HomeGujaratNarendra Modi Birthday: ૭૬ હજાર કિચન ગાર્ડન રોપા વિતરણનું મહાઅભિયાન : ‘હરિત...

Narendra Modi Birthday: ૭૬ હજાર કિચન ગાર્ડન રોપા વિતરણનું મહાઅભિયાન : ‘હરિત ઘર-સ્વસ્થ સમાજ’નો પ્રારંભ

Narendra Modi Birthday: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૬મા જન્મદિવસની પૂર્વસંધ્યાએ વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા ‘હરિત ઘર-સ્વસ્થ સમાજ’ મહાઅભિયાન શરૂ કરવામાં આવશે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરીજનોમાં પ્રકૃતિપ્રેમ, ઘરમાં હરિયાળી અને સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવાનો છે. અભિયાન અંતર્ગત ૭૬ હજાર કિચન ગાર્ડન રોપાનું વિતરણ કરવામાં આવશે.

Narendra Modi Birthday: અમદાવાદમાં યોજાશે કાર્યક્રમ

Narendra Modi Birthday

આ મહાઅભિયાનનો કાર્યક્રમ ૧૬ સપ્ટેમ્બર, બુધવારે અમદાવાદના વસ્ત્રાપુર ખાતે આવેલા જે. બી. ઓડિટોરિયમ, એએમએ (AMA) ખાતે યોજાશે. કાર્યક્રમનો વિધિવત પ્રારંભ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવશે.

અનેક મહાનુભાવો રહેશે ઉપસ્થિત

કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલા તેમજ અમદાવાદના મેયર હિતેશ બારોટ વિશેષ અતિથિ તરીકે હાજરી આપશે.

Narendra Modi Birthday

‘ઘેર ઘેર હરિયાળી’નો સંદેશ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને i-Hubના સંયુક્ત સહયોગથી યોજાનારા આ અભિયાનનો ઉદ્દેશ્ય ‘ઘેર ઘેર હરિયાળી, શુદ્ધ પોષણ અને સ્વસ્થ જીવનશૈલી’નો સંદેશ ઘર-ઘર સુધી પહોંચાડવાનો છે.

કિચન ગાર્ડનના રોપાના વિતરણ દ્વારા શહેરી પરિવારોને પોતાના ઘરમાં નાનું બગીચું વિકસાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. અભિયાન સાથે **‘નાનું બગીચું, સ્વસ્થ પરિવાર, સમૃદ્ધ ગુજરાત’**નો સંદેશ પણ આપવામાં આવશે.

E-પેપર વાંચવા માટે અંહી ક્લિક કરો:

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments