Rice Reduced; Bajra Increased: ગુજરાતમાં સસ્તા અનાજની દુકાનો પરથી રેશનકાર્ડ ધારકોને મળતા અનાજના પ્રમાણમાં ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના સપ્ટેમ્બર મહિનાના વિતરણ મુજબ હવે વ્યક્તિદીઠ 1 કિલો ચોખા આપવામાં આવી રહ્યા છે.
અગાઉ રેશનકાર્ડ ધારકોને વ્યક્તિદીઠ 3 કિલો ચોખા મળતા હતા. હવે તેમાં 2 કિલોનો ઘટાડો કરવામાં આવ્યો છે.
Rice Reduced; Bajra Increased: બાજરીનો જથ્થો 1થી વધારીને 2 કિલો

ચોખાના જથ્થામાં થયેલા ઘટાડાની સામે વ્યક્તિદીઠ બાજરીનો જથ્થો વધારીને 2 કિલો કરવામાં આવ્યો છે. અગાઉ વ્યક્તિદીઠ 1 કિલો બાજરીનું વિતરણ કરવામાં આવતું હતું.
આમ, સપ્ટેમ્બર મહિનાના નવા પ્રમાણ મુજબ રેશનકાર્ડ ધારકોને વ્યક્તિદીઠ 1 કિલો ચોખા અને 2 કિલો બાજરીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
રેશન દુકાનો પર નવો જથ્થો પહોંચ્યો

નવા પ્રમાણ મુજબનો અનાજનો જથ્થો રેશનની દુકાનો સુધી પહોંચી ગયો છે અને સપ્ટેમ્બર મહિનાથી કાર્ડધારકોને આ પ્રમાણ પ્રમાણે અનાજ આપવામાં આવી રહ્યું છે.
રેશનકાર્ડ ધારકોએ અનાજ મેળવતી વખતે તેમના કાર્ડ મુજબ લાગુ પડતા નવા પ્રમાણની વિગતો રેશન દુકાનેથી જાણી લેવી.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: ડુંગળીના વધતા ભાવે રાહતનો ડોઝ, ₹35 કિલોએ વેચશે સરકાર

