Namo Kamalam: દક્ષિણ ગુજરાતના નવસારીમાં ભારતીય જનતા પાર્ટીના નવા અને અત્યાધુનિક કાર્યાલય **‘નમો કમલમ’**નું નિર્માણ પૂર્ણ થયું છે. આગામી 8 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ કાર્યાલયનું લોકાર્પણ કરવામાં આવશે. વડાપ્રધાનના કાર્યક્રમને લઈને દક્ષિણ ગુજરાત ભાજપના કાર્યકરો અને આગેવાનોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
Namo Kamalam: 40 હજાર ચોરસ ફૂટમાં ભવ્ય કાર્યાલય

નવસારીનું નવું ભાજપ કાર્યાલય આશરે 40 હજાર ચોરસ ફૂટ વિસ્તારમાં તૈયાર કરવામાં આવ્યું છે. અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ આ કાર્યાલયના નિર્માણ પાછળ અંદાજે ₹10 કરોડનો ખર્ચ થયો હોવાનું જણાવવામાં આવ્યું છે.
Namo Kamalam: હાઈસ્પીડ ઈન્ટરનેટ સહિતની સુવિધાઓ
‘નમો કમલમ’માં કાર્યકરો અને પદાધિકારીઓની કામગીરીને સરળ બનાવવા માટે વિવિધ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. કાર્યાલયમાં હાઈસ્પીડ ઈન્ટરનેટ, આધુનિક સભાગૃહ અને અન્ય ટેકનિકલ સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
કોન્ફરન્સ હોલ અને અલગ કેબિન

નવા કાર્યાલયમાં બેઠકો અને સંગઠનાત્મક કાર્યક્રમો માટે કોન્ફરન્સ હોલની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત પક્ષના પદાધિકારીઓ માટે અલગ-અલગ કેબિન પણ બનાવવામાં આવ્યા છે. કાર્યકરોની બેઠકો અને વિવિધ સંગઠનાત્મક પ્રવૃત્તિઓ માટે પણ પૂરતી જગ્યા રાખવામાં આવી છે.
PM મોદીના કાર્યક્રમને લઈને ઉત્સાહ
8 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવસારી આવીને ‘નમો કમલમ’નું લોકાર્પણ કરશે તેવી માહિતી સામે આવ્યા બાદ સ્થાનિક ભાજપ સંગઠનમાં ઉત્સાહનો માહોલ છે. કાર્યક્રમને સફળ બનાવવા માટે પક્ષના આગેવાનો અને કાર્યકરો દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે.
નવસારીમાં તૈયાર થયેલું આ અત્યાધુનિક કાર્યાલય દક્ષિણ ગુજરાતમાં ભાજપના સંગઠનાત્મક કામકાજ માટે મહત્વનું કેન્દ્ર બની શકે છે. હવે સૌની નજર 8 સપ્ટેમ્બરના વડાપ્રધાનના કાર્યક્રમ પર છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: ફેડના વ્યાજદર વધારાના સંકેતથી સોના-ચાંદીમાં કડાકો! સોનું ₹4,000, ચાંદી ₹9,000 સુધી તૂટી

