Home Desh Traffic Rules Tightened: વાહનચાલકો સાવધાન, વર્ષમાં 5થી વધુ ચલણ ફાટશે તો લાયસન્સ...

Traffic Rules Tightened: વાહનચાલકો સાવધાન, વર્ષમાં 5થી વધુ ચલણ ફાટશે તો લાયસન્સ થશે સસ્પેન્ડ, કેન્દ્ર સરકારના નિયમોમાં મોટો ફેરફાર

0
73
Traffic Rules Tightened
Traffic Rules Tightened

Traffic Rules Tightened: ભારત સરકારના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય દ્વારા કેન્દ્રીય મોટર વાહન નિયમોમાં ખૂબ જ કડક સુધારા કરવામાં આવ્યા છે. હવે જો તમે ટ્રાફિક નિયમોનું વારંવાર ઉલ્લંઘન કરશો તો માત્ર દંડ ભરીને છૂટી શકાશે નહીં, પરંતુ ડ્રાઇવિંગ લાયસન્સ ગુમાવવાનો પણ વારો આવી શકે છે. ગુજરાત સરકાર દ્વારા પણ રાજ્યના નાગરિકોને આ નવા નિયમોનું પાલન કરવા અને બાકી ઈ-ચલણ સમયસર ભરી દેવા તાકીદ કરવામાં આવી છે.

Traffic Rules Tightened

Traffic Rules Tightened: નવા નિયમોની 5 મહત્વની બાબતો:

1. લાયસન્સ થશે સસ્પેન્ડ: નવા સુધારા મુજબ, જો કોઈ વાહનચાલક કે માલિકના નામે એક જ વર્ષમાં 5 કે તેથી વધુ વખત ઈ-ચલણ ઈશ્યુ થશે, તો તેમનું ડ્રાઇવિંગ લાયસન્સ તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવશે.

2. ફરિયાદ માટે 45 દિવસની મુદત: જો તમને લાગે કે ઈ-ચલણ ભૂલથી ફાટ્યું છે, તો તમે ચલણ મળ્યાના 45 દિવસમાં ‘ઈ-ચલણ પોર્ટલ’ પર ઓનલાઈન વાંધો રજૂ કરી શકશો. જો 45 દિવસમાં કોઈ ફરિયાદ નહીં થાય, તો ચલણ આપોઆપ સ્વીકૃત માની લેવામાં આવશે.

3. વાહન પોર્ટલ પર ‘બ્લોકિંગ’: ચલણ સ્વીકાર્યાના 30 દિવસમાં જો રકમ નહીં ભરો, તો તમારું વાહન ‘વાહન પોર્ટલ’ પર “Not to be transacted” શ્રેણીમાં મૂકી દેવાશે. આનો અર્થ એ કે, જ્યાં સુધી દંડ નહીં ભરાય ત્યાં સુધી તમે વાહન વેચી શકશો નહીં, પાસિંગ કરાવી શકશો નહીં કે આર.સી. બુક સંબંધિત કોઈ પણ સરકારી કામ કરી શકશો નહીં.

4. ચલણ ન ભર્યું તો સેવાઓ બંધ: વાહન બ્લોક થવાને કારણે મોટર વાહનના સરકારી ટેક્સ સિવાયની તમામ વહીવટી પ્રક્રિયાઓ જેવી કે ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યુઅલ કે અન્ય અરજીઓ પર રોક લગાવી દેવામાં આવશે.

5. ફરિયાદ નકારાય તો શું? જો તમે કરેલી ફરિયાદ સત્તાધિકારી નકારી કાઢે, તો 30 દિવસમાં પૂરી રકમ ભરવી પડશે અથવા 50% ડિપોઝિટ ભરીને કોર્ટમાં અપીલ કરવાની રહેશે. જો આ બંને નહીં કરો, તો 15 દિવસમાં વાહન બ્લોક કરી દેવાશે.

Traffic Rules Tightened: સરકારની અપીલ:

ગુજરાત સરકાર દ્વારા નાગરિકોને નમ્ર અપીલ કરવામાં આવી છે કે કાયદાકીય ગૂંચવણો અને લાયસન્સ સસ્પેન્ડ થવા જેવી સ્થિતિથી બચવા માટે ટ્રાફિક નિયમોનું ચુસ્ત પાલન કરો અને બાકી રહેલા ઈ-ચલણ સત્વરે ભરી દો.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

જેતપુરમાં અરેરાટી ચારણિયા ગામે રમતા રમતા પાણીની કુંડીમાં પડી જતાં અઢી વર્ષના માસૂમનું મોત

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે