HomeAhmedabadA Rainbow Over Ahmedabad: અમદાવાદના આકાશમાં મેઘધનુષ્યનો મનમોહક નજારો, વરસાદ બાદ સાત...

A Rainbow Over Ahmedabad: અમદાવાદના આકાશમાં મેઘધનુષ્યનો મનમોહક નજારો, વરસાદ બાદ સાત રંગોની અદભૂત છટા

A Rainbow Over Ahmedabad: અમદાવાદમાં ગુરુવારે સાંજના સમયે વરસાદી માહોલ વચ્ચે આકાશમાં અદભૂત નજારો જોવા મળ્યો હતો. વરસાદ બાદ વાદળછાયા આકાશ વચ્ચે અચાનક મેઘધનુષ્ય દેખાતા શહેરના અનેક વિસ્તારોમાં લોકોનું ધ્યાન આકાશ તરફ ખેંચાયું હતું. મેઘધનુષ્યના સાત રંગોએ અમદાવાદના આકાશને જાણે કુદરતી રંગોથી સજાવી દીધું હોય તેવો નજારો સર્જાયો હતો.

A Rainbow Over Ahmedabad: વરસાદ બાદ આકાશમાં કુદરતનો રંગ

A Rainbow Over Ahmedabad

શહેરમાં વરસાદી માહોલ વચ્ચે હળવા ગંજાળા અને સૂર્યકિરણોની હાજરી વચ્ચે આકાશમાં મેઘધનુષ્ય દેખાયું હતું. વરસાદ પછી વાદળો વચ્ચે સૂર્યપ્રકાશ પડતાં મેઘધનુષ્યની રચના થતી હોય છે. અમદાવાદમાં પણ આવો જ મનમોહક નજારો જોવા મળ્યો હતો.

A Rainbow Over Ahmedabad: લોકોએ કેમેરામાં કેદ કર્યો નજારો

મેઘધનુષ્ય દેખાતા અનેક લોકોએ પોતાના મોબાઇલ ફોનના કેમેરામાં આ સુંદર દૃશ્યો કેદ કર્યા હતા. આકાશમાં ફેલાયેલા મેઘધનુષ્યના રંગો અને તેની પાછળના વાદળોના દૃશ્યોએ શહેરના વાતાવરણને વધુ આકર્ષક બનાવી દીધું હતું. સોશિયલ મીડિયા પર પણ આવા કુદરતી નજારાની તસવીરો શેર થવાની શરૂઆત થઈ હતી.

વરસાદી માહોલ વચ્ચે સુંદર દૃશ્ય

A Rainbow Over Ahmedabad

વરસાદી વાતાવરણ વચ્ચે થોડા સમય માટે જોવા મળેલા મેઘધનુષ્યએ અમદાવાદવાસીઓને કુદરતનો સુંદર અનુભવ કરાવ્યો હતો. શહેરની ઈમારતોની વચ્ચે આકાશમાં દેખાતી રંગોની અર્ધવર્તુળાકાર છટા લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: ‘અમે કેનેડા પર રાજ કરીશું, 5000 શૂટર્સ તૈયાર’, લોરેન્સ ગેંગની કેનેડા સરકારને ખુલ્લી ધમકી આપતો પત્ર સામે આવતાં સુરક્ષા એજન્સીઓમાં ખળભળાટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments