Home State Gujarat Gujarat Weather Update: ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: દક્ષિણ ગુજરાતમાં જળબંબાકાર, વલસાડ-નવસારીમાં રેડ...

Gujarat Weather Update: ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: દક્ષિણ ગુજરાતમાં જળબંબાકાર, વલસાડ-નવસારીમાં રેડ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી

0
99

Gujarat Weather Update: ગુજરાતમાં ચોમાસાની ઋતુએ હવે આક્રમક મિજાજ ધારણ કર્યો છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા આજે ૨૨ જુલાઈએ ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ‘રેડ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. છેલ્લા કેટલાક કલાકોથી પડી રહેલા મુશળધાર વરસાદને કારણે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે અને જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે નદીઓ બે કાંઠે વહી રહી છે, જ્યારે તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.

 Gujarat Weather Update:૪ ઈંચ વરસાદથી સુરત અને વલસાડમાં જળબંબાકાર

Gujarat Weather Update

રાજ્યમાં આજે સવારે ૬ વાગ્યાથી ૧૦ વાગ્યા સુધીમાં કુલ ૮૧ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ૪ ઈંચ વરસાદ વલસાડમાં અને સુરતના પલસાણા તાલુકામાં ખાબક્યો છે. સુરતમાં ભારે વરસાદને કારણે ભેદવાડ ખાડી ઓવરફ્લો થઈ ગઈ છે, જેના પરિણામે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને માર્ગો પર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે.

બીજી તરફ, છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૧૭૩ તાલુકાઓમાં મેઘરાજાએ મન મૂકીને વરસ્યા છે. સૌથી વધુ કપરાડામાં ૧૬ ઈંચ, વલસાડના નાનાપોંઢામાં ૧૧ ઈંચ, તેમજ ચીખલી અને વાંસદામાં ૧૦ ઈંચ જેટલો અતિભારે વરસાદ નોંધાયો છે. નવસારીની ચીખલીમાં કાવેરી નદી બે કાંઠે વહેવા લાગી છે. વાંસદા તાલુકામાં બોપી-મોળા આંબા કોઝવે પરથી પસાર થઈ રહેલી એક ‘ઇકો’ કાર પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ હતી, જોકે સદનસીબે તેમાં સવાર એક વ્યક્તિનો આબાદ બચાવ થયો છે.

Gujarat Weather Update: નવસારી અને વલસાડમાં રેડ એલર્ટ

Gujarat Weather Update

હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી સાત દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે. ખાસ કરીને આજે ૨૨ જુલાઈએ નવસારી અને વલસાડ જિલ્લામાં કેટલાક સ્થળોએ અત્યંત ભારે વરસાદ (રેડ એલર્ટ) ની શક્યતા છે.

  • અતિભારે વરસાદની શક્યતા (ઓરેન્જ એલર્ટ): સુરત, ડાંગ, તાપી, દમણ અને દાદરા-નગર હવેલી.
  • ભારે વરસાદની શક્યતા: પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ તેમજ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદ.

આ દરમિયાન કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે ૩૦થી ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ સંભાવના છે.

Gujarat Weather Update: આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન?

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ૨૩ અને ૨૪ જુલાઈ દરમિયાન પણ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ જળવાઈ રહેશે. ઉત્તર ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં સતત વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રમાં કેટલાક સ્થળોએ અને કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદી ઝાપટાં પડી શકે છે.

ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર સજ્જ થઈ ગયું છે અને નાગરિકોને નદી-નાળા કે કોઝવે પાર ન કરવા તેમજ બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા સલાહ આપવામાં આવી છે.

ChatGPT Image Jul 22 2026 12 43 18 PM

આ પણ વાંચો :પૂર્વ અગ્નિવીરો માટે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, CAPF અને અસમ રાઇફલ્સમાં ભરતીમાં મળશે 50% અનામત

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે