Gujarat Weather Update: ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે હવે હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે. રાજ્યમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી પૂર્ણ જોશમાં કાર્યરત છે, જેના કારણે આગામી 24 કલાક માટે મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદનું ‘યલો એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસું હાલ અરબી સમુદ્રના વધુ ભાગો, ગોવા અને કર્ણાટક (મેંગ્લોર) તરફ આગળ વધી રહ્યું છે. ગુજરાતમાં સત્તાવાર ચોમાસાની એન્ટ્રી 15 જૂન આસપાસ થવાની સંભાવના છે.
Gujarat Weather Update: આગામી 24 કલાક આ જિલ્લાઓમાં એલર્ટ (40 થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાશે)

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાકમાં ઉત્તર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા અને ભારે પવન સાથે મધ્યમ વરસાદ પડી શકે છે.
- ઉત્તર અને મધ્ય ગુજરાત: બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર.
- દક્ષિણ ગુજરાત: વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ હળવોથી મધ્યમ વરસાદ રહેશે.
- સૌરાષ્ટ્ર અને દીવ: સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.
Gujarat Weather Update: અમદાવાદમાં કેવું રહેશે વાતાવરણ?

અમદાવાદમાં સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેશે. શહેરમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટું પડી શકે છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 41°C ની આસપાસ રહેવાની શક્યતા છે.
Gujarat Weather Update: 11 જૂન સુધીની સ્થિતિ: ક્યાં વરસાદ ઘટશે અને ક્યાં ચાલુ રહેશે?

જેમ-જેમ દિવસો આગળ વધશે, તેમ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છમાં વાતાવરણ સંપૂર્ણ સૂકું થઈ જશે. જોકે, આગામી 6 થી 7 દિવસ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવો વરસાદ ચાલુ રહેશે:
- અહીં વરસાદ ચાલુ રહેશે: સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ.
Gujarat Weather Update: તાપમાનનો પારો ગગડ્યો

પ્રી-મોન્સૂન એક્ટિવિટીના કારણે રાજ્યના મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે, જેનાથી લોકોને ગરમીથી રાહત મળી છે.
- અમદાવાદ: 41.3°C (રાજ્યમાં સૌથી વધુ)
- ગાંધીનગર: 40.7°C
- સુરેન્દ્રનગર: 40.4°C
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી એક અઠવાડિયા દરમિયાન તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી, પરંતુ ચોમાસાના આગમન સાથે જ ગરમીનો પારો વધુ ગગડશે.
વધુ સમાંચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: ભારતીય ક્રિકેટ ટીમમાં વૈભવનો સુર્ય આસમાને, ૧૫ વર્ષના વૈભવ સૂર્યવંશીની ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી; સૂર્યા આઉટ, શ્રેયસ અય્યર T20નો નવો કેપ્ટન




