યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ અમદાવાદની પોળોમાં લાઇવ વોટર કલર ચિત્ર સ્પર્ધા યોજાશે

1
88
યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ અમદાવાદની પોળોમાં લાઇવ વોટર કલર ચિત્ર સ્પર્ધા યોજાશે
યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ અમદાવાદની પોળોમાં લાઇવ વોટર કલર ચિત્ર સ્પર્ધા યોજાશે

યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ વોલેન્ટિયર પ્રોગ્રામ હેઠળ અમદાવાદ મ્યુનિસિપલ  કોર્પોરેશન અને અમદાવાદ  વર્લ્ડ  હેરિટેજ સિટી ટ્રસ્ટના સહયોગથી યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ 2023 દ્વારા ભારત સરકારના પેટ્રેજન અંતર્ગત એલિકઝર ફાઉન્ડેશન અને કલા પ્રતિષ્ઠાન ગુજરાતના સંયુક્ત ઉપક્રમે વર્લ્ડ હેરિટેજ અમદાવાદની પોળોને  ચિત્રકારો જીવંત કાગળ પર વોટર કલરથી કંડારશે .

WhatsApp Image 2023 08 10 at 16.49.39

યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ અમદાવાદની પોળ ઉપર અમદાવાદ ખાતે 13 ઓગસ્ટ 2023 રવિવારે વોટરકલર લાઈવ ચિત્ર સ્પર્ધાનું  આયોજન કરવામાં  આવ્યું છે આ  અંતર્ગત  ગુજરાતભરમાંથી એન્ટ્રી મંગાવવામાં આવી હતી. અને  ગુજરાતભરમાંથી ૧૫૦થી વધુ એન્ટ્રી આવી હતી જેમાંથી વોટર કલરમાં કામ કરતા અને ખાસ કરીને હેરીટેજ વિષય પર સર્જન કરી રહેલા 76 ચિત્રકારોની પસંદગી નિષ્ણાંતો દ્વારા કરાઈ છે . સિલેક્ટ ચિત્રકારો આ સ્પર્ધામાં લાઈવ વોટર કલર ચિત્ર બનાવશે . કાલુપુર સ્વામીનારાયણ મંદિર પરિસરથી શરૂ થતી હેરીટેજ વોક પર આવેલી ઐતિહાસિક પોળોને આ સ્પર્ધામાં ચિત્રકારો જીવંત કંડારશે.

અમદાવાદની પોળ

એલિકઝર ફાઉન્ડેશનના સ્થાપક અને યુનેસ્કો હેરિટેજ પ્રોગ્રામ પ્રતિનીધી અને કોઓર્ડીનેટર માધીશ પરીખે જણાવ્યું કે આ લાઈવ કોન્ટેસ્ટમાં બેસ્ટ આર્ટિસ્ટ એવોર્ડ , સ્ટાર આર્ટિસ્ટ એવોર્ડ અને અપકમિંગ આર્ટિસ્ટ એવોર્ડ સાથે દરેક વિજેતાઓને ત્રણ હજાર રૂપિયા (કુલ નવ હજાર ) રોકડ પુરસ્કાર અને સન્માનપત્ર તથા પાંચ કોન્સોલેશન એવોર્ડ વિજેતાઓને એક હજાર પ્રમાણે (કુલ પાંચ હજાર ) રોકડ રાશિ સમાપન પ્રસંગે એનાયત કરવામાં આવશે . કલા પ્રતિષ્ઠાનના અધ્યક્ષ રમણીક ઝાપડિયાએ માહિતી  આપતા જણાવ્યું  હતુંકે અમદાવાદની પોળોમાં ભારતીય સંસ્કૃતિ ઉપરાંત  પારિવારિક  જીવન વ્યવસ્થા તથા કલાત્મક અને આકર્ષક કાષ્ઠકલા ઉપરાંત ભવ્ય ઐતિહાસિક વારસો  સચવાય તેની જાળવણી અંગેની જાગૃતિ સભ્ય સમાજમાં આવે તે યુનેસ્કો દ્વારા જયારે સતત પ્રયત્નો થઇ રહ્યા છે ત્યારે ગુજરાતના કલાસર્જકો અમદાવાદની પોળોને વોટર કલરના માધ્યમથી સપ્તરંગી રંગોમાં સર્જન કરશે તે અદભુત લાવ્હો દરેક કલાપ્રેમીઓએ પોળોમાં આવીને અચૂક લેવો જોઈએ . અમદાવાદ કાલુપુર સ્વામિનારાયણ મંદિરથી શરૂ થતા હેરિટેજ વોક પર આવતી તમામ ઐતિહાસિક પોળો પર ચિત્રકારો લાઈવ પેઇન્ટિંગ બનાવશે. આ ઉપરાંત સંપૂર્ણ પારદર્શિતા જળવાય  તેમાટે  કલાકારોનું સિલેક્શન થયા બાદ  આ  લાઈવ ચિત્રકલા સર્જનમાં ભાગ લઇ રહ્યા  છે. અહીં ઉલ્લેખનીય છેકે આ આર્ટ  કોમ્પિટિશનમાં કોઈ પણ પ્રકારની એન્ટ્રી ફી  રાખવામાં આવેલ નથી . આ સમગ્ર કાર્યક્રમના કોઓર્ડીનેટર નિયતિ બાજપેયી , અને કલા પ્રતિષ્ઠાન દ્વારા આ લાઈવ પેઇન્ટિંગ કોન્ટેસ્ટના કોઓર્ડીનેટર અજિત ભંડેરી દ્વારા ચિત્રકારો સાથે સતત સંકલન  થઇ રહ્યું છે. આ ઉપરાંત  એલિકઝર ફાઉન્ડેશનના  યુનેસ્કો હેરિટેજ પ્રોગ્રામના વોલેન્ટિયર પણ પોતાની સેવા આપી રહ્યા છે.

1 COMMENT

Comments are closed.