, 15 લોકોનું દિલધડક રેસ્ક્યૂ

0
198
Ahmedabad Fire Terror
Ahmedabad Fire Terror

Ahmedabad Fire Terror: ઉનાળાના આકરા તાપની વચ્ચે શહેરમાં આગ લાગવાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. અમદાવાદના પોશ ગણાતા સેટેલાઇટ વિસ્તારમાં આવેલી રત્નાકર-3 બિલ્ડિંગમાં વહેલી સવારે શોર્ટ સર્કિટના કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ એટલી ઝડપથી પ્રસરી કે ફ્લેટના 3 રૂમ બળીને ખાખ થઈ ગયા હતા. જોકે, ફાયર બ્રિગેડની તત્પરતાને કારણે સમયસર 15 લોકોનું રેસ્ક્યૂ કરી લેવાતાં મોટી જાનહાનિ ટળી છે.

Ahmedabad Fire Terror: ક્યાં અને કેવી રીતે બની ઘટના?

Ahmedabad Fire Terror

સેટેલાઇટ વિસ્તારના જોધપુર પ્રેરણા તીર્થ રોડ પર આવેલી રત્નાકર-3 બિલ્ડિંગના બી-વિંગના ત્રીજા માળે (ફ્લેટ નં. 302) આ દુર્ઘટના ઘટી હતી. વહેલી સવારે જ્યારે આગ લાગી ત્યારે ઘરમાં માત્ર એક જ વ્યક્તિ હાજર હતી. આગ લાગતા જ બિલ્ડિંગના રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને લોકો નીચે દોડી આવ્યા હતા.

મકાન માલિકનો દાવો: ફ્લેટના રહીશના જણાવ્યા અનુસાર, રૂમમાં એસી (AC) અને ચાર્જર ચાલુ હોવાના કારણે ઓવરહીટિંગ થતાં આ આગ લાગી હતી.

Ahmedabad Fire Terror: 3 રૂમ બળીને ખાખ, 15 લોકો ફસાયા

Ahmedabad Fire Terror

આગ બેડરૂમમાંથી શરૂ થઈને આખા ફ્લેટમાં પ્રસરી ગઈ હતી.

  • મોટું નુકસાન: ફ્લેટના 3 રૂમમાં રાખેલો તમામ સામાન, એસી, પંખા અને બેડ સહિતની ચીજવસ્તુઓ બળીને કોલસો થઈ ગઈ હતી.
  • ધૂંધવાયો ધુમાડો: આગના કારણે આખી વિંગમાં અંધારપટ અને અસહ્ય ધુમાડો થઈ જતાં ઉપરના માળે રહેતા લોકો ફસાયા હતા. ફાયર વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરીને 15 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.
  • કાબૂ: ફાયર વિભાગની 6 ગાડીઓએ ઘટનાસ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવ્યો હતો. ફ્લેટની ઇન-બિલ્ટ ફાયર સિસ્ટમની મદદથી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવાયો હતો.

44 ડિગ્રી તાપમાનમાં કેમ વધે છે આગના કિસ્સા?

Ahmedabad Fire Terror

ફાયર વિભાગના અધિકારી પંકજ રાવલે જણાવ્યું હતું કે, જ્યારે શહેરનું તાપમાન 44 ડિગ્રીએ પહોંચી જાય છે, ત્યારે ઇલેક્ટ્રિક સાધનો પર લોડ વધવાથી તે ઓવરહીટ થઈ જાય છે. આગનું ચોક્કસ કારણ તપાસ બાદ જ ખબર પડશે, પણ ઉનાળામાં સાધનોનો સાવચેતીપૂર્વક ઉપયોગ જરૂરી છે.”

Ahmedabad Fire Terror

મકરબા અને સાંતેજમાં પણ આગની ઘટનાઓ

Ahmedabad Fire Terror

અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં આગની આ ત્રીજી મોટી ઘટના છે:

  1. સોલિટેર બિલ્ડિંગ (મકરબા): ગઈકાલે એસ.જી. હાઈવે પર આવેલી આ ઓફિસ બિલ્ડિંગના ત્રીજા માળે શોર્ટ સર્કિટથી આગ લાગી હતી, જે 5મા માળ સુધી પહોંચી હતી. ત્યાં ફાયર વિભાગે 50 લોકોનું રેસ્ક્યૂ કર્યું હતું અને એક ઇજાગ્રસ્ત વ્યક્તિને CPR આપીને હોસ્પિટલ ખસેડાયો હતો.
  2. વેક્સ ફેક્ટરી (સાંતેજ): કલોલના સાંતેજ પાસે આવેલી ‘ફેઈથ’ નામની વેક્સ (મીણ) બનાવતી ફેક્ટરીમાં પણ ભીષણ આગ લાગી હતી, જેના પર ફાયર બ્રિગેડે કાબૂ મેળવ્યો હતો.

ઇલેક્ટ્રિક સાધનો વાપરતી વખતે આટલું ધ્યાન રાખો:

  • લાંબા સમય સુધી એસી (AC) ચાલુ રાખવાનું ટાળો, વચ્ચે બ્રેક આપો.
  • મોબાઇલ કે લેપટોપ ચાર્જ થઈ ગયા પછી પ્લગમાંથી ચાર્જર બંધ કરવાનું ભૂલશો નહીં.
  • ઘર કે ઓફિસના વાયરિંગનું રેગ્યુલર ચેકઅપ કરાવો જેથી શોર્ટ સર્કિટથી બચી શકાય.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: મોંઘવારીનો મોટો ઝટકો 9 દિવસમાં ત્રીજી વખત વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, અમદાવાદમાં કિંમત ₹99ને પાર!

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે