Chaos in Dambulla: શ્રીલંકાના દાંબુલામાં રમાયેલી ઈન્ડિયા-A અને શ્રીલંકા-A વચ્ચેની મેચ રોમાંચક વળાંક બાદ વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. સુપર ઓવર સુધી ખેંચાયેલી આ હાઈ-વોલ્ટેજ મેચમાં ભારતની હાર થયા બાદ તરત જ મેદાન પર ખેલાડીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ધક્કા-મુક્કી દ્રશ્યો જોવા મળ્યા હતા. ભારતીય યુવા ઓપનર વૈભવ સૂર્યવંશીએ શ્રીલંકાના એક ખેલાડીને ધક્કો માર્યો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ સિવાય મેચ દરમિયાન ભારતીય કેપ્ટન તિલક વર્મા પણ અમ્પાયરો સાથે દલીલ કરતો જોવા મળ્યો હતો.

Chaos in Dambulla: યોર્કર બોલ પર સેલિબ્રેશન બાદ મામલો બિચક્યો
સુપર ઓવરમાં શ્રીલંકા-Aના બોલર કુગાથાસ માથુલને છેલ્લો બોલ પરફેક્ટ યોર્કર નાખીને શ્રીલંકાને જીત અપાવી હતી. જીત બાદ માથુલન અને શ્રીલંકાના અન્ય ખેલાડીઓએ જોરદાર સેલિબ્રેશન શરૂ કરી દીધું હતું. આ ઉજવણી દરમિયાન શ્રીલંકન ખેલાડીઓએ વૈભવ સૂર્યવંશીને કંઈક કહ્યું હતું, જેનાથી યુવા ઓપનર ગુસ્સે ભરાયો હતો.
વૈભવે શ્રીલંકાના ખેલાડીઓ સાથે ઉગ્ર દલીલો શરૂ કરી અને ગુસ્સામાં એક સ્ટાર ખેલાડીને ધક્કો મારી દીધો હતો. મામલો વધતો જોઈ શ્રીલંકાના સિનિયર ખેલાડી નિરોશન ડિકવેલાએ વચ્ચે પડીને વૈભવને અલગ કરવો પડ્યો હતો. મેચ પૂરી થયા બાદ હાથ મિલાવતી વખતે પણ વૈભવ નારાજ દેખાતો હતો અને સાથી ખેલાડીઓએ તેને શાંત પાડીને પેવેલિયન તરફ લઈ જવો પડ્યો હતો. કોમેન્ટેટર્સે પણ આ ઘટના અંગે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે આવી રોમાંચક મેચ બાદ આવા દ્રશ્યો યોગ્ય નથી.

Chaos in Dambulla: સુપર ઓવર પહેલા અને પછીનો હાઈ-ડ્રામા
આ મેચમાં માત્ર ખેલાડીઓ જ નહીં, પણ અમ્પાયરોના નિર્ણયોને લઈને પણ ભારે ડ્રામા જોવા મળ્યો હતો:
- લાઈટ ઓછી હોવાથી વિવાદ: નિયમિત મેચ ટાઈ થયા બાદ મોડી સાંજ થઈ ગઈ હોવાથી અમ્પાયરો સુપર ઓવર રમાડવા માટે આનાકાની કરી રહ્યા હતા. આ મુદ્દે ભારતીય કેપ્ટન તિલક વર્માની અમ્પાયર સાથે ઉગ્ર ચર્ચા થઈ હતી, જે બાદ અંતે સુપર ઓવર કરાવવાનો નિર્ણય લેવાયો.
- નો-બોલનો યુ-ટર્ન: સુપર ઓવરમાં શ્રીલંકાની ઇનિંગ્સના છેલ્લા બોલ પર અરશદ ખાનના ફુલટોસ બોલ પર બેટર કેચ આઉટ થયો હતો. અમ્પાયરે તેને આઉટ આપતા ભારતીય ટીમ મેદાનની બહાર નીકળી ગઈ હતી. પરંતુ રિપ્લેમાં બોલ કમરથી ઉપર (નો-બોલ) હોવાનું જણાતા ભારતીય ફિલ્ડરોને ફરી મેદાન પર બોલાવાયા અને છેલ્લો બોલ ફરી નંખાયો હતો.
Chaos in Dambulla: વૈભવ સૂર્યવંશીનો વિવાદો સાથે જૂનો નાતો
વૈભવ સૂર્યવંશી મેદાન પર પોતાના આક્રમક વલણ માટે જાણીતો છે. આ પહેલા પાકિસ્તાની ખેલાડીઓ સાથે પણ તેની બોલાચાલી હેડલાઈન્સ બની ચૂકી છે:
| વર્ષ અને ટૂર્નામેન્ટ | ઘટના અને વિવાદ |
| 2025 અંડર-19 એશિયા કપ ફાઈનલ | પાકિસ્તાનના ફાસ્ટ બોલર અલી રઝાએ વૈભવને આઉટ કરીને સ્લેજિંગ કર્યું, તો જવાબમાં વૈભવે ગુસ્સામાં પોતાના શૂઝ (જૂતા) તરફ ઈશારો કરીને વળતો જવાબ આપ્યો હતો. |
| 2026 U-19 વર્લ્ડ કપ (સુપર સિક્સ) | ભારતીય બોલર વિહાન મલ્હોત્રાએ પાકિસ્તાનના બેટરની વિકેટ લીધી ત્યારે વૈભવ એટલી આક્રમક ઉજવણી કરવા લાગ્યો કે વિહાન પોતે દોડીને વૈભવને પાછળ ખેંચવો પડ્યો હતો. |
આ રોમાંચક મેચ ક્રિકેટના રોમાંચ કરતાં મેદાન પર થયેલી બોલાચાલી અને અમ્પાયરોના ડ્રામાને કારણે વધુ ચર્ચામાં રહી છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો
ગુજરાતમાં ચોમાસું મોડું પડ્યું, ૧૫ જૂનની સામાન્ય તારીખ વીતી, હવે ૨૩ જૂન આસપાસ એન્ટ્રીની સંભાવના




