HomeGujaratBhedwad Khadi in Surat Reaches 7.15m: સુરતની ભેદવાડ ખાડી ભયજનક સપાટીની નજીક:...

Bhedwad Khadi in Surat Reaches 7.15m: સુરતની ભેદવાડ ખાડી ભયજનક સપાટીની નજીક: સતત ૨૬ કલાકથી ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોમાં ચિંતાનું મોજું

Bhedwad Khadi in Surat Reaches 7.15m: સુરતમાં ચોમાસાની સ્થિતિ વચ્ચે ખાડીકાંઠાના વિસ્તારો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. સુરત શહેરની મહત્વની એવી ભેદવાડ ખાડી ભયજનક સપાટીને આંબી જવાના આરે છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ખાડી છેલ્લા ૨૬ કલાકથી સતત ઓવરફ્લો થઈ રહી છે, જેના કારણે સ્થાનિક વહીવટી તંત્ર અને નાગરિકો એલર્ટ મોડ પર આવી ગયા છે.

હવામાન અને સિંચાઈ વિભાગના આંકડા મુજબ, ભેદવાડ ખાડીની સપાટી હાલ ૭.૧૫ મીટર પર પહોંચી ચૂકી છે. નોંધનીય છે કે આ ખાડીની ભયજનક સપાટી ૭.૨ મીટર નક્કી કરવામાં આવી છે. એટલે કે, ભયજનક નિશાનથી માત્ર ૦.૦૫ મીટર જ પાણી દૂર છે, જેના કારણે કોઈપણ સમયે ગંભીર સ્થિતિ સર્જાઈ શકે છે.

Bhedwad Khadi in Surat Reaches 7.15m

Bhedwad Khadi in Surat Reaches 7.15m: નીચાણવાળા વિસ્તારો પર જોખમ

Bhedwad Khadi in Surat Reaches 7.15m

સતત ૨૬ કલાકથી ખાડી ઓવરફ્લો થવાને કારણે તેની આસપાસના અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાની સમસ્યા વિકટ બની શકે છે. પાણીના સતત વધતા સ્તરને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા નદી-ખાડી કિનારે રહેતા લોકોને સુરક્ષિત રહેવા અને સાવચેતી રાખવા માટે સૂચના આપવામાં આવી છે.

તંત્રની અપીલ: નાગરિકોને અંદેશો આપવામાં આવ્યો છે કે તેઓ બિનજરૂરી ઘરની બહાર ન નીકળે અને સુરક્ષિત સ્થળોએ રહે. મહાનગરપાલિકાની ટીમ દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: અમદાવાદના વેજલપુરમાં વરસાદી પાણીમાં ફસાયેલી સ્કૂલ બસમાંથી તમામ વિદ્યાર્થીઓનું સફળ રેસ્ક્યુ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments