HomeVideshMiddle East Crisis Escalates: અમેરિકા-ઇઝરાયલ ગમે ત્યારે ઈરાન પર કરશે મોટો હુમલો!...

Middle East Crisis Escalates: અમેરિકા-ઇઝરાયલ ગમે ત્યારે ઈરાન પર કરશે મોટો હુમલો! વીજ પ્લાન્ટ અને રિફાઇનરીઓ ટાર્ગેટ પર; ટ્રમ્પે કહ્યું- “વિશ્વાસ ખતમ થયો”

Middle East Crisis Escalates: અમેરિકા અને ઇઝરાયલ હવે ઈરાનના ઊર્જા માળખા પર મોટા સૈન્ય હુમલાની તૈયારી કરી રહ્યા છે. સીબીએસ ન્યૂઝના રિપોર્ટ મુજબ, આ અઠવાડિયે ઈરાનના વીજળી પ્લાન્ટ્સ અને તેલ રિફાઇનરીઓને નિશાન બનાવવામાં આવી શકે છે.

Middle East Crisis Escalates

Middle East Crisis Escalates: ટ્રમ્પે કેબિનેટ બેઠકમાં આપી ચેતવણી

શુક્રવારે કેમ્પ ડેવિડમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય કેબિનેટ બેઠકમાં આ સૈન્ય યોજના પર ચર્ચા કરવામાં આવી હતી. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “હવે અમને ઈરાન પર જરાય ભરોસો નથી રહ્યો, કારણ કે તેઓ જૂઠું બોલે છે અને વારંવાર પોતાના વાયદા તોડી નાખે છે. અમે ઈરાન પર ખૂબ જ જોરદાર હુમલો કરીશું.” બીજી તરફ, વોલ સ્ટ્રીટ જર્નલ (WSJ) ના દાવા મુજબ ટ્રમ્પે સૈન્યને આ સપ્તાહના અંત સુધીમાં હુમલાની તૈયારી કરવા આદેશ આપ્યા છે.

જવાબમાં ઈરાનના વરિષ્ઠ અધિકારીઓએ ચેતવણી આપી છે કે જો અમેરિકા હુમલો કરશે તો અમેરિકા અને ઇઝરાયલના મહત્વના સૈન્ય ઠેકાણાઓને પૂરી તૈયારી સાથે નેસ્તનાબૂદ કરવામાં આવશે.

Middle East Crisis Escalates: ઈરાન યુદ્ધના 4 મોટા અપડેટ્સ:

  1. જયશંકરની કડક ભૂમિકા: ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી સાથે ફોન પર વાતચીત કરી અને ભારપૂર્વક જણાવ્યું કે કોઈપણ સંજોગોમાં વેપારી જહાજો અને નાવિકોને નિશાન ન બનાવવા જોઈએ.
  2. ૧૬ ભારતીયોના મોત: પશ્ચિમ એશિયાના આ સંઘર્ષમાં અત્યાર સુધીમાં 10 નાવિકો સહિત કુલ 16 ભારતીય નાગરિકોના મોત થયા છે, જેની સરકારે સંસદમાં પુષ્ટિ કરી છે.
  3. પેન્ટાગોન દ્વારા ફંડની માંગ: અમેરિકી રક્ષણ વિભાગ (પેન્ટાગોન) એ યુદ્ધમાં વપરાયેલી મિસાઈલોનો ભંડાર ભરવા માટે 18.2 અબજ ડોલર (લગભગ 1.59 લાખ કરોડ રૂપિયા) ના તાત્કાલિક ભંડોળની માંગણી કરી છે.
  4. IRGC સભ્યોના મૃતદેહ પરત: ઈરાકમાં તાજેતરના હુમલાઓમાં માર્યા ગયેલા IRGC (ઈસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ) ના પાંચ સભ્યોના મૃતદેહ શુક્રવારે ઈરાન પહોંચ્યા છે.

Middle East Crisis Escalates: દરિયાઈ વેપાર અને ઓઈલ સપ્લાય પર ગંભીર અસર

  • ઓઈલ ટેન્કર પર હુમલો: ઓમાનના લીમા કિનારે એક ઓઈલ ટેન્કર પર અજાણ્યા પ્રોજેક્ટાઇલથી હુમલો થયો છે, જેનાથી જહાજના એન્જિન રૂમને ભારે નુકસાન પહોંચ્યું છે.
  • હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોની અવરજવર 77% ઘટી: શિપ ટ્રેકિંગ કંપની Kplerના જણાવ્યા અનુસાર, તણાવને કારણે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજોની સંખ્યા એક જ દિવસમાં 22 થી ઘટીને માત્ર 5 પર પહોંચી ગઈ છે.
  • ઈરાનની ચેતવણી: ઈરાનની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદે ચેતવણી આપી છે કે જો દક્ષિણ બંદરોની નાકાબંધી નહીં અટકે તો વૈશ્વિક ઓઈલ સપ્લાય ખોરવાઈ જશે અને હોર્મુઝ સ્ટ્રેટ પર નિયંત્રણ વધુ કડક કરવામાં આવશે.

બીજી બાજુ, હૂતી વિદ્રોહીઓએ સ્પષ્ટ કર્યું છે કે બાબ અલ-મંદેબ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજો પાસેથી કોઈ ફી લેવામાં નહીં આવે અને પ્રતિબંધિત ન હોય તેવા જહાજો સુરક્ષિત રીતે અવરજવર કરી શકશે. તેહરાનના આઝાદી સ્ક્વેર પર સરકારના સમર્થનમાં સતત 153મી રાત્રે પણ વિશાળ રેલીઓ યોજાઈ હતી.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

તારાપુર ચોકડી પાસે ગમખ્વાર અકસ્માત: કેબિનમાં ફસાયેલા આઇસર ડ્રાઇવરને ફાયર ટીમે હાઇડ્રોલિક કટરથી સફળતાપૂર્વક જીવિત બહાર કાઢ્યો

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments