HomeVideshFall of Assad Regime: સીરિયામાં પૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ-અસદ અને તેમના ભાઈને...

Fall of Assad Regime: સીરિયામાં પૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ-અસદ અને તેમના ભાઈને ફાંસીની સજા, લાખો લોકોના મોત માટે કોર્ટે ઠેરવ્યા દોષિત

Fall of Assad Regime: સીરિયામાં અસદ પરિવારના ૫૩ વર્ષીય શાસનના પતન બાદ એક મોટો ન્યાયિક અને historical ચુકાદો આવ્યો છે. સીરિયાની એક કોર્ટે દેશના પૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ-અસદ અને તેમના નાના ભાઈ માહેર અલ-અસદને ફાંસીની સજા સંભળાવી છે. ૧૪ વર્ષના લાંબા ગૃહયુદ્ધ દરમિયાન હજારો લોકોની હત્યા અને અત્યાચારના કેસોમાં બંનેને દોષિત ઠેરવવામાં આવ્યા છે. ડિસેમ્બર ૨૦૨૪માં સત્તા ગુમાવ્યા બાદ બંને ભાઈઓ રશિયા ભાગી ગયા હોવાથી તેમની ગેરહાજરીમાં આ સજા ફટકારવામાં આવી છે.

Fall of Assad Regime

Fall of Assad Regime: પિતરાઈ ભાઈ પાંજરામાં નજરે પડ્યો: અતીફ નજીબને પણ ફાંસી

મુખ્ય આરોપીઓ રશિયા ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા, પરંતુ બશર અલ-અસદના મામાના દીકરા અને સીરિયન સેનાના પૂર્વ બ્રિગેડિયર જનરલ અતીફ નજીબ ભાગી શક્યા ન હતા. જાન્યુઆરી ૨૦૨૫માં તેની ધરપકડ કરવામાં આવી હતી. મંગળવારે સુનાવણી દરમિયાન કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે કેદીના યુનિફોર્મમાં તેને પાંજરામાં કોર્ટમાં લાવવામાં આવ્યો હતો. કોર્ટે તેને પણ ફાંસીની સજા સંભળાવી છે. અતીફ નજીબ જ તે અધિકારી છે જેના આદેશથી ૨૦૧૧માં દારા પ્રાંતમાં પ્રદર્શનકારીઓ પર કડક કાર્યવાહી કરાઈ હતી અને આખો દેશ ગૃહયુદ્ધની આગમાં હોમાયો હતો.

Fall of Assad Regime

Fall of Assad Regime: ૧૪ વર્ષનું ગૃહયુદ્ધ અને ૫ લાખ લોકોના મોત

  • કેવી રીતે શરૂ થઈ શરૂઆત? માર્ચ ૨૦૧૧માં દારા શહેરમાં કેટલાક શાળાના બાળકોએ ‘આરબ સ્પ્રિંગ’થી પ્રેરિત થઈને દીવાલ પર સરકાર વિરુદ્ધ સૂત્રો લખ્યા હતા. પોલીસે બાળકોને પકડીને અમાનવીય યાતનાઓ આપી હતી, જેના વિરોધમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા.
  • સરકારના બળપ્રયોગ બાદ આ આંદોલને હિંસક રૂપ લીધું અને ૧૪ વર્ષ સુધી ચાલેલા આ ગૃહયુદ્ધમાં અંદાજે ૫ લાખ લોકોના મોત થયા, જ્યારે કરોડો લોકો શરણાર્થી બન્યા.
Fall of Assad Regime

Fall of Assad Regime: અસદ પરિવારના ૫૩ વર્ષીય શાસનનો અંત

રશિયા, ઈરાન અને હિઝબુલ્લાહના મજબૂત સમર્થનને કારણે અસદ સરકાર વર્ષો સુધી ટકી રહી હતી. પરંતુ ૨૦૨૪માં ઇઝરાયલના હુમલાઓથી હિઝબુલ્લાહ નબળું પડ્યું અને યુક્રેન યુદ્ધમાં વ્યસ્ત હોવાને કારણે રશિયા તરફથી પણ પૂરતી મદદ મળી શકી નહીં. આ તકનો લાભ ઉઠાવીને તુર્કી સમર્થિત વિદ્રોહીઓએ આક્રમણ કર્યું અને ૮ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ રાજધાની દમાસ્કસ પર કબજો જમાવી લીધો.

Fall of Assad Regime

આ સાથે જ ૧૯૭૧થી ચાલતો અસદ પરિવારનો તાનાશાહી શાસનકાળ સમેટાઈ ગયો અને પૂર્વ રાષ્ટ્રપતિ પરિવાર સાથે રશિયા ભાગી ગયા હતા. હાલ વિદ્રોહી નેતા અહેમદ અલ-શરાના નેતૃત્વમાં બનેલી નવી સરકારે અત્યાચારોની તપાસ શરૂ કરતા આ ઐતિહાસિક સજાનો ચુકાદો આવ્યો છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

સુરત સિવિલ હોસ્પિટલના તબીબો બન્યા દેવદૂત, છાતીમાં ૬ સેમી ઘૂસી હાર્ટ સુધી પહોંચેલી છરીનું સફળ ઓપરેશન કરી યુવકનો બચાવ્યો જીવ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments