Home State Gujarat Shameful Negligence in Rajkot: રાજકોટમાં મોટી બેદરકારી: લાલપરી નદીના પટમાં ફેંકાયો એક્સપાયરી...

Shameful Negligence in Rajkot: રાજકોટમાં મોટી બેદરકારી: લાલપરી નદીના પટમાં ફેંકાયો એક્સપાયરી દવાનો મોટો જથ્થો, તંત્ર કેમ મૌન?

0
103
Shameful Negligence in Rajkot
Shameful Negligence in Rajkot

Shameful Negligence in Rajkot: રાજકોટ શહેરમાં પર્યાવરણ અને લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં થવાની વધુ એક ઘટના સામે આવી છે. શહેરની લાલપરી નદીના પટમાં મોટી માત્રામાં એક્સપાયર થયેલી (મુદત પૂરી થયેલી) દવાનો જથ્થો બિનવારસી હાલતમાં ફેંકાયેલો મળી આવતા ચકચાર મચી ગઈ છે.

Shameful Negligence in Rajkot: 3 જેટલા થેલા ભરીને ફેંકાઈ દવાઓ

મળતી માહિતી મુજબ, લાલપરી નદીના પટમાં કોઈ અજાણ્યા શખ્સો દ્વારા અનેક અલગ-અલગ પ્રકારની એક્સપાયરી દવાઓથી ભરેલા ૩ જેટલા મોટા થેલા ફેંકી દેવામાં આવ્યા છે. નિયમ અનુસાર, મુદત પૂરી થયેલી મેડિકલ વેસ્ટ અને દવાઓનો વૈજ્ઞાનિક ઢબે અને યોગ્ય પ્રક્રિયા દ્વારા જ નિકાલ કરવાનો હોય છે. તેમ છતાં, નિયમોને નેવે મૂકીને આ પ્રકારે ખુલ્લામાં દવાઓ ફેંકી દેવાતા અનેક સવાલો ઊભા થયા છે.

Shameful Negligence in Rajkot: આ જ જગ્યાએ અગાઉ પણ ફેંકાયો હતો સરકારી દવાઓનો જથ્થો

આ કોઈ પ્રથમ ઘટના નથી! રાજકોટમાં અગાઉ પણ આ જ સ્થળે સરકારી દવાઓનો મોટો જથ્થો બિનવારસી હાલતમાં ફેંકવામાં આવ્યો હતો. વારંવાર એક જ જગ્યાએ આ પ્રકારે દવાનો જથ્થો ફેંકવામાં આવતો હોવાથી સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, આ કૃત્ય કોઈ મેડિકલ હોલસેલર અથવા દવાના મોટા વિક્રેતાઓ દ્વારા પોતાના પાપ પર પડદો પાડવા માટે કરવામાં આવ્યું હોઈ શકે છે.

Shameful Negligence in Rajkot: સૌથી મોટો સવાલ: તંત્ર કેમ કોઈ કાર્યવાહી કરતું નથી?

આ ઘટના બાદ તંત્રની કામગીરી સામે મોટા સવાલો ઉઠી રહ્યા છે:

  • જો વારંવાર આ પ્રકારે જોખમી દવાનો નિકાલ ખુલ્લામાં કરવામાં આવે છે, તો ડ્રગ્સ વિભાગ અને કોર્પોરેશનનું તંત્ર કેમ ઊંઘતું ઝડપાયું છે?
  • બેદરકારો સામે હજુ સુધી કેમ કોઈ કડક કાનૂની કાર્યવાહી કે તપાસ કરવામાં આવતી નથી?
  • જો આ દવાઓ કોઈ પશુ ખાઈ જાય અથવા ચોમાસામાં નદીના પાણી સાથે ભળે, તો લોકોના સ્વાસ્થ્યનું શું?

સ્થાનિક લોકો હવે માગ કરી રહ્યા છે કે આ મામલે તાત્કાલિક સીસીટીવી ફૂટેજ અને દવાની બેચ લિસ્ટ ચેક કરીને જવાબદારો સામે કડક પગલાં લેવામાં આવે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: ભરત ચૌહાણ મોત કેસ: પીએમ રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા બાદ પોલીસ તપાસ સામે ઉઠ્યા સવાલો.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે