Home State Gujarat Porbandar Breaking: બ્રાન્ડેડ કંપનીના નામે ચાલતું હતું નેટવર્ક: કમલાબાગ વિસ્તારમાંથી મુખ્ય આરોપી...

Porbandar Breaking: બ્રાન્ડેડ કંપનીના નામે ચાલતું હતું નેટવર્ક: કમલાબાગ વિસ્તારમાંથી મુખ્ય આરોપી બાબુ ઓડેદરા રંગેહાથ પકડાયો, ૩૮ પેટી નકલી દારૂ અને કેમિકલ જપ્ત.

0
158
Porbandar Breaking
Porbandar Breaking

Porbandar Breaking: પોરબંદર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ એક મોટી સફળતા મેળવીને કમલાબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતી નકલી ઇંગ્લીશ દારૂ બનાવવાની ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. પોલીસે વીઆઈપી વિસ્તાર ગણાતા કલેક્ટર ઇન્સ્પેક્શન બંગલાની પાછળ, સંદીપની રોડ પર ઓચિંતી રેડ પાડીને આ કૌભાંડ ઝડપી પાડ્યું છે. આ મામલે પોલીસે ૪ લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી મુખ્ય આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય ત્રણ ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

Porbandar Breaking: બ્રાન્ડેડ કંપનીના નામે થતું હતું નકલી દારૂનું પેકિંગ

Porbandar Breaking
Porbandar Breaking

 લોકલ ક્રાઈમ બ્રાન્ચને ચોક્કસ બાતમી મળી હતી કે સંદીપની રોડ પર અંદરની બાજુએ મોટા પાયે નકલી ‘ઇન્ડિયન મેડ ફોરેન લિકર’ (IMFL) બનાવવાનું નેટવર્ક ચાલી રહ્યું છે. આ બાતમીના આધારે પોલીસે મોડી રાત્રે દરોડો પાડ્યો હતો. આરોપીઓ જાણીતી બ્રાન્ડના નામે ડુપ્લીકેટ દારૂ તૈયાર કરતા હતા. ફેક્ટરીમાંથી રોયલ ચેલેન્જ વ્હીસ્કીની ૪૫૬ બોટલો (૩૮ પેટી નકલી દારૂ), દારૂ બનાવવા માટેનું કેમિકલ, પ્રવાહી, ઇન્જેક્શન અને બોટલ પેક કરવાની મશીનરી સહિત કુલ રૂ. ૪,૦૧,૧૦૬ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

Porbandar Breaking: મુખ્ય આરોપી રંગેહાથ ઝડપાયો

Porbandar Breaking

પોલીસે રેડ દરમિયાન ઘટનાસ્થળેથી મુખ્ય આરોપી બાબુ કેશવ ઓડેદરાને રંગેહાથ ઝડપી લીધો હતો. જો કે, આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય ત્રણ સાગરીતો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.

Porbandar Breaking: વોન્ટેડ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ

Porbandar Breaking

આ ગુનામાં સામેલ અને હાલ ફરાર આરોપીઓમાં (૧) રણજીત લીલા ભુતીયા, (૨) ભરત લીલા ભુતીયા (બંને રહે. રાણા કંડોર્ણા) અને (૩) ભોલા દીપક ખુંટી (રેહે. એરડા) નો સમાવેશ થાય છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ત્રણેય આરોપીઓ અગાઉ ભાયાવદર પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં પણ સંડોવાયેલા રીઢા ગુનેગારો છે.

હાલ આ સમગ્ર મામલે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને ફરાર ત્રણેય આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: ઓઢવ બ્રેકિંગ: ૬ કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ, ‘અંબિકા પ્લાસ્ટિક’માં લાગેલી આગે લીધો એકનો ભોગ.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે