HomeGandhinagarGandhinagar Car Racing Shocker: ગુનો કરવાનો, કાન પકડવાના અને પછી રેસ લગાવવાની!...

Gandhinagar Car Racing Shocker: ગુનો કરવાનો, કાન પકડવાના અને પછી રેસ લગાવવાની! કુખ્યાત બૂટલેગર કિશોર લંગડાના પૌત્રની વધુ એક કરતૂત, લક્ઝુરિયસ કારોથી જોખમી સ્ટંટ

Gandhinagar Car Racing Shocker: “અકસ્માત પછી માફી, મારામારી પછી માફી, અને રીલ બનાવ્યા પછી પણ માફી!” કાયદાના ડર વગર બેફામ બનેલા અમદાવાદના કુખ્યાત બૂટલેગર કિશોર લંગડાના પૌત્ર આદિત્યસિંહ રાઠોડે ફરી એકવાર સિસ્ટમને પડકાર ફેંક્યો છે. અમદાવાદની જીએલએસ (GLS) કોલેજ બહાર તોડફોડ અને વિદ્યાર્થીઓને ધમકાવવાના કેસમાં જામીન પર છૂટ્યા બાદ પણ આ નબીરો સુધર્યો નથી. આ વખતે તેણે કાયદાની નગરી ગણાતા ગાંધીનગરમાં હાઈપ્રોફાઈલ પીડીપીયુ (PDPU) કોલેજ રોડ પર મધ્યરાત્રિએ લક્ઝુરિયસ કારોની જોખમી રેસ લગાવીને લોકોના જીવ જોખમમાં મૂક્યા હતા.

Gandhinagar Car Racing Shocker

જોકે, સોશિયલ મીડિયા પર વીડિયો વાઇરલ થતાં જ ઇન્ફોસિટી પોલીસે લાલ આંખ કરી છે અને સ્ટંટબાજી કરનારા નબીરાઓનું ભૂત ઉતારી દીધું છે.

Gandhinagar Car Racing Shocker: મધ્યરાત્રિએ સાડા ત્રણ વાગ્યે રોડ બાનમાં લીધો

ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, ગત ૧૪ જૂનની મોડી રાત્રે આશરે ૩:૩૦ વાગ્યાની આસપાસ ભાઈજીપુરા રોડથી પીડીપીયુ કોલેજ તરફ જતા મુખ્ય રોડ પર આદિત્યસિંહ અને તેના મિત્રોએ તરખાટ મચાવ્યો હતો. આ નબીરાઓ કરોડોની કિંમતની ફોર્ડ મસ્ટંગ, એન્ડેવર અને ત્રણ-ત્રણ ફોર્ચ્યુનર કાર સાથે બેફામ ગતિએ રેસ લગાવી રહ્યા હતા. બીજા દિવસે આ સ્ટંટનો વીડિયો એડિટ કરીને વટ પાડવા માટે ઇન્સ્ટાગ્રામ પર રીલ તરીકે અપલોડ કરવામાં આવ્યો હતો.

Gandhinagar Car Racing Shocker

Gandhinagar Car Racing Shocker: પોલીસે ‘ઈ-ગુજકોપ’ સોફ્ટવેરથી વાહનો ટ્રેસ કર્યા, ૨૦ લાખનો મુદ્દામાલ જપ્ત

વીડિયો વાઇરલ થતાં જ એક્શનમાં આવેલી પોલીસે ઈ-ગુજકોપ (e-Gujcop) સોફ્ટવેરની મદદથી લક્ઝુરિયસ કારોના સર્ચ ઓપરેશન હાથ ધર્યા હતા. જેમાં નીચે મુજબની ગાડીઓ આ ગુનામાં સામેલ હોવાનું ખુલ્યું હતું:

Gandhinagar Car Racing Shocker
  • ફોર્ડ મસ્ટંગ કાર: (નંબર: GJ-01-KW-0007) – માલિક: યોગીતાબા દિલીપસિંહ રાઠોડ (અસારવા સિવિલની ચાલી)
  • બ્લેક ફોર્ચ્યુનર: (નંબર: GJ-01-ZA-0011) – માલિક: નિકીતા મધુસિંહ રાજપુત (શાહીબાગ)
  • ફોર્ડ એન્ડેવર કાર: (નંબર: GJ-16-DC-7588) – (જેની નંબર પ્લેટ જાણીજોઈને ડેકીમાં છુપાવી હતી)

પોલીસની કડક કાર્યવાહીના ડરથી આદિત્યસિંહ રાઠોડ (ઉં.૧૯, રહે. રાંદેસણ), અક્ષેન્દ્રસિંહ રાઠોડ (ઉં.૨૧, રહે. નાના ચિલોડા) અને વિશ્વજીતસિંહ ચૌહાણ (ઉં.૨૪, રહે. શાહીબાગ પોલીસ લાઇન) ગાડીઓ સાથે ઇન્ફોસિટી પોલીસ સ્ટેશને હાજર થઈ ગયા હતા. પોલીસે ૧૫ લાખની મસ્ટંગ અને ૫ લાખની એન્ડેવર સહિત કુલ ૨૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

Gandhinagar Car Racing Shocker

આ નબીરાઓ પણ રેસમાં સામેલ હતા: આદિત્યસિંહની કબૂલાત મુજબ, અમદાવાદ એરપોર્ટ વિસ્તારના વિરાજ હાડીયોલ અને રોની હાડીયોલ (બ્લેક ફોર્ચ્યુનર સાથે) તેમજ દહેગામનો અયાન મનસુરી અને તેના બે અજાણ્યા મિત્રો (બે સફેદ ફોર્ચ્યુનર સાથે) આ જોખમી રેસમાં સામેલ હતા.

Gandhinagar Car Racing Shocker
Gandhinagar Car Racing Shocker
Gandhinagar Car Racing Shocker

Gandhinagar Car Racing Shocker: એક જ વર્ષમાં ત્રણ વાર ગુના, છતાં પોલીસ કેમ વામણી?

સ્થાનિક લોકોમાં ચર્ચા છે કે એક જ વર્ષમાં ત્રણ-ત્રણ વાર ગંભીર ગુના આચરવા છતાં આદિત્યસિંહ રાઠોડ જેવા ગુનેગારોને કાયદાનો કોઈ ખોફ રહ્યો નથી. પહેલા ગુનો કરવો, પકડાઈ જતાં કાન પકડીને માફી માંગવી અને જેલમાંથી બહાર આવીને ફરીથી એ જ ગુનાહિત માનસિકતા સાથે રસ્તા પર સીન સપાટા કરવા – આ સિલસિલો ક્યાં સુધી ચાલશે? હાલમાં પોલીસે તમામ મુખ્ય આરોપીઓની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું છે અને અન્ય ફરાર નબીરાઓની શોધખોળ આદરી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

 અમદાવાદમાં રહસ્યમય ઘટના, નવરંગપુરા પોલીસ સ્ટેશનથી માત્ર 200 મીટર દૂર કારમાંથી યુવકની લાશ મળી, અંદરથી દારૂની બોટલ પણ જપ્ત

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments