HomeAhmedabadMajor Crackdown: ગુજરાત ATSનું મોટું ઓપરેશન, અમદાવાદમાંથી ₹8.32 કરોડનું પ્રતિબંધિત ટ્રામાડોલ ડ્રગ્સ...

Major Crackdown: ગુજરાત ATSનું મોટું ઓપરેશન, અમદાવાદમાંથી ₹8.32 કરોડનું પ્રતિબંધિત ટ્રામાડોલ ડ્રગ્સ ઝડપાયું, મેડિકલ સ્ટોકિસ્ટ પરેશ જૈનની રાજસ્થાનથી ધરપકડ

Major Crackdown: ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) દ્વારા નશીલી દવાઓના કાળા કારોબાર સામે વધુ એક મોટી સફળતા મેળવી છે. અમદાવાદના શાહીબાગ વિસ્તારમાંથી લક્ઝરી બસ મારફતે રાજસ્થાન મોકલાતો પ્રતિબંધિત ‘ટ્રામાડોલ’ (Tramadol) ટેબલેટનો ₹8.32 કરોડની આંતરરાષ્ટ્રીય કિંમતનો વિશાળ જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ હાઈપ્રોફાઈલ કેસમાં એટીએસ દ્વારા મૂળ રાજસ્થાનના અને હાલ વલસાડ રહેતા મેડિકલ સ્ટોકિસ્ટ પરેશ જૈનની ઉદયપુરથી ધરપકડ કરવામાં આવી છે.

Major Crackdown

Major Crackdown: ખોટા બિલ બનાવી લક્ઝરી બસમાં મોકલાતો હતો જથ્થો

ATSના DIG (ઓપરેશન) સુનિલ જોશીના જણાવ્યા અનુસાર, DYSP એસ.એલ. ચૌધરીને ચોક્કસ બાતમી મળી હતી કે વલસાડના પારડીમાં રહેતો પરેશ પારસમલ જૈન અંકલેશ્વર સ્થિત પોતાની ‘સીમા ફાર્મા’ કંપનીમાંથી ખોટા બિલ (બિલ્ટી) બનાવીને મોટા પાયે પ્રતિબંધિત ટ્રામાડોલ દવાનો જથ્થો રાજસ્થાન મોકલી રહ્યો છે.

બાતમીના આધારે ATS, ક્રાઈમ બ્રાન્ચ અને SOGની સંયુક્ત ટીમે અમદાવાદના શાહીબાગ નમસ્તે સર્કલ પાસે અંકલેશ્વરથી આવતી લક્ઝરી બસને રોકીને તપાસ કરી હતી. બસમાંથી 6 મોટા બોક્સ મળી આવ્યા હતા, જેની અંદરથી કુલ 416 નાના બોક્સ પ્રોસેસ કરાયા હતા. આ બોક્સમાંથી 4,160 સ્ટ્રીપમાં પેક કરેલી કુલ 2,08,000 ટ્રામાડોલ ટેબલેટ જપ્ત કરવામાં આવી હતી.

Major Crackdown

Major Crackdown: આરોપી રાજસ્થાનમાં ડિલિવરીની રાહ જોતો હતો, ATSએ ત્યાં જઈ દબોચ્યો

જ્યારે અમદાવાદમાં બસમાંથી ડ્રગ્સનો જથ્થો પકડાયો, ત્યારે આરોપી પરેશ જૈન રાજસ્થાનમાં આ માલ મેળવવા માટે રાહ જોઈ રહ્યો હતો. જોકે, ટેકનિકલ સર્વેલન્સની મદદથી એટીએસની બીજી એક ટીમે તાત્કાલિક રાજસ્થાન પહોંચીને ઉદયપુર જિલ્લાના ગોગુંડા ખાતેથી પરેશ જૈનને દબોચી લીધો હતો.

Major Crackdown

Major Crackdown: કાયદેસરનું લાઇસન્સ મેળવી ગેરકાયદે કાળો કારોબાર

પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે, આરોપી પરેશે મે ૨૦૨૬થી મેડિકલ સ્ટોકિસ્ટ તરીકેનું કાયદેસરનું લાઇસન્સ લીધું હતું. તે ઉત્તરાખંડથી કાયદેસર રીતે આ દવાઓ મંગાવતો હતો, પરંતુ ત્યારબાદ પોતાની કંપની ‘સીમા ફાર્મા’ના ઓઠા હેઠળ તે આ પ્રતિબંધિત દવાનો ગેરકાયદેસર સપ્લાય કરતો હતો. આરોપી અત્યાર સુધીમાં 25 બેચમાં કુલ 62.54 લાખ ટેબલેટ મંગાવી ચૂક્યો છે અને રાજસ્થાન તેમજ ઉત્તર પ્રદેશમાં સપ્લાય કરી ચૂક્યો છે.

Major Crackdown: વાપી મેફેડ્રોન (MD) ડ્રગ્સ કેસ સાથે પણ કનેક્શન

તપાસમાં ખુલાસો થયો છે કે આરોપી પરેશ જૈન હિસ્ટ્રીશીટર છે. તે અગાઉ ઉત્તરાખંડ અને મહારાષ્ટ્રમાં પણ NDPS (ડ્રગ્સ)ના ગુનામાં પકડાઈ ચૂક્યો છે. એટલું જ નહીં, એક મહિના પહેલા વાપી ખાતેથી ઝડપાયેલા મેફેડ્રોન (MD) ડ્રગ્સ કેસમાં પણ આ આરોપીની સંડોવણી ખુલી છે. હાલ કોર્ટે આરોપીના 2 જુલાઈ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે, જેથી આ રેકેટમાં અન્ય કોણ-કોણ સામેલ છે તેની વધુ વિગતો બહાર આવી શકે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

રાજકોટમાં મોટી બેદરકારી: લાલપરી નદીના પટમાં ફેંકાયો એક્સપાયરી દવાનો મોટો જથ્થો, તંત્ર કેમ મૌન?

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments