HomeGujaratGrisly Highway Crash: કરજણ પાસે NH 48 પર ગમખ્વાર અકસ્માત, ટ્રક પાછળ...

Grisly Highway Crash: કરજણ પાસે NH 48 પર ગમખ્વાર અકસ્માત, ટ્રક પાછળ ટેમ્પો ઘૂસી જતાં કચ્ચરઘાણ, ડ્રાઈવરનું કમકમાટીભર્યું મોત

Grisly Highway Crash: વડોદરા પાસેથી પસાર થતો નેશનલ હાઈવે 48 વાહનચાલકો માટે અવારનવાર જીવલેણ સાબિત થઈ રહ્યો છે. આજે વહેલી સવારે આ જ હાઈવે પર વધુ એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. કરજણ તાલુકાના દેથાણ ગામ નજીક પ્લેઝર ઈન્ડિયા કંપની પાસે મહારાષ્ટ્રથી દૂધ ભરીને વડોદરા તરફ આવી રહેલો એક આઈસર ટેમ્પો આગળ જઈ રહેલી ટ્રકની પાછળના ભાગે ધડાકાભેર ઘૂસી ગયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે ટેમ્પોની કેબિનનો કચ્ચરઘાણ વળી ગયો હતો, જેમાં ડ્રાઈવર અને કન્ડક્ટર બંને લોહીલુહાણ હાલતમાં અંદર જ ફસાઈ ગયા હતા.

Grisly Highway Crash

Grisly Highway Crash: ફાયર વિભાગનું દોઢ કલાક સુધી દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન

અકસ્માતનો પ્રચંડ અવાજ સાંભળીને હાઈવે પર સ્થાનિક લોકો અને અન્ય વાહનચાલકોના ટોળેટોળાં ઉમટી પડ્યાં હતાં. ઘટનાની ગંભીરતા જોઈને સ્થાનિકોએ તાત્કાલિક કરજણ ફાયર વિભાગ અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી.

માહિતી મળતાં જ ફાયર વિભાગનો કાફલો આધુનિક સાધનો સાથે ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. કેબિન આખી દબાઈ ગઈ હોવાને કારણે અંદર ફસાયેલા લોકોને સામાન્ય રીતે બહાર કાઢવા અશક્ય હતા. આથી ફાયર ફાઈટરોએ હાઈડ્રોલિક કટિંગ ઈક્વિપમેન્ટ (મશીન) ની મદદથી કેબિનના પતરાં કાપવાની કામગીરી શરૂ કરી હતી. આશરે દોઢ કલાકની ભારે જહેમત અને દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન બાદ બંનેને બહાર કાઢવામાં સફળતા મળી હતી.

Grisly Highway Crash

Grisly Highway Crash: ડ્રાઈવરનું ઘટનાસ્થળે જ મોત, કન્ડક્ટર ગંભીર

ટેમ્પોની કેબિનમાંથી બહાર કાઢ્યા બાદ 108ની તબીબી ટીમ દ્વારા તપાસ કરવામાં આવતા ડ્રાઈવરને ઘટનાસ્થળે જ મૃત જાહેર કરવામાં આવ્યો હતો. સ્ટીયરીંગ અને કેબિનની વચ્ચે ચગદાઈ જવાથી ડ્રાઈવરનું પ્રાણપંખેરૂ ઊડી ગયું હતું. બીજી તરફ, ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા કન્ડક્ટરને સમયસર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.

ઘટનાને પગલે હાઈવે પર થોડો સમય ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. કરજણ પોલીસની ટીમે સ્થળ પર પહોંચીને મૃતદેહને પીએમ અર્થે ખસેડી અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

 વડાપ્રધાન મોદી જ્યાં ભણ્યા ત્યાંથી જ રાજ્યવ્યાપી ‘શાળા પ્રવેશોત્સવ’નો પ્રારંભ, CM ભૂપેન્દ્ર પટેલે વડનગરની બી.એન. હાઈસ્કૂલથી કરાવી શરૂઆત

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments