Emotional Farewell: સુરત પોલીસ કમિશનર તરીકે પ્રશંસનીય કામગીરી કરનાર આઈપીએસ અધિકારી અનુપમસિંહ ગેહલોતની બદલી થતાં તેમને સુરત પોલીસ વિભાગ દ્વારા ભારે હૈયે ભાવભીની વિદાય આપવામાં આવી હતી. કાયદો અને વ્યવસ્થા જાળવવાની સાથે લોકોના પ્રશ્નોને હંમેશા પ્રાથમિકતા આપનારા એક કાર્યક્ષમ અને સંવેદનશીલ અધિકારીની વિદાયથી સમગ્ર પોલીસ બેડામાં અને સુરતીલાલાઓમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
Emotional Farewell: લોકો અને પોલીસ સ્ટાફની આંખો થઈ સજળ

પોલીસ વિભાગમાં પોતાના કડક શાસનની સાથે સૌમ્ય અને મળતાવડા સ્વભાવ માટે જાણીતા કમિશનર અનુપમસિંહ ગેહલોતનો વિદાય સમારંભ અત્યંત ભાવુક દ્રશ્યોનો સાક્ષી બન્યો હતો. વિદાયની આ ઘડીએ ખુદ કમિશનર ગેહલોત અને તેમની સાથે ખભેખભો મિલાવીને કામ કરનારા નાના-મોટા તમામ પોલીસ કર્મચારીઓની આંખોમાં આંસુ આવી ગયા હતા. ફરજ પ્રત્યેની તેમની નિષ્ઠા અને સ્ટાફ પ્રત્યેના પ્રેમે વાતાવરણને અત્યંત ગમગીન બનાવી દીધું હતું.
Emotional Farewell: પ્રજાના પ્રશ્નો સાંભળવામાં માહિર હતા સીપી

અનુપમસિંહ ગેહલોત માત્ર એક અધિકારી નહોતા, પરંતુ સુરતની જનતા માટે એક સાચા વાલી સમાન સાબિત થયા હતા. પોલીસ વિભાગના આંતરિક પ્રશ્નો હોય કે સામાન્ય નાગરિકની ફરિયાદ, દરેક વાતને શાંતિથી સાંભળવી અને તેનો ત્વરિત નિકાલ લાવવામાં તેઓ માહિર હતા. તેમના આ જ જનહિતના અભિગમને કારણે તેઓ ટૂંકા ગાળામાં સુરતવાસીઓના દિલમાં એક આગવું સ્થાન બનાવવામાં સફળ રહ્યા હતા.
એક એવા બાહોશ કમિશનર જેમણે સુરત પોલીસને એક નવી દિશા આપી, તેમની વિદાય સુરત પોલીસ વિભાગ અને શહેર માટે હંમેશા યાદગાર અને ખોટ સમાન રહેશે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: વડોદરા ફાયરિંગ કાંડમાં મોટો ખુલાસો, દારૂની મહેફિલમાં બબાલ બાદ નબીરાઓએ હવામાં ગોળીઓ ધરબી, ૨૦૦ મીટર દૂર ફ્લેટના ડ્રોઈંગ રૂમ સુધી બુલેટ પહોંચી!




