HomeVideshAmerica’s New Passport: અમેરિકાનો નવો પાસપોર્ટ: 2028માં ‘Flight of the Eagle’ ડિઝાઇન

America’s New Passport: અમેરિકાનો નવો પાસપોર્ટ: 2028માં ‘Flight of the Eagle’ ડિઝાઇન

America’s New Passport: અમેરિકાએ 2028માં આવનારા નવા પાસપોર્ટની ડિઝાઇન જાહેર કરી છે. નવી ડિઝાઇનમાં અમેરિકન બાલ્ડ ઈગલને મુખ્ય રાષ્ટ્રીય પ્રતીક તરીકે કેન્દ્રસ્થાને રાખવામાં આવ્યો છે. અમેરિકી સ્ટેટ ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ, નવા પાસપોર્ટને શરૂઆતથી અંત સુધી ઈગલની થીમ સાથે ડિઝાઇન કરવામાં આવ્યો છે અને પાનાં ફેરવતાં ઈગલ ઉડતો હોય તેવી વિઝ્યુઅલ અસર જોવા મળશે.

America’s New Passport: 2028થી નવી ડિઝાઇનનો અમલ

America’s New Passport

અમેરિકન પાસપોર્ટનું Series B રીડિઝાઇન 2028માં શરૂ થવાનું આયોજન છે. ફેડરલ રજિસ્ટરમાં પ્રકાશિત સૂચના મુજબ નવી સિરીઝ સાથે પાસપોર્ટ બુકને એક જ 38-પેજ સાઇઝમાં લાવવાની યોજના છે.

America’s New Passport: ઈગલ બનશે નવી ડિઝાઇનનું મુખ્ય આકર્ષણ

નવી ડિઝાઇનમાં અમેરિકન ઈગલને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. અમેરિકાના રાષ્ટ્રીય પ્રતીકો સાથે જોડાયેલી આ થીમ પાસપોર્ટના વિવિધ પાનાં પર જોવા મળશે. સ્ટેટ ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ સુરક્ષા અને આધુનિક ટેક્નોલોજી પર પણ ખાસ ભાર મૂકવામાં આવ્યો છે.

America’s New Passport

250મી વર્ષગાંઠ માટે અલગ ‘Patriot Passport’

આ સાથે 2026માં અમેરિકાની 250મી વર્ષગાંઠ નિમિત્તે અલગ મર્યાદિત આવૃત્તિનો ‘Patriot Passport’ પણ રજૂ કરવામાં આવ્યો છે. તેમાં ખાસ આર્ટવર્ક અને વધારાની તસવીરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પાસપોર્ટ સામાન્ય 2028ની નવી Series B ડિઝાઇનથી અલગ છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: ધોરણ 7ના વિદ્યાર્થીને લાકડી માર્યાનો પરિવારનો આક્ષેપ, તબિયત લથડતાં હોસ્પિટલમાં સારવાર

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments