HomeBreaking NewsForeign Money Trail Under Scanner: વિદેશમાં અબજો મોકલતી કંપનીઓ પર ટેક્સ વિભાગની...

Foreign Money Trail Under Scanner: વિદેશમાં અબજો મોકલતી કંપનીઓ પર ટેક્સ વિભાગની નજર, 394 સંસ્થાઓની તપાસ શરૂ

Foreign Money Trail Under Scanner: દેશમાં વિદેશી નાણાંના મોટા પાયે ટ્રાન્સફરને લઈને આવકવેરા વિભાગે તપાસનો દોર શરૂ કર્યો છે. પ્રાથમિક માહિતી મુજબ 6,422 નવી કંપનીઓ દ્વારા આશરે રૂ.1.29 લાખ કરોડની રકમ વિદેશ મોકલવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ વ્યવહારોમાં સિંગાપોર તરફ થયેલા રેમિટન્સનું પ્રમાણ નોંધપાત્ર હોવાનું જણાવાયું છે. સિંગાપોરમાં આશરે રૂ.41,885 કરોડ ટ્રાન્સફર થયા હોવાનું સામે આવ્યું છે.

Foreign Money Trail Under Scanner: 394 સંસ્થાઓ તપાસના દાયરામાં

આવકવેરા વિભાગ દ્વારા દેશવ્યાપી ચકાસણી અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં આશરે 394 સંસ્થાઓને તપાસના દાયરામાં લેવામાં આવી છે. તેમાં ભારતની જમીની સરહદ ધરાવતા રાજ્યોમાં આવેલી 117 સંસ્થાઓનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત વિદેશી રેમિટન્સ સાથે જોડાયેલા 36 પ્રોફેશનલ્સની ભૂમિકા પણ તપાસવામાં આવી રહી છે.

તપાસ દરમિયાન એવી કેટલીક કંપનીઓ સામે આવી હોવાનું જણાવાય છે કે જેમણે આવકવેરા રિટર્ન ભર્યા નથી અથવા ખૂબ જ ઓછું ટર્નઓવર દર્શાવ્યું છે, પરંતુ તેમ છતાં તેમના ખાતાઓમાંથી મોટી રકમ વિદેશ મોકલવામાં આવી છે. આવા વ્યવહારોને કારણે નાણાંના સ્ત્રોત અને તેના વાસ્તવિક ઉપયોગ અંગે વિભાગને શંકા ઊભી થઈ છે.

Foreign Money Trail Under Scanner: શેલ કંપનીઓ અને Form 15CBની પણ તપાસ

Foreign Money Trail Under Scanner

આવકવેરા વિભાગ હવે માત્ર કંપનીઓ સુધી તપાસ મર્યાદિત રાખવાને બદલે વિદેશમાં મોકલવામાં આવેલા નાણાંના વાસ્તવિક લાભાર્થી કોણ છે તેની પણ તપાસ કરી રહ્યો છે. શેલ કંપનીઓના માધ્યમથી નાણાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે કે કેમ અને વ્યવહારો પાછળ કોઈ અન્ય વ્યક્તિ અથવા સંસ્થા છે કે કેમ તે અંગે માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.

ફેફ્ટ, સોફ્ટવેર આયાત અને કન્સલ્ટિંગ સર્વિસના નામે થયેલા કેટલાક વિદેશી વ્યવહારો પણ તપાસના કેન્દ્રમાં છે. આ ઉપરાંત વિદેશી રેમિટન્સ માટે Form 15CB પ્રમાણપત્ર આપનારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સની ભૂમિકા પણ ચકાસવામાં આવી રહી છે.

Foreign Money Trail Under Scanner: વિદેશી સરનામાં ધરાવતી સંસ્થાઓ પણ રડાર પર

અહેવાલ મુજબ વિદેશી સરનામાં ધરાવતી 83 સંસ્થાઓ મારફતે આશરે રૂ.36,175 કરોડનું રેમિટન્સ થયું હોવાનું સામે આવ્યું છે. હવે આવકવેરા વિભાગ આ કંપનીઓની નાણાકીય વિગતો, રિટર્ન, બેન્કિંગ વ્યવહારો અને વિદેશી ટ્રાન્ઝેક્શનની વિગતોનું ક્રોસ-વેરિફિકેશન કરી રહ્યો છે.

આ તપાસનો મુખ્ય હેતુ વિદેશી નાણાં ટ્રાન્સફરમાં કરચોરી, ખોટી માહિતી, બોગસ વ્યવહારો અથવા નાણાંના વાસ્તવિક લાભાર્થીને છુપાવવાની કોઈ ગેરરીતિ થઈ છે કે કેમ તે શોધવાનો છે. તપાસ આગળ વધતાં વધુ કંપનીઓ અને વ્યવહારો પણ તપાસના દાયરામાં આવી શકે છે.

વધુ સમાચાર વાંચવા માતે અંહી ક્લિક કરો: ભારતની 600મી ટેસ્ટમાં ઐતિહાસિક જીત, શ્રીલંકાને 165 રનથી હરાવ્યું

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments