Home State Gujarat Monsoon Fury in Gujarat: ગુજરાતમાં મેઘતાંડવ, નવસારી-વલસાડમાં પૂરની વિકટ સ્થિતિ, ૧૧ જિલ્લામાં...

Monsoon Fury in Gujarat: ગુજરાતમાં મેઘતાંડવ, નવસારી-વલસાડમાં પૂરની વિકટ સ્થિતિ, ૧૧ જિલ્લામાં રેડ એલર્ટ અને ૬ જિલ્લામાં શાળાઓ-કોલેજો બંધ

0
151
Monsoon Fury in Gujarat
Monsoon Fury in Gujarat

Monsoon Fury in Gujarat: ગુજરાતમાં મેઘરાજાએ સર્વત્ર રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ જોવા મળી રહ્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૧૧૯ તાલુકાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે, જેમાં નવસારીના ખેરગામમાં સૌથી વધુ ૧૬ ઇંચ અને વલસાડના ઉમરગામમાં ૩૬ ઇંચ જેટલો આફતરૂપ વરસાદ ખાબકતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. વલસાડમાં ૨૪ વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે.

Monsoon Fury in Gujarat

Monsoon Fury in Gujarat: નવસારી અને સુરતમાં પૂરની સ્થિતિ, ૩,૦૦૦થી વધુ લોકોનું રેસ્ક્યૂ

ભારે વરસાદના કારણે નવસારીની પૂર્ણા નદી ૨૪ ફૂટની ભયજનક સપાટી વટાવીને વહી રહી છે, જેના કારણે શહેરનો ૩૦ ટકા વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે. અંબિકા અને કાવેરી નદીઓ પણ ભયજનક સપાટી કુદાવી ચૂકી છે. તંત્ર દ્વારા અત્યાર સુધીમાં નવસારીમાંથી ૩,૦૦૦ અને વલસાડમાંથી ૧,૨૦0 તેમજ સુરતમાંથી ૧,૫૦૦થી વધુ લોકોને રેસ્ક્યૂ કરીને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. વાંસદામાં બાઈક પાણીના તેજ વહેણમાં તણાવાથી બે યુવાનોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે.

Monsoon Fury in Gujarat

સુરત શહેરમાં માત્ર એક જ મહિનામાં ૫૦ ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. સારોલી, સણિયા હેમદ અને વેલંજા જેવા નીચાણવાળા વિસ્તારોમાં ૧૦ થી ૧૫ ફૂટ પાણી ભરાઈ જતાં મકાનો અને દુકાનો જળમગ્ન બન્યા છે. વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો છે અને ૧,૧૦૦ જેટલા રસ્તાઓ બંધ કરવા પડ્યા છે.

Monsoon Fury in Gujarat

Monsoon Fury in Gujarat: મુખ્યમંત્રીની ઈમરજન્સી બેઠક અને PM મોદીની નજર

પરિસ્થિતિની ગંભીરતાને જોઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે SEOC ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજી રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી. મંત્રીઓ અને વરિષ્ઠ સચિવોને ગ્રાઉન્ડ ઝીરો પર ઉતારી દેવામાં આવ્યા છે. બીજી તરફ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મુખ્યમંત્રી સાથે ટેલિફોનિક વાતચીત કરી સ્થિતિની માહિતી મેળવીને કેન્દ્ર સરકાર તરફથી તમામ સહાયની ખાતરી આપી છે. રાજ્યમાં NDRF અને SDRFની ટીમો પૂરજોશમાં કામ કરી રહી છે અને જરૂર પડ્યે એરલિફ્ટ માટેનું આગોતરું આયોજન પણ કરાયું છે.

Monsoon Fury in Gujarat

Monsoon Fury in Gujarat: ૬ જિલ્લામાં શાળાઓ-કોલેજો બંધ અને રેડ એલર્ટ

વિદ્યાર્થીઓની સલામતીને પ્રાથમિકતા આપીને તંત્ર દ્વારા અમદાવાદ, ગાંધીનગર, સુરત, વલસાડ, મહીસાગર અને નવસારી જિલ્લામાં ૨૪ જુલાઈના રોજ તમામ શાળાઓ, આંગણવાડીઓ અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે.

Monsoon Fury in Gujarat

હવામાન વિભાગની આગાહી મુજબ, આજે ૧૧ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદને લઈને ‘રેડ એલર્ટ’ આપવામાં આવ્યું છે, જ્યારે આગામી ૩ કલાક દરમિયાન પણ વીજળીના કડાકા-ભડાકા અને ભારે પવન (૪૧ થી ૬૧ કિમી પ્રતિ કલાકની ઝડપ) સાથે વરસાદ ખાબકવાની પૂરી સંભાવના છે. પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સહાય માટે રેલવે સ્ટેશનો પર હેલ્પ ડેસ્ક પણ શરૂ કરવામાં આવ્યા છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

સુરતની ભેદવાડ ખાડી ભયજનક સપાટીની નજીક: સતત ૨૬ કલાકથી ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોમાં ચિંતાનું મોજું

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે