Bribery Blocked: ભ્રષ્ટાચાર સામે એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ વધુ એક સફળ ટ્રેપ ગોઠવીને લાંચિયા બાબુને રંગેહાથ ઝડપી પાડ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકા પંચાયત કચેરીમાં ફરજ બજાવતા જુનિયર ક્લાર્ક રવિ મનસુખભાઈ ભરાડીયા ₹૩,૦૦૦ની લાંચ લેતા પકડાઈ ગયા છે.
Bribery Blocked: શું હતો સમગ્ર મામલો?
એક જાગૃત નાગરિકે પોતાના અસીલોની ખેતીની જમીન માટે ગામ નમૂના નંબર-૭ માં ‘તગાવીનું લેણું બાકી નથી’ તેવું પ્રમાણપત્ર મેળવવાનું હતું. આ પ્રમાણપત્ર સમયસર કાઢી આપવાના બદલામાં જુનિયર ક્લાર્ક રવિ ભરાડીયાએ પ્રતિ પ્રમાણપત્ર ₹૧,૦૦૦ લેખે, કુલ ૩ પ્રમાણપત્રો માટે ₹૩,૦૦૦ની લાંચની માંગણી કરી હતી.
Bribery Blocked: ઓફિસમાં જ ગોઠવાઈ ટ્રેપ
ફરિયાદી આ લાંચ આપવા બિલકુલ તૈયાર નહોતા, જેથી તેમણે તાત્કાલિક એસીબી (ACB) નો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે મંગળવારે કલ્યાણપુર મામલતદાર કચેરી સામે આવેલી ફરિયાદીની ઓફિસ ખાતે જ એસીબી દ્વારા સચોટ ટ્રેપ ગોઠવવામાં આવી હતી.
જેવા આરોપી રવિ ભરાડીયાએ ફરિયાદી પાસેથી ₹૩,૦૦૦ની લાંચ સ્વીકારી, કે તરત જ પૂર્વ આયોજિત પ્લાન મુજબ એસીબીની ટીમે તેને રંગેહાથ દબોચી લીધો હતો. એસીબીએ લાંચની રકમ રિકવર કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: ગુનો કરવાનો, કાન પકડવાના અને પછી રેસ લગાવવાની! કુખ્યાત બૂટલેગર કિશોર લંગડાના પૌત્રની વધુ એક કરતૂત, લક્ઝુરિયસ કારોથી જોખમી સ્ટંટ




