Home Desh Horrific Fire in Delhi: દિલ્હીમાં ભયાનક અગ્નિકાંડ, માલવીય નગરની રેસ્ટોરન્ટ અને હોટલમાં...

Horrific Fire in Delhi: દિલ્હીમાં ભયાનક અગ્નિકાંડ, માલવીય નગરની રેસ્ટોરન્ટ અને હોટલમાં આગ લાગતાં 21 લોકો જીવતા ભડથું, અનેક વિદેશીઓના મોત

0
399
Horrific Fire in Delhi
Horrific Fire in Delhi

Horrific Fire in Delhi: રાજધાની દિલ્હીના માલવીય નગર વિસ્તારમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને મોટી દુર્ઘટના સામે આવી છે. અહીં બુધવારે સવારે એક રેસ્ટોરન્ટમાં લાગેલી ભીષણ આગ જોતજોતામાં ઉપર આવેલી હોટલમાં ફેલાઈ ગઈ હતી. આ અગ્નિકાંડમાં 21 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. મૃતકોમાં મધ્ય એશિયા અને આફ્રિકી દેશોના કેટલાક વિદેશી નાગરિકો પણ સામેલ હોવાના અહેવાલ છે, જોકે તેમની ચોક્કસ સંખ્યા અંગે સત્તાવાર પુષ્ટિ બાકી છે.

આ ભયાનક અકસ્માત બાદ ફાયર બ્રિગેડ અને સ્થાનિક લોકોની મદદથી 40થી વધુ લોકોને રેસ્ક્યૂ કરીને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તો પૈકી ઘણા લોકોની હાલત અત્યંત ગંભીર છે, જેમાંથી 13 જેટલા લોકો હાલ AIIMS હોસ્પિટલમાં જિંદગી અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.

Horrific Fire in Delhi

Horrific Fire in Delhi: 6 માળની ઇમારતમાં સવારે 8.50 વાગ્યે મચી ચીસાચીસ

દિલ્હી ફાયર સર્વિસના જણાવ્યા અનુસાર, માલવીય નગરના પ્રેસ એન્ક્લેવ રોડ પર આવેલી 6 માળની ઇમારતના ગ્રાઉન્ડ ફ્લોર પર કાર્યરત ‘લેમન ગ્રીન રેસ્ટોરન્ટ’માં સવારે અંદાજે 8:50 વાગ્યે અચાનક આગ ફાટી નીકળી હતી. સવારનો સમય હોવાથી લોકો કશું સમજે તે પહેલાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને તે ગ્રાઉન્ડ ફ્લોરથી ઉપરના ત્રણ માળ સુધી ફેલાઈ ગઈ હતી. આ રેસ્ટોરન્ટની ઉપર જ ‘હોટેલ ફ્લોરિશ સ્ટે’ આવેલી હતી, જેમાં પ્રવાસીઓ રોકાયેલા હતા.

Horrific Fire in Delhi

Horrific Fire in Delhi: જીવ બચાવવા લોકો ત્રીજા-ચોથા માળેથી કૂદ્યા, સ્થાનિકોએ ગાદલા પાથર્યા

ઘટનાસ્થળેથી સામે આવેલા વીડિયો હૃદય કંપાવી દે તેવા છે. ઈમારતમાંથી કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા અને આગની જ્વાળાઓ નીકળતી જોઈને અંદર ફસાયેલા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. કેટલાક લોકો પોતાનો જીવ બચાવવા માટે સળગતી ઇમારતની બારીઓ અને ધાબા પરથી નીચે કૂદતા જોવા મળ્યા હતા. નીચે ઉભેલા સ્થાનિક રહીશોએ માનવતા દાખવીને તાત્કાલિક જમીન પર મોટા ગાદલા પાથરી દીધા હતા, જેથી કૂદનારા લોકોના જીવ બચાવી શકાયા હતા. આ સિવાય બેઝમેન્ટમાં ફસાયેલા 6થી વધુ લોકોને પણ ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યા હતા.

Horrific Fire in Delhi

Horrific Fire in Delhi: હોસ્પિટલમાં સારવાર માટે આવેલા દર્દીઓના સગા હોટલમાં રોકાયા હતા

આ ઘટના જે રોડ પર બની છે તેની આસપાસ જ મેક્સ હોસ્પિટલ અને AIIMS જેવી મોટી હોસ્પિટલો આવેલી છે. પ્રારંભિક માહિતી મુજબ, દેશ-વિદેશથી આ હોસ્પિટલોમાં સારવાર કરાવવા આવતા દર્દીઓના પરિવારજનો અને સગાસંબંધીઓ જ મોટેભાગે આ ‘હોટેલ ફ્લોરિશ સ્ટે’માં રોકાતા હતા. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી અને પોલીસ તેમજ ફોરેન્સિક ટીમ તપાસ કરી રહી છે.

તંત્રની બેદરકારી અને ફાયર સેફ્ટીના અભાવ સામે ફરી સવાલો ઉભા થયા છે, કારણ કે છેલ્લા માત્ર 6 મહિનામાં જ દિલ્હીમાં આગની અલગ-અલગ ઘટનાઓમાં કુલ 66 લોકો પોતાના જીવ ગુમાવી ચૂક્યા છે.

Horrific Fire in Delhi

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

અમદાવાદમાં દૂષિત પાણીથી રોગચાળો ફાટી નીકળ્યો ઘાટલોડિયામાં 500થી વધુ લોકો ઝાડા-ઉલટીના ભોગ બન્યા, 40 જેટલા દર્દીઓ હોસ્પિટલમાં દાખલ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે