Mid-Air Nightmare: તમે પ્લેનમાં બેસો છો, ત્યારે ફ્લાઇટ એટેન્ડન્ટનો અવાજ કાને પડે છે—“કૃપા કરીને તમારા સીટબેલ્ટ બાંધી રાખો.” આ એક એવી સામાન્ય સૂચના છે જેને આપણે ઘણીવાર હળવાશથી લઈ લઈએ છીએ. પરંતુ, થાઈલેન્ડના ફુકેટથી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં આ શબ્દો કોઈ કાળના ભયાનક પડઘા જેવા સાબિત થયા. જો કોઈ મુસાફર તે ક્ષણે તે પ્લેનની અંદર હોત, તો છાતીના ધબકારા પણ થંભી ગયા હોત!

Mid-Air Nightmare: જ્યારે આકાશ બન્યું રોલરકોસ્ટર
વિમાન સામાન્ય ઊંચાઈ પર ઉડી રહ્યું હતું કે અચાનક જ એવું કંઈ થયું કે જેણે આખી ફ્લાઈટને હચમચાવી નાખી. એક ગંભીર અને ખતરનાક ટર્બ્યુલન્સ વચ્ચે વિમાન અચાનક 300 ફૂટ નીચે આવ્યું. આ કોઈ સામાન્ય આંચકો નહોતો; આ એક એવી પળ હતી જ્યાં પ્લેન હવામાંથી અચાનક નીચે તૂક્યું અને મુસાફરો પોતાની સીટો પરથી ઉછળીને સીધા કેબિનની છત સાથે અથડાવા લાગ્યા.
જેમણે સીટબેલ્ટ નહોતા બાંધ્યા, તેઓ હવામાં ફૂટબોલની જેમ ફંગોળાઈ રહ્યા હતા. સામાન મૂકવાના ખાનાના દરવાજા તૂટીને નીચે લટકી ગયા હતા અને ભારે સામાન સીધો મુસાફરો પર પડ્યો હતો. કેબિનની અંદર ચારેકોર તૂટેલા પેનલ્સ અને વેરાયેલા સામાન સાથે અફરાતફરી મચી ગઈ હતી. એર હોસ્ટેસ, જેઓ હંમેશાં કટોકટીમાં શાંત રહેવા તાલીમ પામેલા હોય છે, તેઓ પણ ડરના માર્યે જોર-જોરથી ચીસો પાડી રહી હતી અને ધ્રૂજતા અવાજે આજીજી કરી રહી હતી—“પ્લીઝ, સીટબેલ્ટ બાંધી રાખો! કોઈ પોતાની સીટ પરથી ઊભું ન થાય!”
Mid-Air Nightmare: પ્રવાસીઓની નજરે: “એ બે કલાક મારા જીવનના સૌથી લાંબા હતા”
આ નરક જેવા બે કલાકમાંથી હેમખેમ બહાર આવેલા પ્રવાસી મિનચેને, જેમણે આ ભયાનક વીડિયો પોતાના કેમેરામાં કેદ કર્યો છે, તેમણે રડતા-રડતા કહ્યું: “એ મારા જીવનના સૌથી ખરાબ બે કલાકો હતા. મેં મારી નજરે લોકોને હવામાં ફંગોળાતા, માથાના ભાગે ગંભીર ઈજાઓ પામતા અને લોહીથી લથપથ થતા જોયા છે. એક ક્ષણ માટે મને લાગ્યું કે આજે આપણો અંત નક્કી છે.”
અન્ય એક પ્રવાસીએ જણાવ્યું કે તેમના વૃદ્ધ પિતા પ્લેન નીચે પટકાતા હવામાં ફંગોળાઈને સીધા વિમાનની લોખંડની છત સાથે ભટકાયા હતા. આ ભયાનક આંચકામાં તેમની પત્ની અને બે વર્ષની માસૂમ પુત્રી પણ ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ હતી.
Mid-Air Nightmare: ટર્બ્યુલન્સ એટલે શું અને તે કેટલું જોખમી છે?
વિમાનમાં ટર્બ્યુલન્સનો અર્થ થાય છે હવાના પ્રવાહમાં અવરોધ આવવો, જેના કારણે વિમાન ડોલવા લાગે છે અને અનિયમિત વર્ટિકલ મોશનમાં જતું રહે છે. આનાથી એવું લાગે છે જાણે કાર કોઈ ખાડાટેકરાવાળા રસ્તા પર ચાલી રહી હોય.
Mid-Air Nightmare: ટર્બ્યુલન્સના પ્રકાર:
- હળવું ટર્બ્યુલન્સ: વિમાન 1 મીટર સુધી ઉપર-નીચે થાય છે.
- મધ્યમ ટર્બ્યુલન્સ: વિમાન 3 થી 6 મીટર સુધી ઉપર-નીચે થાય છે (ડ્રિંક ઢોળાઈ શકે છે).
- ગંભીર ટર્બ્યુલન્સ: વિમાન 30 મીટર સુધી ઉપર-નીચે થાય છે. સીટબેલ્ટ ન હોય તો પેસેન્જર ઉછળીને પડી શકે છે.
આધુનિક તકનીક અને કડક તાલીમને કારણે આજકાલ પ્લેન સુરક્ષિત રહે છે અને મોટાભાગના ટર્બ્યુલન્સનો સામનો કરી શકે છે, પરંતુ ભૂતકાળમાં 1994, 1999 અને 2001 જેવા વર્ષોમાં વાવાઝોડા અને ટર્બ્યુલન્સને કારણે ગંભીર વિમાન દુર્ઘટનાઓ પણ સર્જાઈ ચૂકી છે. આ ઘટના ફરી એકવાર સાબિત કરે છે કે ફ્લાઈટ દરમિયાન ‘સીટબેલ્ટ’ માત્ર એક ઔપચારિકતા નથી, પરંતુ જીવન રક્ષક કવચ છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો
PM મોદીની નવનિર્વાચિત સાંસદોને ખાસ ટિપ્સ