Home State Gujarat Gujarat Weather Update: ગુજરાતમાં ચોમાસું મોડું પડ્યું, ૧૫ જૂનની સામાન્ય તારીખ વીતી,...

Gujarat Weather Update: ગુજરાતમાં ચોમાસું મોડું પડ્યું, ૧૫ જૂનની સામાન્ય તારીખ વીતી, હવે ૨૩ જૂન આસપાસ એન્ટ્રીની સંભાવના

0
140
Gujarat Weather Update
Gujarat Weather Update

Gujarat Weather Update: ગુજરાતમાં સામાન્ય રીતે દર વર્ષે ૧૫ જૂન સુધીમાં ચોમાસાની સત્તાવાર શરૂઆત થઈ જતી હોય છે, પરંતુ આ વર્ષે નૈઋત્યના ચોમાસાની ગતિ ધીમી રહેતા ચોમાસું હજી સુધી રાજ્યમાં પહોંચી શક્યું નથી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પશ્ચિમી પવનો નબળા પડવાને કારણે ચોમાસાની પ્રગતિ અટકી છે, જેના લીધે હવે ૨૩ થી ૨૬ જૂન વચ્ચે રાજ્યમાં વિધિવત ચોમાસું બેસવાની સંભાવના છે.

બીજી તરફ, રાજ્યમાં હજી પણ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, જેમાં સતત ત્રીજા દિવસે ૪૦.૯ ડિગ્રી (છેલ્લા ૨૪ કલાકમાં ૪૧.૪ ડિગ્રી) તાપમાન સાથે ભાવનગર રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું છે. અમદાવાદમાં પણ પારો ૪૦.૪ ડિગ્રી નોંધાયો હતો.

Gujarat Weather Update

Gujarat Weather Update: ચોમાસું મોડું પડવાનું મુખ્ય કારણ

ચાલુ વર્ષે ચોમાસું કેરળમાં ૪ જૂને પહોંચ્યા બાદ મહારાષ્ટ્રના દક્ષિણ ભાગો સુધી ઝડપથી આગળ વધ્યું હતું. પરંતુ ત્યારબાદ પવનો નબળા પડતાં હાલ ચોમાસાની રેખા દક્ષિણ કોંકણ (હરનાઈ) આસપાસ અટકેલી છે. મુંબઈમાં પણ સામાન્ય રીતે ૧૧ જૂને બેસતું ચોમાસું આ વખતે ૧૮ થી ૧૯ જૂન આસપાસ શરૂ થાય તેવી શક્યતા છે. તેના કારણે ગુજરાતમાં પણ ચોમાસું આશરે એક સપ્તાહ મોડું એટલે કે દક્ષિણ ગુજરાતમાં ૨૩ જૂન અને સૌરાષ્ટ્ર-મધ્ય ગુજરાતમાં ૨૫ જૂન બાદ પહોંચશે.

Gujarat Weather Update: હવામાન વિભાગની આગામી ૭ દિવસની વરસાદની આગાહી

હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ. કે. દાસના જણાવ્યા અનુસાર, આગામી ૭ દિવસ દરમિયાન તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય, પરંતુ પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે:

  • ૧૫ થી ૧૭ જૂન: દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ કે ગાજવીજ સાથે ઝાપટાં પડી શકે છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં હવામાન સૂકું રહેશે.
  • ૧૮ થી ૧૯ જૂન: વરસાદનો વ્યાપ વધશે. દક્ષિણ ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો (અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ) માં પણ હળવોથી મધ્યમ વરસાદ શરૂ થશે.
  • ૧૯ થી ૨૧ જૂન: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ઉક્ત વિસ્તારોમાં હળવો વરસાદ ચાલુ રહેશે, જ્યારે ઉત્તર ગુજરાત અને કચ્છમાં વાતાવરણ સૂકું રહેશે.

Gujarat Weather Update: માછીમારો માટે કોઈ વોર્નિંગ નહીં

હવામાન વિભાગ દ્વારા આગામી ૭ દિવસ સુધી દરિયાકાંઠાના વિસ્તારો કે માછીમારો માટે કોઈ ‘વેધર વોર્નિંગ’ (ચેતવણી) જાહેર કરવામાં આવી નથી. જોકે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી આ સપ્તાહમાં વેગ પકડશે. બીજી તરફ અમદાવાદમાં આગામી દિવસોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

 સુરત પોલીસની મોટી સફળતા: 33 વર્ષથી ફરાર 3 ‘વોરંટિયા’ આરોપીઓ પોલીસના સકંજામાં

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે