HomeGujaratVidhan Sabha Oath Taking: માંજલપુરના નવનિર્વાચિત ધારાસભ્ય સતીષભાઈ પટેલે લીધા શપથ; વિધાનસભા...

Vidhan Sabha Oath Taking: માંજલપુરના નવનિર્વાચિત ધારાસભ્ય સતીષભાઈ પટેલે લીધા શપથ; વિધાનસભા અધ્યક્ષે લેવડાવ્યા પદ અને ગોપનીયતાના શપથ

Vidhan Sabha Oath Taking: માજલપુર વિધાનસભા બેઠકની તાજેતરમાં યોજાયેલી પેટાચૂંટણીમાં ભવ્ય વિજય મેળવનાર નવનિર્વાચિત ધારાસભ્ય સતીષભાઈ પટેલે આજે ગાંધીનગર ખાતે વિધાનસભાના સભ્ય તરીકે સત્તાવાર રીતે શપથ ગ્રહણ કર્યા હતા.

Vidhan Sabha Oath Taking:  મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં શપથવિધિ સંપન્ન

Vidhan Sabha Oath Taking

વિધાનસભા ગૃહ ખાતે યોજાયેલા આ મહત્વપૂર્ણ શપથવિધિ સમારોહમાં વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં સતીષભાઈ પટેલને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા.

Vidhan Sabha Oath Taking

આ પ્રસંગે રાજ્યના મંત્રીમંડળ અને સંગઠનના અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલ તેમજ મંત્રીમંડળના અન્ય સભ્યો અને ધારાસભ્યોએ હાજરી આપી નવા ધારાસભ્યને આવકાર્યા હતા.

Vidhan Sabha Oath Taking: મહાનુભાવો દ્વારા શુભેચ્છાઓનો પ્રવાહ

Vidhan Sabha Oath Taking

શપથ ગ્રહણ પૂર્ણ થયા બાદ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના ઉપસ્થિત તમામ મહાનુભાવોએ સતીષભાઈ પટેલને પુષ્પગુચ્છ અર્પણ કરી અભિનંદન પાઠવ્યા હતા અને તેમના આગામી જનસેવાના કાર્યકાળ માટે ઉત્તરોત્તર પ્રગતિની શુભકામનાઓ પાઠવી હતી.

BYTE – સતીષ પટેલ (નવનિર્વાચિત ધારાસભ્ય, માંજલપુર): “માંજલપુર વિસ્તારની જનતાએ મારા પર જે વિશ્વાસ મૂક્યો છે, તેને સાર્થક કરવા માટે હું હંમેશા કટિબદ્ધ રહીશ. જનતાના પ્રશ્નોના નિરાકરણ અને વિકાસના કાર્યોને અગ્રતા આપીને લોકસેવા કરીશ.”

Vidhan Sabha Oath Taking

BYTE – જીતુ વાઘાણી (મંત્રી): “માંજલપુર બેઠક પરથી વિજય મેળવીને વિધાનસભામાં આવેલા સતીષભાઈ પટેલ જનતાના પ્રશ્નોને વાચા આપવામાં અને સરકારની યોજનાઓ જન-જન સુધી પહોંચાડવામાં સક્રિય ભૂમિકા ભજવશે તેવી મને પૂરી શ્રદ્ધા છે.”

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: ગેરકાયદેસર બાંધકામો સામે તંત્રની ઢીલી નીતિથી આક્ષેપ; જાગૃત નાગરિક મનીષ મારકણા કલેક્ટર કચેરી સામે બેઠા ભૂખ હડતાળ પર

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments