Home Videsh Double Bomber Crash: મહાસત્તાઓમાં વિમાન હોનારત, એક જ દિવસે અમેરિકા અને રશિયાના...

Double Bomber Crash: મહાસત્તાઓમાં વિમાન હોનારત, એક જ દિવસે અમેરિકા અને રશિયાના બોમ્બર વિમાન ક્રેશ; USમાં ૮ ના મોત, રશિયામાં પાયલટો સુરક્ષિત

0
106
Double Bomber Crash
Double Bomber Crash

Double Bomber Crash: વિશ્વની બે મોટી સૈન્ય સત્તાઓ અમેરિકા અને રશિયામાં સોમવારે એક જ દિવસે મોટી વિમાન દુર્ઘટનાઓ ઘટી છે. અમેરિકામાં થયેલા ભયાનક અકસ્માતમાં ૮ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે, જ્યારે રશિયામાં સદનસીબે તમામ ચાર પાયલટોનો આબાદ બચાવ થયો છે.

Double Bomber Crash

Double Bomber Crash: અમેરિકા: B-52 બોમ્બર વિમાન ખાખ, પાયલટ સહિત ૮ ના મોત

અમેરિકાના કેલિફોર્નિયા સ્થિત લોસ એન્જલસથી લગભગ ૧૬૧ કિલોમીટર ઉત્તરે આવેલા એડવર્ડ્સ એરફોર્સ બેઝ પર સોમવારે સવારે એક મોટી દુર્ઘટના ઘટી. વાયુસેનાનું પ્રખ્યાત B-52 બોમ્બર વિમાન નિયમિત પરીક્ષણ ઉડાન (ટેસ્ટિંગ ફ્લાઇટ) પર હતું.

Double Bomber Crash
  • ટેકઓફ બાદ તુરંત અકસ્માત: સવારે લગભગ ૧૧:૨૦ વાગ્યે ટેકઓફ કર્યાના ગણતરીની મિનિટોમાં જ વિમાન નીચે તૂટી પડ્યું અને તેમાં ભયાનક આગ લાગી ગઈ.
  • રાખ સિવાય કશું ન બચ્યું: આ અકસ્માતમાં વિમાનમાં સવાર વાયુસેનાના જવાનો અને વિમાન પરીક્ષણ નિષ્ણાતો સહિત તમામ ૮ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. દુર્ઘટના એટલી ગંભીર હતી કે ઘટનાસ્થળે રાખ અને ધુમાડા સિવાય કશું જ બચ્યું નહોતું.
  • એરફિલ્ડ બંધ કરાયું: અકસ્માત બાદ એડવર્ડ્સ એરબેઝને તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યું છે અને ત્યાં આવતી અન્ય ફ્લાઇટ્સને બીજા એરબેઝ તરફ ડાયવર્ટ કરવામાં આવી છે.
Double Bomber Crash

શું હોઈ શકે કારણ? એવિએશન સુરક્ષા નિષ્ણાત જેફ ગુજેટીના જણાવ્યા અનુસાર, વિમાન જે રીતે ટેકઓફ બાદ તરત જ નીચે પડ્યું તે જોતાં પ્રાથમિક તબક્કે ફ્લાય કંટ્રોલ સિસ્ટમમાં ખામી, એન્જિનની ગંભીર ગડબડ અથવા ટેસ્ટિંગ ઉપકરણની નિષ્ફળતા કારણ હોઈ શકે છે. જોકે સત્તાવાર તપાસ હજુ ચાલુ છે.

Double Bomber Crash

Double Bomber Crash: રશિયા: Tu-22M3 સુપરસોનિક બોમ્બર ક્રેશ, ચારેય પાયલટ સુરક્ષિત

બીજી તરફ, રશિયાના સાઇબેરિયાના ઇરકુત્સ્ક ક્ષેત્રમાં કામેન્કા ગામ નજીક રશિયાનું Tu-22M3 બોમ્બર વિમાન તાલીમ ઉડાન દરમિયાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.

  • સુરક્ષિત ઇજેક્ટ: રશિયાના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, વિમાન જમીન તરફ ઝડપથી પડવા લાગતા જ વિમાનમાં સવાર ચારેય ક્રૂ મેમ્બર (પાયલટો) સમયસર પેરાશૂટ દ્વારા ઇજેક્ટ થઈને બહાર નીકળી ગયા હતા.
  • જાનમાલનું નુકસાન નહીં: ચારેય પાયલટોના જીવ સુરક્ષિત છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ સિવાય જમીન પર પણ કોઈ પ્રકારનું નુકસાન થયું નથી. પ્રાથમિક તપાસમાં એન્જિન ફેઇલ થવાના કારણે આ અકસ્માત થયો હોવાનું મનાય છે.
Double Bomber Crash

Double Bomber Crash: બંને વિમાનોની ખાસિયતો અને ઇતિહાસ

૧. અમેરિકાનું B-52 સ્ટ્રેટોફોર્ટ્રેસ

  • આ લાંબા અંતરનું ભારે બોમ્બર વિમાન છે, જે વર્ષ ૧૯૫૫થી અમેરિકી વાયુસેનાની સેવામાં કાર્યરત છે.
  • તે પરંપરાગત હથિયારોની સાથે-સાથે પરમાણુ હથિયારો લઈ જવામાં પણ સક્ષમ છે.
  • અમેરિકા દ્વારા વિયેતનામ યુદ્ધથી લઈને ઈરાન સાથેના સૈન્ય અભિયાનોમાં આ વિમાનનો વ્યાપક ઉપયોગ કરવામાં આવ્યો છે.

૨. રશિયાનું Tu-22M3

  • સોવિયેત કાળના આ સુપરસોનિક બોમ્બર વિમાનને નાટો (NATO) દ્વારા બેકફાયર’ કોડનેમ આપવામાં આવ્યું છે.
  • રશિયા સીરિયા અને યુક્રેન યુદ્ધમાં તેનો ઉપયોગ કરી ચૂક્યું છે.
  • તેનું આધુનિક સંસ્કરણ Kh-22 ક્રુઝ મિસાઇલો અને હવામાંથી લોન્ચ થતી ઘાતક હાઇપરસોનિક કિન્ઝાલ મિસાઇલો વહન કરવાની ક્ષમતા ધરાવે છે.

Double Bomber Crash: ભૂતકાળની ઘટના: ૨૧ મે ના રોજ પણ અમેરિકામાં થયા હતા ફાઇટર જેટ ક્રેશ

અત્રે ઉલ્લેખનીય છે કે, આ અગાઉ ૨૧ મેના રોજ પણ અમેરિકાના ઇડાહોમાં માઉન્ટેન હોમ એરફોર્સ બેઝ પર એક એર શો દરમિયાન બે EA-18G ગ્રોલર ફાઇટર જેટ ક્રેશ થયા હતા. જો કે, તે ઘટનામાં વિમાનમાં સવાર તમામ ૪ ક્રૂ મેમ્બર્સ અકસ્માતની થોડી સેકન્ડો પહેલા જ સુરક્ષિત રીતે બહાર નીકળી જવામાં સફળ રહ્યા હતા.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

અમરેલીમાં સિંહણનો આતંક, યુવકનું માથું ધડથી અલગ કરી આખું શરીર ખાઈ ગઈ; સ્થાનિકોમાં ભારે રોષ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે