HomeGujaratAdministrative Lapse in Surat: સુરત સાયન્સ સેન્ટરમાં વહીવટી અંધેરનગરી: 6 કર્મચારીઓની ‘જન્મકુંડળી’...

Administrative Lapse in Surat: સુરત સાયન્સ સેન્ટરમાં વહીવટી અંધેરનગરી: 6 કર્મચારીઓની ‘જન્મકુંડળી’ સમાન સર્વિસ બુક ગાયબ, પાલિકાના 120 ખાતામાં પત્રો લખાયા

Administrative Lapse in Surat: સુરત મહાનગરપાલિકા સંચાલિત સાયન્સ સેન્ટર ફરી એકવાર વિવાદના વમળમાં ફસાયું છે. અત્યાર સુધી મુલાકાતીઓની ઘટતી સંખ્યા અને સુવિધાઓના અભાવે ચર્ચામાં રહેતું સાયન્સ સેન્ટર હવે ગંભીર વહીવટી લાપરવાહીના કારણે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. અહીં ફરજ બજાવતા 6 જેટલા કર્મચારીઓની અત્યંત મહત્વની એવી ‘સર્વિસ બુક’ અચાનક ગુમ થઈ જતાં પાલિકાના વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ છે.

Administrative Lapse in Surat: શું છે સર્વિસ બુકનું મહત્વ?

Administrative Lapse in Surat

સરકારી કે અર્ધસરકારી કર્મચારી માટે તેની સર્વિસ બુક તેની ‘વહીવટી જન્મકુંડળી’ સમાન હોય છે. કર્મચારીની પ્રથમ નિમણૂકથી લઈને:

  • પગાર વધારો (ઇન્ક્રિમેન્ટ)
  • બઢતી (પ્રમોશન)
  • બદલી અને રજાઓની વિગત
  • શિસ્તભંગના પગલાં અને નિવૃત્તિ સુધીના તમામ નાણાકીય અને વહીવટી લેખાજોખા આ બુકમાં નોંધાયેલા હોય છે.

આ મહત્વના દસ્તાવેજ ગુમ થવાને કારણે સંબંધિત કર્મચારીઓની ચિંતા આસમાને પહોંચી છે, કારણ કે ભવિષ્યમાં તેમના પેન્શન અને અન્ય લાભો પર તેની માઠી અસર પડી શકે છે.

Administrative Lapse in Surat: 120 ખાતાઓમાં તપાસનો ધમધમાટ

Administrative Lapse in Surat

સર્વિસ બુક ગુમ થયાની ઘટના સામે આવ્યા બાદ સાયન્સ સેન્ટર દ્વારા પાલિકાના વિવિધ 120 જેટલા ખાતાઓને પત્ર લખીને જાણ કરવામાં આવી છે. પત્રમાં વિનંતી કરવામાં આવી છે કે જો કોઈ ખાતામાં આ સર્વિસ બુક ‘મિસપ્લેસ’ થઈને ભૂલથી આવી ગઈ હોય, તો તેને સત્વરે પરત કરવી.

Administrative Lapse in Surat: જવાબદારો સામે લેવાશે પગલાં

Administrative Lapse in Surat

આ મામલે સાયન્સ સેન્ટરના ઈન્ચાર્જ ચીફ ઓફિસર દિવ્યેશ ગામેટીએ જણાવ્યું હતું કે, આ એક ગંભીર બેદરકારી છે. સર્વિસ બુકની શોધખોળ માટે વિવિધ વિભાગોને પત્ર લખી જાણ કરવામાં આવી છે. આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે અને જે પણ અધિકારી કે કર્મચારી જવાબદાર જણાશે તેમની સામે કડક પગલાં લેવામાં આવશે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: અમદાવાદમાં ઘર ખરીદવું બનશે મોંઘું: 1 જુલાઈથી પ્રોપર્ટીના ભાવમાં 10% સુધીનો તોતિંગ વધારો, જાણો શું છે કારણો

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments