HomeGujaratVicious Kidnapping in Dahegam: પ્રેમસંબંધના વિવાદમાં યુવકનું અપહરણ કરી કેનાલમાં ફેંકી દીધાની...

Vicious Kidnapping in Dahegam: પ્રેમસંબંધના વિવાદમાં યુવકનું અપહરણ કરી કેનાલમાં ફેંકી દીધાની આશંકા, દહેગામમાં નાના ભાઈની પત્નીના પ્રેમી સહિત 4 આરોપીઓ ઝડપાયા

Vicious Kidnapping in Dahegam: દહેગામમાં પ્રેમસંબંધના વિવાદને લઈને એક અત્યંત ચોંકાવનારી અને ગંભીર ઘટના સામે આવી છે. સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા ભરતભાઈનું ધોળા દિવસે ચાર શખ્સો દ્વારા કારમાં અપહરણ કરવામાં આવ્યું હતું. પૂછપરછ દરમિયાન આરોપીઓએ અપહરણ કરી યુવકને કેનાલમાં ફેંકી દીધો હોવાની આશંકા વ્યક્ત કરી છે, જેના પગલે પોલીસે યુવકની સઘન શોધખોળ શરૂ કરી છે.

Vicious Kidnapping in Dahegam

Vicious Kidnapping in Dahegam: ધોળા દિવસે ફિલ્મીઢબે અપહરણ

દહેગામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, દીપકભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે તેમના ભાઈ ભરતભાઈ બપોરના અરસામાં પંકજ સોસાયટીના આશાદીપ બંગલા આગળ રોડ પર હતા. તે દરમિયાન વાસણા સોગઠી ગામના કિરણસિંહ ખોડસિંહ ચૌહાણ અને તેના ત્રણ સાગરીતો ત્યાં આવી પહોંચ્યા હતા. આરોપીઓએ ભરતભાઈ સાથે બોલાચાલી કરી, ગદા-પાટુનો માર મારી બળજબરીપૂર્વક સફેદ રંગની આલ્ટો કાર (નંબર: GJ-09-BB-5499) માં બેસાડી દીધા હતા. ભરતભાઈએ બચાવોની બૂમો પાડવા છતાં શખ્સો દહેગામ-રખિયાલ રોડ તરફ કાર ભગાડી ગયા હતા. ઘટનાસ્થળેથી ભરતભાઈના ચંપલ પણ મળી આવ્યા હતા. પરિવારે સીસીટીવી ફૂટેજ ચકાસતા સમગ્ર અપહરણની પુષ્ટિ થઈ હતી.

Vicious Kidnapping in Dahegam

Vicious Kidnapping in Dahegam: પ્રેમસંબંધની અદાવતમાં રચાયું કાવતરું

પોલીસ તપાસમાં આ સમગ્ર અપહરણ પાછળનો મુખ્ય એંગલ પ્રેમસંબંધ હોવાનું બહાર આવ્યું છે. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે ભરતભાઈના નાના ભાઈની પત્નીને વાસણા સોગઠી ગામના કિરણસિંહ ચૌહાણ સાથે પ્રેમસંબંધ હતો. આ બાબતની જાણ ભરતભાઈને થઈ જતાં તેમણે અગાઉ કિરણસિંહને ઠપકો આપ્યો હતો. થોડા દિવસ અગાઉ નાના ભાઈની પત્ની કિરણસિંહ સાથે ફરવા પણ ગઈ હતી, જેથી ભરતભાઈએ ફરીથી ઠપકો આપતા તે પોતાના પિયર ચાલી ગઈ હતી. આ જ અદાવતમાં કિરણસિંહે પોતાના સાગરીતો સાથે મળીને આ ગુનાહિત કાવતરું રચ્યું હતું.

Vicious Kidnapping in Dahegam

Vicious Kidnapping in Dahegam: કેનાલમાં ફેંકી દીધાની કબૂલાત અને શોધખોળ

ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે દહેગામ પોલીસે મોડી રાતે ચારેય આરોપીઓને દબોચી લીધા હતા. પૂછપરછ દરમિયાન આરોપીઓએ જણાવ્યું હતું કે તેઓ ભરતભાઈને બહિયલ પાસેની ખેડા હદમાં આવતી અપ્રૂજી કેનાલ ખાતે લઈ ગયા હતા, જ્યાં નશો કર્યા બાદ ચારેયે ભેગા મળીને તેમને કેનાલમાં ફેંકી દીધા હતા.

દહેગામ પોલીસ સ્ટેશનના પીઆઈ આર.એલ. ગોયલે ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું છે કે ચારેય આરોપીઓને રાઉન્ડ અપ કરી લેવાયા છે. હાલ પોલીસ અને રેસ્ક્યુ ટીમ દ્વારા કેનાલમાં યુવકની શોધખોળ સઘન રીતે ચલાવવામાં આવી રહી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

શાળાઓની આસપાસ જંકફૂડના વેચાણ પર પ્રતિબંધની માગ, કેન્ટીન માટે કડક SOP અને રજિસ્ટ્રેશન અનિવાર્ય કરવા શિક્ષણમંત્રીને પત્ર

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments