Major Crackdown on Terror Networks: દેશ વિરોધી પ્રવૃત્તિઓ અને સરહદ પારથી સંચાલિત આતંકવાદી નેટવર્કને નેસ્તનાબૂદ કરવા માટે કેન્દ્ર સરકારે વધુ એક મોટો નિર્ણય લીધો છે. ગૃહ મંત્રાલયે શનિવારે ગેરકાનૂની પ્રવૃત્તિઓ અટકાવવાનો કાયદો (UAPA) હેઠળ વધુ 23 લોકોને સત્તાવાર રીતે ‘આતંકવાદી’ જાહેર કર્યા છે. આ તમામ વ્યક્તિઓ જૈશ-એ-મોહમ્મદ (JeM), લશ્કર-એ-તૈયબા (LeT), ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) અને જમાત-ઉદ-દાવા (JuD) જેવા ખતરનાક અને પ્રતિબંધિત આતંકવાદી સંગઠનો સાથે સીધા જોડાયેલા છે.
નવી યાદી જાહેર થયા બાદ હવે ભારતમાં વ્યક્તિગત રીતે ‘આતંકવાદી’ જાહેર કરાયેલા ગુનેગારોની કુલ સંખ્યા વધીને 80 થઈ ગઈ છે.
Major Crackdown on Terror Networks: મોસ્ટ વોન્ટેડ લિસ્ટનું ગણિત: 17 પાકિસ્તાની અને 6 જમ્મુ-કાશ્મીરના રહેવાસી
સરકાર દ્વારા જે 23 આતંકીઓના નામ જાહેર કરાયા છે, તેમાંથી મોટાભાગના સરહદ પારથી ભારત વિરુદ્ધ ષડયંત્ર રચી રહ્યા છે:
- જમ્મુ-કાશ્મીર: 6 આતંકીઓ મૂળ જમ્મુ-કાશ્મીરના નિવાસી છે.
- પાકિસ્તાન: 17 આતંકીઓ પાકિસ્તાનના રહેવાસી છે, જેમાંથી 7 પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં અને 10 પાકિસ્તાનના અન્ય શહેરોમાં આશ્રય લઈ રહ્યા છે.
શું છે આ લોકોના ગુના?
સરકારી જાહેરનામા અનુસાર, આ તમામ લોકો ભારતમાં આતંકીઓની નવી ભરતી કરવા, સરહદ પારથી ઘૂસણખોરી કરાવવા, લોહિયાળ આતંકી હુમલાઓનું કાવતરું ઘડવા, ટેરર ફંડિંગ (આતંક માટે પૈસા એકઠા કરવા) અને સરહદ પર હથિયારો તથા ડ્રગ્સ પહોંચાડવાના કાળા કારોબારમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે.
Major Crackdown on Terror Networks: નગરોટા અને સુનજવાં આર્મી કેમ્પ હુમલાના કાવતરાખોરો સામેલ
આ યાદીમાં સામેલ જૈશ અને TRFના કેટલાક આતંકીઓ ભારતીય સેના પર થયેલા મોટા હુમલાઓમાં સીધા જવાબદાર છે:
- 2016 નગરોટા હુમલો: 29 નવેમ્બર 2016ના રોજ જમ્મુના નગરોટા આર્મી કેમ્પ પર સેનાના ગણવેશમાં આવેલા જૈશ-એ-મોહમ્મદના આતંકીઓએ હુમલો કર્યો હતો, જેમાં દેશના 7 જવાનો શહીદ થયા હતા. આ હુમલાના માસ્ટરમાઇન્ડ આ યાદીમાં છે.
- 2022 સુનજવાં હુમલો: 22 એપ્રિલ 2022ના રોજ જમ્મુના સુનજવાંમાં CISF ના જવાનોની બસ પર ઘાતકી હુમલો કરાયો હતો, જેમાં એક જવાન શહીદ થયા હતા. આ હુમલાની જવાબદારી સ્વીકારનાર TRFના આકાઓ વિરુદ્ધ પણ હવે ગાળિયો કસાયો છે.
Major Crackdown on Terror Networks: પ્રશ્ન-જવાબ: સમજો, કોઈ વ્યક્તિને ‘આતંકવાદી’ જાહેર કરવાના કાયદાકીય અર્થ
પ્રશ્ન: સરકાર કયા કાયદા હેઠળ કોઈ વ્યક્તિને આતંકવાદી જાહેર કરે છે?
જવાબ: ભારત સરકાર UAPA (અનલોફુલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ, 1967) હેઠળ આ કાર્યવાહી કરે છે. વર્ષ 2019માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ કાયદામાં મોટો સુધારો કરવામાં આવ્યો હતો. આ સુધારા પહેલાં માત્ર ‘સંગઠનો’ પર પ્રતિબંધ લગાવી શકાતો હતો, પણ હવે સરકાર કોઈ ‘વ્યક્તિગત ગુનેગાર’ને પણ આતંકવાદી જાહેર કરી શકે છે.
સવાલ: આ અધિકાર કોની પાસે છે અને નામ ક્યાં ઉમેરાય છે?
જવાબ: આ સર્વોચ્ચ અધિકાર કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય પાસે છે. ગૃહ મંત્રાલય ગેઝેટ નોટિફિકેશન બહાર પાડીને તે વ્યક્તિનું નામ UAPAની ચોથી અનુસૂચિ (Fourth Schedule) માં ઉમેરે છે.
સવાલ: આતંકવાદી જાહેર થયા પછી શું કડક પગલાં લેવાય છે?
જવાબ: એકવાર નામ આ યાદીમાં આવ્યા પછી તે વ્યક્તિ વિરુદ્ધ વૈશ્વિક સ્તરે અને સ્થાનિક સ્તરે કાયદેસરની કાર્યવાહી ખૂબ ઝડપી બને છે. તેની તમામ પ્રકારની ચલ-અચલ સંપત્તિઓ જપ્ત અથવા ફ્રીઝ કરી શકાય છે. તેના બેંક ખાતાઓ અને નાણાકીય વ્યવહારો પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવે છે અને ઇન્ટરપોલ જેવી સંસ્થાઓની મદદ લેવી સરળ બને છે.
સવાલ: શું આ નિર્ણયને કોર્ટમાં પડકારી શકાય?
જવાબ: હા, કાયદા મુજબ સંબંધિત વ્યક્તિ કેન્દ્ર સરકાર સમક્ષ પોતાનું નામ હટાવવા અરજી કરી શકે છે. જો ત્યાંથી માંગ ફગાવી દેવાય, તો રિવ્યુ કમિટી અને ત્યારબાદ હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં જઈ શકાય છે. જો કે, પાકિસ્તાનથી ઓપરેટ કરતા આતંકીઓના કિસ્સામાં આ પ્રક્રિયા માત્ર કાગળ પર જ રહે છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો




