Delhi Press Meet Turns Chaotic: બિહારના પૂર્ણિયાથી અપક્ષ સાંસદ પપ્પુ યાદવની મુશ્કેલીઓ દિન-પ્રતિદિન વધતી જતી જોવા મળી રહી છે. દિલ્હી સ્થિત તેમના નિવાસસ્થાને એક પ્રેસ કોન્ફરન્સ ચાલી રહી હતી, તે દરમિયાન અચાનક એક અજાણ્યો શખ્સ ચાકુ લઈને ઘૂસી આવ્યો હતો અને તેમના પર જૂતું ફેંક્યું હતું. આ ઘટના બાદ તાત્કાલિક સ્થિતિ તણાવપૂર્ણ બની ગઈ હતી અને પપ્પુ યાદવના સમર્થકોએ તે હુમલાખોરને ઝડપી લઈને ઢોર માર માર્યો હતો. બાદમાં તેને પોલીસને સોંપવામાં આવ્યો હતો, જ્યાં તેની વિરુદ્ધ એફઆઈઆર (FIR) નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ હુમલા અંગે પપ્પુ યાદવે આક્ષેપ કર્યો છે કે કેટલાક લોકો ખુલ્લેઆમ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યા છે અને માથું લાવનારને ઈનામ આપવાની વાતો કરી રહ્યા છે.

Delhi Press Meet Turns Chaotic: સંસદ પરિસરમાં રામ મંદિર દાન ચોરીનું નાટક અને FIR
આ સમગ્ર વિવાદની શરૂઆત 31 જુલાઈએ સંસદના ચોમાસુ સત્ર દરમિયાન થઈ હતી. પપ્પુ યાદવે અયોધ્યાના રામ મંદિરમાં દાનની રકમમાં ગેરરીતિના આક્ષેપો સાથે અનોખો વિરોધ પ્રદર્શન કર્યો હતો. તેઓ ભગવા વસ્ત્રો અને સાધુના વેશમાં સંસદ ભવન પહોંચ્યા હતા અને સાથે દાનપેટી પણ રાખી હતી. આ પ્રદર્શન દરમિયાન તેમણે પૂજારી બનીને નાટક ભજવ્યું હતું અને સાંસદો પાસેથી દાન લીધું હતું, જેમાં લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ તેમને પૈસા આપ્યા હતા. સંતો અને હિંદુવાદી સંગઠનોએ આ પ્રદર્શનને ‘સનાતન ધર્મનું અપમાન’ ગણાવ્યું હતું. આ મામલે વારાણસીમાં રાહુલ ગાંધી, પપ્પુ યાદવ અને અવધેશ પ્રસાદ વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે.

Delhi Press Meet Turns Chaotic: માથું લાવનારને 51 લાખનું ઈનામ!
આ વિવાદ વણસતા લખનઉમાં સનાતન રક્ષા સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ અનુરોધ રાયે ઉગ્ર ચેતવણી આપી હતી. તેમણે પપ્પુ યાદવ વિરુદ્ધ આકરા શબ્દો વાપરતા જાહેરાત કરી હતી કે, જો પપ્પુ યાદવ અને અન્ય નેતાઓ માફી નહીં માંગે તો પરિણામ ગંભીર આવશે. એટલું જ નહીં, પપ્પુ યાદવનું માથું કાપીને લાવનાર વ્યક્તિને 51 લાખ રૂપિયાનું ઈનામ આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે, જેના કારણે રાજકારણ અને સુરક્ષા વ્યવસ્થા બંને ગરમાયા છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો
અમદાવાદમાં નકલી દારૂની ફેક્ટરી ઝડપાઈ