Historic Step by Gujarat Government: ગુજરાતના યુવાનો કેન્દ્રીય લોકસેવા આયોગ (UPSC)ની સિવિલ સર્વિસીસ પરીક્ષામાં વધુને વધુ સફળતા મેળવે અને દેશની સર્વોચ્ચ સેવાઓમાં રાજ્યનું પ્રતિનિધિત્વ વધે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. ૧ જુલાઈના રોજ સરકારે ‘સ્પિપા’ (SPIPA – સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન) અને તેના માન્ય તાલીમ કેન્દ્રોમાં UPSCની તૈયારી કરતા ઉમેદવારો માટે પ્રોત્સાહન સહાયના દરોમાં ધરખમ વધારો કરવાની જાહેરાત કરી છે.
આ નવી જોગવાઈ હેઠળ વિદ્યાર્થીઓને આર્થિક સંકટ વિના ગુણવત્તાયુક્ત તૈયારી કરવામાં મોટી મદદ મળશે.
Historic Step by Gujarat Government: પ્રિલિમની તૈયારી માટે દર મહિને ₹૪,૦૦૦નો આર્થિક સહારો

નવી સુધારેલી જોગવાઈ અનુસાર, SPIPAમાં UPSC સિવિલ સર્વિસીસ પ્રિલિમિનરી પરીક્ષાની તૈયારી કરી રહેલા ઉમેદવારોને હવે દર મહિને ₹૪,૦૦૦ સુધીની સહાય આપવામાં આવશે. આ માસિક ભથ્થાથી વિદ્યાર્થીઓ પુસ્તકો, રહેવા-જમવા કે અન્ય શૈક્ષણિક ખર્ચ સરળતાથી ઉઠાવી શકશે.
Historic Step by Gujarat Government: દરેક તબક્કે સફળતા પર મળશે રોકડા રૂપિયા: દીકરીઓને વિશેષ પ્રાધાન્ય
સરકારે આ યોજનામાં મહિલા સશક્તિકરણને વેગ આપવા માટે યુવતીઓને યુવકો કરતાં વધુ પ્રોત્સાહન રકમ આપવાનું નક્કી કર્યું છે. પરીક્ષાના ત્રણેય તબક્કા (પ્રિલિમ, મેઇન્સ અને ઇન્ટરવ્યુ) પાસ કરનાર ઉમેદવારોને નીચે મુજબ સહાય મળવાપાત્ર રહેશે:
- ૧. પ્રિલિમ પરીક્ષા પાસ કરવા પર:
- યુવકોને: ₹૩૫,૦૦૦
- યુવતીઓને: ₹૫૦,૦૦૦
- ૨. મુખ્ય (મેઇન્સ) પરીક્ષા પાસ કરવા પર:
- યુવકોને: ₹૪૫,૦૦૦
- યુવતીઓને: ₹૫૫,૦૦૦
- ૩. અંતિમ પસંદગી (મેરિટ લિસ્ટ/ઇન્ટરવ્યુ) મેળવવા પર:
- યુવકોને: ₹૭૫,૦૦૦
- યુવતીઓને: ₹૧,૦૦૦૦૦ (૧ લાખ)
Historic Step by Gujarat Government: કુલ કેટલી સહાય મળશે?

જો કોઈ ઉમેદવાર શરૂઆતથી લઈને અંતિમ પસંદગી સુધીના તમામ તબક્કા સફળતાપૂર્વક પાર કરે છે, તો તેને મળનારી કુલ પ્રોત્સાહન રકમ આ મુજબ થશે:
- યુવકો માટે કુલ સહાય: ₹૧.૫૫ લાખ સુધી
- યુવતીઓ માટે કુલ સહાય: ₹૨.૦૫ લાખ સુધી
Historic Step by Gujarat Government: વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ:

રાજ્ય સરકાર દ્વારા સુધારેલા દરો જાહેર કરાતા જ UPSCની તૈયારી કરતા વિદ્યાર્થીઓ અને ખાસ કરીને મધ્યમ કે ગરીબ વર્ગના પરિવારોમાં નવી આશા અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આ નિર્ણયથી આર્થિક મુશ્કેલીઓના કારણે પાછળ રહી જતા તેજસ્વી તારલાઓ હવે મુક્ત મને દેશની સૌથી પ્રતિષ્ઠિત પરીક્ષા પાસ કરવાનું સપનું સાકાર કરી શકશે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: અમદાવાદમાં હૃદયદ્રાવક અકસ્માત, ઈલેક્ટ્રિક વાહન લઈને ટ્યુશન જતા ૧૬ વર્ષના કિશોરને બેફામ ડમ્પરે કચડ્યો, સારવાર દરમિયાન મોત




