HomeGujaratTarapur Chowkdi Accident:  તારાપુર ચોકડી પાસે ગમખ્વાર અકસ્માત: કેબિનમાં ફસાયેલા આઇસર ડ્રાઇવરને...

Tarapur Chowkdi Accident:  તારાપુર ચોકડી પાસે ગમખ્વાર અકસ્માત: કેબિનમાં ફસાયેલા આઇસર ડ્રાઇવરને ફાયર ટીમે હાઇડ્રોલિક કટરથી સફળતાપૂર્વક જીવિત બહાર કાઢ્યો

Tarapur Chowkdi Accident: આજે વહેલી સવારે આણંદ જિલ્લાના તારાપુર ચોકડી નજીક એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. રાજકોટથી વડોદરા તરફ જતી આઇસર ટ્રક આગળ જઈ રહેલા એક બ્રેકડાઉન થયેલા ટેન્કર પાછળ ધડાકાભેર અથડાતાં ટ્રકનો ડ્રાઇવર કેબિનમાં જ ગંભીર રીતે ફસાઈ ગયો હતો.

Tarapur Chowkdi Accident:  112 કંટ્રોલ રૂમ દ્વારા મળી માહિતી

આજે સવારે અંદાજે 5:15 કલાકે 112 કંટ્રોલ રૂમ મારફતે કરમસદ-આણંદ ફાયર એન્ડ ઇમર્જન્સી સર્વિસીસને અકસ્માત અંગેનો કોલ મળ્યો હતો. માહિતી મળતા જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી.

Tarapur Chowkdi Accident: આધુનિક સાધનો અને હાઇડ્રોલિક કટરથી રેસ્ક્યૂ

Tarapur Chowkdi Accident

ચીફ ફાયર ઓફિસર શ્રી ધર્મેશ ગોરના માર્ગદર્શન હેઠળ સબ ઓફિસર હિંમત ભુરીયા, લીડિંગ ફાયરમેન પ્રદીપ પરમાર, ફાયર ડ્રાઇવર અવિનાશ પરમાર તેમજ ફાયરમેન નરેશ ચરપોટ, કૌશિક દેવધા અને પ્રવીણ પરમારની ટીમે તાત્કાલિક મોરચો સંભાળ્યો હતો.

ફાયર જવાનોએ હાઇડ્રોલિક કટર સહિતના આધુનિક રેસ્ક્યૂ સાધનોની મદદથી ભારે જહેમત બાદ ટ્રકનું પતલું કાપીને કેબિનમાં ફસાયેલા ડ્રાઇવર જયેશભાઈ ગોહિલને સુરક્ષિત રીતે જીવિત બહાર કાઢ્યા હતા.

હોસ્પિટલમાં ખસેડાયા

Tarapur Chowkdi Accident

ડ્રાઇવરને બહાર કાઢ્યા બાદ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ફાયર વિભાગની સમયસરની સચોટ કામગીરી અને કુશળતાને કારણે ડ્રાઇવરનો આબાદ બચાવ થયો હતો અને સદનસીબે મોટો જાન અટક્યો હતો.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: સુમનદીપ વિદ્યાપીઠની લક્ષ્મી હોસ્ટેલમાં પાણી ભરાતા 150થી વધુ વિદ્યાર્થીઓ ફસાયા; મધ્યરાત્રિએ કરાયું સફળ રેસ્ક્યૂ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments