HomeSuratMiraculous Surgery in Surat: સુરત સિવિલ હોસ્પિટલના તબીબો બન્યા દેવદૂત, છાતીમાં ૬...

Miraculous Surgery in Surat: સુરત સિવિલ હોસ્પિટલના તબીબો બન્યા દેવદૂત, છાતીમાં ૬ સેમી ઘૂસી હાર્ટ સુધી પહોંચેલી છરીનું સફળ ઓપરેશન કરી યુવકનો બચાવ્યો જીવ

Miraculous Surgery in Surat: સુરતની નવી સિવિલ હોસ્પિટલના તબીબોએ તબીબી દુનિયામાં એક વધુ ચમત્કાર સર્જ્યો છે. મહારાષ્ટ્રના નંદુરબારથી ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં લાવવામાં આવેલા ૪૦ વર્ષીય યુવકની છાતીમાં ૬ સેમી ઊંડે સુધી ખૂંપી ગયેલી છરી ફેફસાં અને હાર્ટના આવરણને ચીરીને અંદર પહોંચી ગઈ હતી. સિવિલના તબીબોની કુશળ ટીમે ૩ કલાક ચાલેલી અતિ જોખમી અને જટિલ સર્જરી સફળતાપૂર્વક પાર પાડીને યુવકનો જીવ બચાવી લીધો છે.

Miraculous Surgery in Surat

Miraculous Surgery in Surat: કેવી હતી ઘટના અને દર્દીની હાલત?

મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના નવાગામ પાંખરીના રહેવાસી ૪૦ વર્ષીય નિતેશ ગાવિતને ગંભીર ઈજાઓ સાથે ૧૦ ઓગસ્ટના રોજ સુરતની નવી સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. દર્દી જ્યારે હોસ્પિટલ પહોંચ્યા ત્યારે તેઓ આઘાતમાં હતા અને આ ઇજા કેવી રીતે થઈ તેની કોઈ સ્પષ્ટ માહિતી મળી શકી નહોતી. તબીબોએ સમય બગાડ્યા વિના પ્રાથમિક સારવાર આપી તાત્કાલિક ઓપરેશન થિયેટરમાં ખસેડ્યા હતા.

Miraculous Surgery in Surat

Miraculous Surgery in Surat: હૃદયના મેમ્બ્રેન સુધી પહોંચી હતી છરી

સુરત નવી સિવિલ હોસ્પિટલના સર્જન ડો. રોહન ગુપ્તાએ જણાવ્યું હતું કે, શાક સમારવાની છરી દર્દીની છાતીના ડાબા ભાગે અંદાજે ૫ થી ૬ સેન્ટીમીટર જેટલી ત્રાંસી અંદર ઘૂસી ગઈ હતી. છરીએ ફેફસાંમાં કટ પાડ્યો હતો અને હૃદયના ઉપરના આવરણ (મેમ્બ્રેન)ની સાવ નજીક પહોંચી ગઈ હતી, જેના કારણે હૃદય પર પણ સામાન્ય કટ લાગ્યો હતો. છાતીની અંદર ભારે માત્રામાં લોહી જામી જવાથી દર્દીનો જીવ અત્યંત જોખમમાં હતો.

Miraculous Surgery in Surat

Miraculous Surgery in Surat: ૩ કલાકની જટિલ સર્જરી અને સફળતા

ડોક્ટરોની ટીમે અત્યંત સાવચેતીપૂર્વક છરી બહાર કાઢી હતી, અંદર જામેલું લોહી દૂર કર્યું હતું અને ફેફસાં પરના કટ પર ટાંકા લીધા હતા. ૩ કલાકની ભારે જહેમત બાદ ઓપરેશન સંપૂર્ણપણે સફળ રહ્યું હતું.

સફળ ઓપરેશન બાદ દર્દીની તબિયતમાં સુધારો થતાં તેને જનરલ વોર્ડમાં ખસેડવામાં આવ્યો છે. હાલ દર્દી સંપૂર્ણ સ્વસ્થ છે, જેને પગલે પરિવારજનોએ સિવિલ હોસ્પિટલના તબીબોનો આભાર માન્યો હતો.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

સુરત પોલીસનું મોટું ઓપરેશન, PNB Oneના નામે APK ફાઈલ મોકલી 125 કરોડનું ફ્રોડ કરનાર જામતારા ગેંગ પટનાથી ઝડપાઈ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments