HomeDeshTourists Kidnapped in Thailand: થાઈલેન્ડમાં સસ્તા ટૂર પેકેજની લાલચે ગયેલા 3 ભારતીય...

Tourists Kidnapped in Thailand: થાઈલેન્ડમાં સસ્તા ટૂર પેકેજની લાલચે ગયેલા 3 ભારતીય યુવકોનું અપહરણ: પાકિસ્તાની માસ્ટરમાઈન્ડના ઈશારે 1.20 કરોડની ખંડણી માંગનાર 5 ઝડપાયા

Tourists Kidnapped in Thailand: થાઈલેન્ડમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં સસ્તા ટૂર પેકેજની લાલચમાં ફસાઈને ગયેલા ત્રણ ભારતીય પ્રવાસીઓનું અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણકર્તાઓએ ત્રણેય યુવકોના પરિવારો પાસેથી કુલ 1.20 કરોડ રૂપિયાની ખંડણી (દરેક પર 40-40 લાખ) માગી હતી. થાઈલેન્ડ પોલીસે સમયસૂચકતા વાપરીને દરોડો પાડીને તમામ પીડિતોને હેમખેમ મુક્ત કરાવ્યા છે અને આ કેસમાં પાંચ ભારતીય નાગરિકોની ધરપકડ કરી છે.

Tourists Kidnapped in Thailand: કેવી રીતે ફસાઈ ગયા યુવકો?

Tourists Kidnapped in Thailand

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પીડિતોની ઓળખ મોહિત (23), આશિષ (24) અને હિમાંશુ (20) તરીકે થઈ છે. આરોપીઓએ તેમને 7 દિવસના ખૂબ જ સસ્તા ટૂર પેકેજની લાલચ આપીને થાઈલેન્ડના પ્રખ્યાત પ્રવાસી સ્થળ પતાયા બોલાવ્યા હતા.

જેવા યુવકો પતાયા પહોંચ્યા કે તરત જ તેમને એક ગુપ્ત ઘરમાં બંધક બનાવી લેવામાં આવ્યા હતા.

Tourists Kidnapped in Thailand: અપહરણકારોની ઘાતકી ક્રૂરતા:

Tourists Kidnapped in Thailand

પીડિતોએ પોલીસને આપેલી આપવીતીમાં જણાવ્યું કે તેમને દિવસો સુધી ભૂખ્યા રાખવામાં આવ્યા હતા. તેમના હાથ-પગ બાંધીને ઊંધા લટકાવીને નિર્દયતાથી માર મારવામાં આવતો હતો.

સૌથી ચોંકાવનારી વાત એ છે કે, પરિવાર પર દબાણ વધારવા માટે આરોપીઓ પીડિતોના શરીર પર લાલ સ્પ્રે પેઇન્ટ છાંટી દેતા હતા, જેથી વિડિયો કોલ દરમિયાન પરિવારને એવું લાગે કે યુવકોને ગંભીર ઈજાઓ થઈ છે અને તેમના શરીરમાંથી લોહી વહી રહ્યું છે.

Tourists Kidnapped in Thailand: દુબઈથી ચાલતો હતો ખેલ, પાકિસ્તાની માસ્ટરમાઈન્ડ સંડોવાયેલો

Tourists Kidnapped in Thailand

થાઈલેન્ડ પોલીસની પૂછપરછમાં પકડાયેલા આરોપીઓની ઓળખ અવતાર સિંહ, જગજીત સિંહ, રંભાલક કુમાર, સુખબીર સિંહ અને કુલરા સિંહ તરીકે થઈ છે.

આરોપીઓએ ખુલાસો કર્યો છે કે તેઓ છેલ્લા એક મહિનાથી ચેટ એપ્લિકેશન દ્વારા દુબઈમાં બેઠેલા એક પાકિસ્તાની નાગરિકના સંપર્કમાં હતા. આ સમગ્ર અપહરણનું કાવતરું તે પાકિસ્તાની માસ્ટરમાઈન્ડના ઈશારે જ રચવામાં આવ્યું હતું. ખંડણીની રકમ ક્રિપ્ટોકરન્સી દ્વારા વસૂલવાની યોજના હતી અને બદલામાં આરોપીઓને રોકડ, કિંમતી સામાન અને થાઈલેન્ડ છોડવા માટે ફ્લાઈટની ટિકિટોનું વચન અપાયું હતું.

ભારતીય દૂતાવાસની સક્રિયતાથી મળી મુક્તિ:

જ્યારે પરિવારજનો પર ખંડણી માટે સતત દબાણ વધ્યું, ત્યારે તેમણે ભારતીય દૂતાવાસનો સંપર્ક કર્યો. દૂતાવાસે તાત્કાલિક કાર્યવાહી કરીને 21 જુલાઈએ ચોનબુરી ઇમિગ્રેશન પોલીસ અને પતાયા પોલીસને એલર્ટ કરી. પોલીસે સીસીટીવી ફૂટેજ અને ગુપ્ત માહિતીના આધારે પતાયાના એક ટાઉનહાઉસ પર દરોડો પાડ્યો હતો. જ્યાંથી ત્રણેય યુવકો મોં પર ટેપ લગાવેલી હાલતમાં મળી આવ્યા હતા.

પોલીસ તપાસમાં એ પણ ખુલાસો થયો છે કે આ પહેલા પણ આ જ ગેંગ દ્વારા અન્ય એક ભારતીય પ્રવાસીનું અપહરણ કરવામાં આવ્યું હતું, જેને 30 લાખ રૂપિયાની ખંડણી લીધા બાદ છોડવામાં આવ્યો હતો. હાલ પોલીસે મુખ્ય સૂત્રધાર અને અન્ય ફરાર શંકાસ્પદોની શોધખોળ શરૂ કરી છે.

શા માટે ક્રિપ્ટોકરન્સીમાં માંગવામાં આવે છે ખંડણી?

ગુનેગારો હવે ખંડણી માટે બેંક ટ્રાન્સફરને બદલે ક્રિપ્ટોકરન્સી કેમ પસંદ કરે છે, તેના મુખ્ય બે કારણો છે:

  1. ઓળખ છુપાવવી સરળ: બેંક ખાતું ખોલવા માટે સત્તાવાર ID ની જરૂર પડે છે, જેથી પોલીસ તુરંત પકડી શકે. પરંતુ ક્રિપ્ટો વોલેટ માટે કોઈ નામ કે દસ્તાવેજની જરૂર નથી હોતી, તે માત્ર એક રેન્ડમ કોડ હોય છે.
  2. બેંક કે સરકારનું કોઈ નિયંત્રણ નહીં: બેંક ટ્રાન્સફરને ફ્રીઝ કરી શકાય છે, પરંતુ ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શન પર દુનિયાની કોઈ બેંક કે સરકારનો કંટ્રોલ હોતો નથી. એકવાર ટ્રાન્સફર થઈ જાય પછી રકમ પાછી મેળવવી અશક્ય બને છે.

આ પણ વાંચો :રાધનપુરમાં અનરાધાર વરસાદથી તારાજી; હજારો વીઘામાં વાવેતર નિષ્ફળ જતાં ખેડૂતો પાયમાલ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments