Tribal Pride in Delhi: ઓળખ બચાવવાની લડાઈ, દિલ્હીના લાલ કિલ્લા પર આદિવાસીઓની ભવ્ય ‘મહારેલી’, ગુજરાતમાંથી 6,000 લોકો રવાના

0
105
Tribal Pride in Delhi
Tribal Pride in Delhi

Tribal Pride in Delhi: પોતાની મૂળ સંસ્કૃતિ, પરંપરા અને અસ્તિત્વની રક્ષા કાજે સમગ્ર દેશના આદિવાસીઓ હવે એક તાંતણે બંધાયા છે. જનજાતિ સુરક્ષા મંચ દ્વારા આવતીકાલે એટલે કે, 24 મે, 2026ના રોજ દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લાના મેદાન પર એક વિશાળ રાષ્ટ્રીય કાર્યક્રમ અને મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ વર્ષ નિમિત્તે યોજાનારા આ ‘જનજાતિ સાંસ્કૃતિક સમાગમ’માં દેશભરમાંથી લાખો આદિવાસીઓ ઉમટી પડશે. આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય સંસદમાં ડી-લિસ્ટિંગ બિલ’ (Delisting Bill) પાસ કરાવવાની માગને બુલંદ કરવાનો છે.

Tribal Pride in Delhi

Tribal Pride in Delhi: ગુજરાતમાંથી 3 સ્પેશિયલ ટ્રેનો દ્વારા આદિવાસીઓ દિલ્હી જવા રવાના

દિલ્હીના આ ઐતિહાસિક આંદોલનમાં સહભાગી થવા માટે ગુજરાતના આદિવાસી સમાજમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી આશરે 6,000 જેટલા જનજાતિ સમાજના કાર્યકર્તાઓ અને આગેવાનો દિલ્હી પહોંચી રહ્યા છે.

જનજાતિ કલ્યાણ આશ્રમ ગુજરાત પ્રાંતના મહામંત્રી યોગેશ ગામીતે વિગતો આપતા જણાવ્યું કે, “સમગ્ર દેશમાંથી લાખોની સંખ્યામાં આદિવાસીઓ દિલ્હી આવી રહ્યા છે. ગુજરાતમાંથી આ માટે ત્રણ સ્પેશિયલ ટ્રેનો બુક કરવામાં આવી છે, જેમાંથી ગોધરા અને ભરૂચથી બે ટ્રેન ઓલરેડી રવાના થઈ ચૂકી છે.” ગઈકાલે દક્ષિણ ગુજરાતના નવસારીના ઐતિહાસિક રામજી મંદિર ખાતે પાંચ જિલ્લા અને દાદરા નગર હવેલીના આશરે 2000થી વધુ લોકો એકઠા થયા હતા અને પોતાના સ્વયંભૂ ખર્ચે એક ભવ્ય રેલી સ્વરૂપે નવસારી રેલવે સ્ટેશન પહોંચી વિશેષ ટ્રેન દ્વારા દિલ્હી જવા રવાના થયા હતા.

Tribal Pride in Delhi

Tribal Pride in Delhi: શું છે આ ‘ડી-લિસ્ટિંગ’ (Delisting) અને મુખ્ય માગ?

‘ડી-લિસ્ટિંગ’ એટલે બંધારણીય યાદીમાંથી નામ હટાવવું. ભારતના બંધારણ હેઠળ આદિવાસી સમાજને Schedule Tribes (ST) એટલે કે ‘અનુસૂચિત જનજાતિ’ની યાદીમાં સામેલ કરાયા છે, જેના કારણે તેમને સરકારી નોકરીઓ, શિક્ષણ અને ચૂંટણીઓમાં અનામત (Reservation) તથા અન્ય સરકારી યોજનાઓનો લાભ મળે છે.

આ આંદોલન પાછળ આદિવાસી સંગઠનોની મુખ્ય માગણીઓ નીચે મુજબ છે:

  • ધર્માંતરણ કરનારાઓનું અનામત બંધ કરો: જે લોકો પોતાની મૂળ આદિવાસી સંસ્કૃતિ, રીત-રિવાજો અને પૂજા પદ્ધતિ છોડીને અન્ય ધર્મમાં ધર્માંતરણ કરી ગયા છે, તેમને આદિવાસી તરીકે મળતા ST Reservation (અનામત)ના લાભો તાત્કાલિક બંધ થવા જોઈએ.
  • મૂળ સંસ્કૃતિના લોકોને જ લાભ: જેઓ આજે પણ પોતાની પરંપરાગત પૂજા પદ્ધતિ અને રૂઢિઓ સાથે જોડાયેલા છે, માત્ર અને માત્ર તેમને જ જનજાતિ અનામતનો લાભ મળવો જોઈએ. સંગઠનનો આરોપ છે કે ગામડાઓમાં વધી રહેલા ધર્માંતરણના કારણે મૂળ આદિવાસી સંસ્કૃતિ તૂટી રહી છે.
Tribal Pride in Delhi

Tribal Pride in Delhi: ગૃહમંત્રી અમિત શાહ અને રાષ્ટ્રપતિને સોંપાશે આવેદનપત્ર

આગામી 24મી તારીખે બપોરે 3 વાગ્યે દિલ્હીના અલગ-અલગ પાંચ વ્યુહાત્મક સ્થળોએથી આદિવાસીઓની ભવ્ય સાંસ્કૃતિક રેલીઓ નીકળશે. પરંપરાગત વેશભૂષા અને વાદ્યો સાથે આ રેલીઓ લાલ કિલ્લાના મેદાન પર પહોંચશે, જ્યાં તે એક વિશાળ સભામાં પરિવર્તિત થશે.

ખાસ નોંધ: આ ઐતિહાસિક અવસરે દેશના ગૃહમંત્રી અમિત શાહ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેવાના છે. જનજાતિ સુરક્ષા મંચના અગ્રણીઓ દ્વારા ‘ડી-લિસ્ટિંગ બિલ’ પાસ કરવાની માગ સાથે દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ગૃહમંત્રી અમિત શાહને એક વિસ્તૃત આવેદનપત્ર સોંપવામાં આવશે. આદિવાસી સંગઠનોએ સ્પષ્ટ કર્યું છે કે, પોતાની ઓળખ અને અસ્તિત્વને બચાવવા માટેની આ નિર્ણાયક લડાઈ હવે દિલ્હીના દરબાર સુધી પહોંચી ગઈ છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

 અમદાવાદમાં આગનો આતંક સેટેલાઇટની બિલ્ડિંગમાં AC અને ચાર્જરના કારણે લાગી ભીષણ આગ, 15 લોકોનું દિલધડક રેસ્ક્યૂ