Clean Water Crisis in Ahmedabad: અમદાવાદમાં દૂષિત પાણીથી રોગચાળો ફાટી નીકળ્યો ઘાટલોડિયામાં 500થી વધુ લોકો ઝાડા-ઉલટીના ભોગ બન્યા, 40 જેટલા દર્દીઓ હોસ્પિટલમાં દાખલ

0
182
Clean Water Crisis in Ahmedabad
Clean Water Crisis in Ahmedabad

Clean Water Crisis in Ahmedabad: શહેરના ઘાટલોડિયા વિસ્તાર અને ગોતા વોર્ડમાં આવેલા આકાંક્ષા એપાર્ટમેન્ટમાં પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી જતાં ભયંકર રોગચાળો ફાટી નીકળ્યો છે. સ્થાનિકોના દાવા મુજબ, સોસાયટીમાં અંદાજે 500થી વધુ લોકો ઝાડા-ઉલટીની ઝપેટમાં આવી ગયા છે. આ ગંભીર પરિસ્થિતિને પગલે 30થી 40 લોકોને નજીકની ખાનગી હોસ્પિટલોમાં દાખલ કરવા પડ્યા છે, જ્યારે બે મહિલાઓની તબિયત વધુ લથડતાં 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.

રોગચાળાની ગંભીરતાને જોતાં અમદાવાદ મહાનગરપાલિકા (AMC)ના મેયર હિતેશ બારોટ તાત્કાલિક આકાંક્ષા ફ્લેટ ખાતે દોડી આવ્યા હતા. તેમણે સ્થાનિક રહીશોની મુલાકાત લઈ તેમની સમસ્યાઓ સાંભળી હતી અને આ પ્રશ્નનું ઝડપી નિરાકરણ લાવવા માટે અધિકારીઓને કડક સૂચના આપી છે.

Clean Water Crisis in Ahmedabad: તંત્રની ઘોર બેદરકારી: ચાર દિવસથી લોકો પરેશાન

Clean Water Crisis in Ahmedabad

સ્થાનિક રહીશોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનો આક્ષેપ છે કે છેલ્લા ચાર દિવસથી સોસાયટીના રહીશો દૂષિત પાણી અને બીમારીનો સામનો કરી રહ્યા છે, છતાં પણ શરૂઆતમાં કોઈ નેતા કે અધિકારી તેમની વહારે આવ્યા ન હતા. પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે લોકોને પીવા અને રસોઈ કરવા માટે બહારથી પાણીના આખા બાટલા (જા booze) ખરીદીને મંગાવવા પડી રહ્યા છે.

Clean Water Crisis in Ahmedabad:અમે ફરિયાદ કરી તો તંત્રએ કહ્યું બધું ઓલરાઇટ છે’

Clean Water Crisis in Ahmedabad

આકાંક્ષા ફ્લેટના સેક્રેટરી સનદભાઈ કેસુરે તંત્રની પોલ ખોલતા જણાવ્યું હતું કે, “આ આખી ઘટનાની શરૂઆત શુક્રવારથી થઈ હતી. પાણીમાં દુર્ગંધ આવતી હોવાથી રહીશોએ સોસાયટી ઓફિસમાં ચેરમેન-સેક્રેટરીને ફરિયાદ કરી હતી. અમે જાતે તપાસ કરતાં જાણવા મળ્યું કે પાણીમાં ગટરનું પાણી મિક્સ થઈ રહ્યું છે.”

તેમણે વધુમાં ઉમેર્યું કે, “અમે તાત્કાલિક પાણી પુરવઠા વિભાગને જાણ કરી, પરંતુ શનિવાર સવારે તંત્રએ એવો જવાબ આપ્યો કે ‘બધું ઓલરાઇટ છે, કોઈ કમ્પ્લેન નથી’. શનિવારે બપોરે અમે AMCને ફરીથી જાણ કરી તો ત્યાંથી પણ એવો જ જવાબ મળ્યો કે ક્યાંય કોઈ વાંધો નથી.”

Clean Water Crisis in Ahmedabad: જનતાનગર પાસે લાઈનમાં ભંગાણ, રવિવારે પણ આવ્યું દુર્ગંધવાળું પાણી

સેક્રેટરીના જણાવ્યા મુજબ, શનિવારે રાત્રે સ્થાનિકોને ખબર પડી કે જનતાનગર પાસે પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ પડ્યું છે, જેના કારણે નર્મદાના શુદ્ધ પાણીમાં ગટરનું ગંદુ પાણી ભળી રહ્યું હતું. AMCના અધિકારીઓ આ અકસ્માતથી તદ્દન અજાણ હતા. સોસાયટી દ્વારા દબાણ કરવામાં આવ્યા બાદ શનિવારે રાત્રે 12 વાગ્યાથી સમારકામ શરૂ કરાયું હતું જે રવિવારે વહેલી સવારે 3 વાગ્યે પૂરું થયું હતું. જો કે, આ કામગીરી બાદ પણ રવિવારે સોસાયટીમાં જે પાણી આવ્યું, તેમાંથી ભારે દુર્ગંધ આવી રહી હતી, જેને પગલે સ્થાનિકોમાં હજુ પણ ભય અને ચિંતાનો માહોલ છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: શાહના હુંકારના 5મા દિવસે જ એક્શન ગુજરાતભરમાં ‘ઓપરેશન ઘૂસણખોર’, અમદાવાદ-સુરત-રાજકોટમાં દરોડા, 166 બાંગ્લાદેશી ઝડપાયા