HomeAhmedabadProtest Erupts at Ahmedabad School: શીલજની સ્કૂલમાં બજરંગ દળનો વિરોધ, તાળા તોડી...

Protest Erupts at Ahmedabad School: શીલજની સ્કૂલમાં બજરંગ દળનો વિરોધ, તાળા તોડી પરિસરમાં પ્રવેશ

Protest Erupts at Ahmedabad School: અમદાવાદના શીલજ વિસ્તારમાં આવેલી આનંદ નિકેતન સ્કૂલમાં ધાર્મિક મુદ્દાને લઈને ભારે હોબાળો મચી ગયો છે. સ્કૂલમાં ધાર્મિક મુદ્દે વિવાદ સર્જાતા બજરંગ દળના કાર્યકરો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

Protest Erupts at Ahmedabad School: તાળા તોડીને પરિસરમાં પ્રવેશ અને પ્રાર્થના:

Protest Erupts at Ahmedabad School

 અહેવાલ મુજબ, બજરંગ દળના કાર્યકરો સ્કૂલના ગેટ પર પહોંચ્યા હતા અને ગેટના તાળા તોડીને સ્કૂલ પરિસરમાં પ્રવેશ કર્યો હતો. પરિસરમાં પ્રવેશ્યા બાદ કાર્યકરોએ સ્કૂલની અંદર જઈને પ્રાર્થના કરી હતી, જેના કારણે મામલો વધુ ગરમાયો હતો.

વિવાદનું કારણ:

આ સમગ્ર ઘટનાને પગલે સ્કૂલ પરિસરમાં તંગદિલીનું વાતાવરણ સર્જાયું હતું. આ સમગ્ર મામલો અગાઉ સ્કૂલમાં પ્રાર્થના અને ધાર્મિક પ્રવૃત્તિને લઈને ઊભા થયેલા વિવાદ સાથે જોડાયેલો હોવાનું જાણવા મળ્યું છે. બજરંગ દળના કાર્યકરોએ સ્કૂલના વલણ સામે વિરોધ નોંધીને કડક કાર્યવાહી કરવાની માગણી કરી હતી.

પોલીસ તંત્રની નજર:

ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો અને પરિસ્થિતિ પર નજર રાખવાનું શરૂ કર્યું હતું, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: સ્વતંત્રતા દિવસ પૂર્વે દિલ્હીમાં બોમ્બની ધમકીથી હાઈ એલર્ટ: અનેક મહત્વપૂર્ણ સ્થળો સુરક્ષા હેઠળ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments