New Chapter for Sanatan Culture: ફ્રાન્સની રાજધાની પેરિસ નજીક બુસી-સેટ-જ્યોર્જેસ ખાતે BAPS સ્વામિનારાયણ હિન્દુ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા ભક્તિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના હસ્તે મંદિરની પ્રાણપ્રતિષ્ઠા વિધિ કરવામાં આવી હતી.
New Chapter for Sanatan Culture: વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે ધાર્મિક વિધિઓ

પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન વૈદિક મંત્રોચ્ચાર સાથે વિવિધ ધાર્મિક વિધિઓ યોજાઈ હતી. આ પવિત્ર પ્રસંગે મોટી સંખ્યામાં હરિભક્તો અને શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.
પરંપરાગત હિન્દુ સ્થાપત્ય અને આધ્યાત્મિક પરંપરાને ઉજાગર કરતું આ મંદિર ફ્રાન્સમાં ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાના મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે.
ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાનું નવું કેન્દ્ર

મંદિરના માધ્યમથી આગામી સમયમાં સત્સંગ, સેવા, સંસ્કાર અને ભારતીય સાંસ્કૃતિક મૂલ્યો સાથે જોડાયેલી વિવિધ પ્રવૃત્તિઓને વધુ વેગ મળવાની અપેક્ષા છે.
પેરિસ નજીક ભારતીય પરંપરાને પ્રતિબિંબિત કરતું આ મંદિર ફ્રાન્સમાં વસતા ભારતીય સમુદાય માટે ધાર્મિક અને સાંસ્કૃતિક જોડાણનું મહત્વપૂર્ણ સ્થળ બની શકે છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: મિયામી એરપોર્ટ પર લેન્ડિંગ સમયે કાર્ગો પ્લેન રનવે પરથી બહાર નીકળ્યું અનેક વાહનો સાથે અથડાયા બાદ વિમાનમાં ભીષણ આગ,

