HomeDeshRajya Sabha Elections 2026: રાજ્યસભાની રેસમાં ધનરાજ નથવાણી: સપાએ ઉત્તર પ્રદેશથી આપી...

Rajya Sabha Elections 2026: રાજ્યસભાની રેસમાં ધનરાજ નથવાણી: સપાએ ઉત્તર પ્રદેશથી આપી ઉમેદવારી

Rajya Sabha Elections 2026: ઉત્તર પ્રદેશથી સમાજવાદી પાર્ટીએ ધનરાજ પરિમલ નથવાણીને રાજ્યસભાના ઉમેદવાર બનાવ્યા છે. પાર્ટીએ વરિષ્ઠ નેતા રામ ગોપાલ યાદવ સાથે ધનરાજ નથવાણીનું નામ જાહેર કર્યું છે. બંને ઉમેદવારોએ 30 સપ્ટેમ્બરે પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવની હાજરીમાં ઉમેદવારી પ્રક્રિયા હાથ ધરી હતી.

Rajya Sabha Elections 2026: રિલાયન્સ સાથે જોડાયેલા ધનરાજ નથવાણી

Rajya Sabha Elections 2026

ધનરાજ પરિમલ નથવાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા સિનિયર કોર્પોરેટ એક્ઝિક્યુટિવ છે. તેઓ રમતગમત ક્ષેત્રે પણ સક્રિય રહ્યા છે અને ગુજરાત ક્રિકેટ એસોસિએશન તથા ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન સાથે મહત્વની જવાબદારીઓ નિભાવી ચૂક્યા છે.

Rajya Sabha Elections 2026: પિતા પરિમલ નથવાણી પણ રાજ્યસભાના સાંસદ

ધનરાજ નથવાણીના પિતા પરિમલ નથવાણી લાંબા સમયથી રાજ્યસભાના સાંસદ છે. રાજ્યસભાના સત્તાવાર રેકોર્ડમાં પરિમલ નથવાણીનો ઉદ્યોગપતિ તરીકે ઉલ્લેખ છે અને તેઓ જૂન 2008થી રાજ્યસભાના સભ્ય રહ્યા છે.

Rajya Sabha Elections 2026

ઉત્તર પ્રદેશની 10 બેઠકો માટે ચૂંટણી

ઉત્તર પ્રદેશમાં રાજ્યસભાની 10 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણી માટે 16 ઓક્ટોબરની તારીખ નક્કી કરવામાં આવી છે. સમાજવાદી પાર્ટીએ હાલ રામ ગોપાલ યાદવ અને ધનરાજ પરિમલ નથવાણી એમ બે ઉમેદવારો જાહેર કર્યા છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: અમેરિકાનો નવો પાસપોર્ટ: 2028માં ‘Flight of the Eagle’ ડિઝાઇન

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments