Brutal Murder in Vadodara: વડોદરામાં સરેઆમ અગ્નિકાંડ જેવો આક્રોશ, પત્નીની નજર સામે જ પતિની ચાકુના ઘા ઝીંકી કરપીણ હત્યા, છેડતીની અદાવતમાં ખેલાયો લોહિયાળ ખેલ

0
188
Brutal Murder in Vadodara
Brutal Murder in Vadodara

Brutal Murder in Vadodara: સંસ્કારી નગરી વડોદરામાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાડતી એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. વડસર ગામના ભાલિયાવાસમાં રહેતા ૩૦ વર્ષીય ગિરીશ ભાલિયા નામના યુવકની પત્નીની નજર સામે જ ચાકુના આડેધડ ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરવામાં આવી છે. લગ્ન પ્રસંગમાં પત્નીની છેડતી કરનાર શખ્સે પંચાયતમાં બદનામી થતાં તેનો ખાર રાખી આ પૂર્વ આયોજિત હત્યાકાંડને અંજામ આપ્યો છે. માતા-પિતાના એકના એક લાડકવાયા દીકરાના મોતથી પરિવાર ઉજ્જડ થઈ ગયો છે, જ્યારે માસૂમ દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે.

Brutal Murder in Vadodara

Brutal Murder in Vadodara: લગ્ન પ્રસંગમાં થઈ હતી પત્નીની છેડતી

મૃતક ગિરીશભાઈની ૨૪ વર્ષીય પત્ની પૂજાબેને અટલાદરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર, ગત ૨૯ એપ્રિલ ૨૦૨૬ના રોજ તેઓ પરિવાર સાથે અમદાવાદના દહેગામ ખાતે મામા સસરાના લગ્નમાં ગયા હતા. ત્યાં દર્શન મારવાડી નામના શખ્સે પૂજાબેનનો હાથ પકડી તેમની છેડતી કરી હતી. પૂજાબેને આ અંગે પતિ અને પરિવારને જાણ કરતાં દર્શન ત્યાંથી ભાગી ગયો હતો. વડોદરા પરત ફર્યા બાદ સમાજના આગેવાનોની હાજરીમાં યોજાયેલી પંચાયતમાં દર્શને પોતાની ભૂલ સ્વીકારવી પડી હતી, જેના કારણે સમાજમાં તેનું ભારે અપમાન થયું હતું.

Brutal Murder in Vadodara

Brutal Murder in Vadodara: માતાજીના માંડવામાં તક જોઈને તૂટી પડ્યા

આ અપમાનનો બદલો લેવા દર્શન મારવાડી અને કરણ મારવાડી મોકો શોધી રહ્યા હતા. ૨ જૂનની રાત્રે કલાલીના ગોકુળનગર પાછળ મેદાનમાં સમાજનો માતાજીનો માંડવો યોજાયો હતો, જેમાં ગિરીશભાઈ, પત્ની પૂજાબેન અને ભાઈ મેહુલભાઈ સાથે હાજર હતા. રાત્રે આશરે ૩:૧૫ વાગ્યે કાર્યક્રમ પૂરો થયા બાદ ગિરીશભાઈ પાણીની બોટલ લેવા સ્ટોલ પાસે ઉભા હતા.

તે જ સમયે દર્શન અને કરણ મારવાડી ફોર-વ્હીલર ગાડી લઈને ત્યાં ધસી આવ્યા હતા અને ગિરીશભાઈ સાથે ઝઘડો શરૂ કર્યો હતો. દર્શને પહેલા ગિરીશભાઈના માથા પર મુક્કો માર્યો અને ચાવી વડે કપાળ પર ઈજા કરી તેમને નીચે પાડી દીધા હતા. ત્યારબાદ દર્શને પોતાના ખિસ્સામાંથી ચપ્પુ કાઢી ગિરીશભાઈના પેટના નીચેના ભાગે તેમજ બંને જાંઘ પર આડેધડ ઘા ઝીંકી દીધા હતા.

Brutal Murder in Vadodara

Brutal Murder in Vadodara: હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ દમ તોડ્યો

પતિને લોહીલુહાણ હાલતમાં જોઈ પૂજાબેને બૂમાબૂમ કરી મૂકતા દિયર મેહુલભાઈ વચ્ચે પડ્યા હતા, જેથી બંને આરોપીઓ ગાડી લઈને ત્યાંથી રફૂચક્કર થઈ ગયા હતા. ગંભીર રીતે ઘવાયેલા ગિરીશભાઈને તાત્કાલિક અક્ષર ચોક નજીકની ખાનગી હોસ્પિટલ અને ત્યાંથી ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સયાજી (SSG) હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

Brutal Murder in Vadodara

Brutal Murder in Vadodara: “મારા ગિરીશને પાછો લાવી આપો…” પરિવારનું કરુણ આક્રંદ

એકના એક દીકરાની હત્યાના સમાચાર મળતા જ વૃદ્ધ માતા-પિતા પર આભ તૂટી પડ્યું છે. સયાજી હોસ્પિટલ ખાતે મૃતકની પત્ની પૂજાબેને ચોધાર આંસુએ રડતા આક્રંદ કર્યું હતું કે, “મારા ગિરીશને પાછો લાવી આપો.” ઘટનાની ગંભીરતાને જોતાં ડીસીપી ઝોન-૨ મંજીતા વણઝારા પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા. મૃતકના પિતરાઈ ભાઈ મેહુલ ભાલિયાએ પોલીસ પાસે આરોપીઓ સામે વહેલી તકે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. અટલાદરા પોલીસે બંને આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધી તેમને ઝડપી પાડવા અલગ-અલગ ટીમો બનાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Brutal Murder in Vadodara

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

 દિલ્હીમાં ભયાનક અગ્નિકાંડ, માલવીય નગરની રેસ્ટોરન્ટ અને હોટલમાં આગ લાગતાં 21 લોકો જીવતા ભડથું, અનેક વિદેશીઓના મોત