Home State Gujarat Vadodara Food Safety Crackdown: વડોદરામાં ફૂડ સેફ્ટી વિભાગનો સપાટો, ખંડેરાવ માર્કેટમાં લાયસન્સ...

Vadodara Food Safety Crackdown: વડોદરામાં ફૂડ સેફ્ટી વિભાગનો સપાટો, ખંડેરાવ માર્કેટમાં લાયસન્સ વિના ચાલતી 12 ફ્રૂટની દુકાનો સીલ, ₹48,500નો દંડ વસૂલાયો

0
265
Vadodara Food Safety Crackdown
Vadodara Food Safety Crackdown

Vadodara Food Safety Crackdown: શહેરીજનોના આરોગ્ય સાથે ચેડાં કરતા વેપારીઓ સામે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC)ની ખોરાકશાખાએ લાલ આંખ કરી છે. આજે વહેલી સવારે કોર્પોરેશનની ફૂડ સેફ્ટી ટીમે વડોદરાના હાર્દ સમાન ખંડેરાવ માર્કેટની ફ્રૂટ બજારમાં ઓચિંતું ચેકિંગ હાથ ધર્યું હતું. ખોરાકશાખાની આ અચાનક રેડના કારણે બજારના વેપારીઓમાં ભારે દોડધામ મચી ગઈ હતી.

Vadodara Food Safety Crackdown

Vadodara Food Safety Crackdown: નિયમોનું ઉલ્લંઘન કરનારી 12 દુકાનો તાત્કાલિક બંધ કરાવાઈ

મળતી માહિતી મુજબ, ખોરાકશાખાની ટીમે વોર્ડ નંબર 13માં સમાવિષ્ટ ખંડેરાવ માર્કેટની પાછળના ભાગે આવેલી ફ્રૂટની દુકાનોમાં સઘન તપાસ શરૂ કરી હતી. આ ચેકિંગ દરમિયાન ફૂડ સેફ્ટી એક્ટ અંતર્ગત જરૂરી લાયસન્સ કે રજીસ્ટ્રેશન ન ધરાવતી 12 દુકાનોને તાત્કાલિક અસરથી બંધ કરાવી દેવામાં આવી હતી. અધિકારીઓએ આ વેપારીઓને કડક આદેશ આપ્યો છે કે જ્યાં સુધી કાયદેસરનું લાયસન્સ/રજીસ્ટ્રેશન મેળવવામાં નહીં આવે, ત્યાં સુધી દુકાનો શરૂ કરી શકાશે નહીં.

Vadodara Food Safety Crackdown: 22 સ્થળોએ તપાસ: 70 કિલો સડેલા ફળોનો નાશ

આ કાર્યવાહી દરમિયાન ફૂડ વિભાગે માત્ર લાયસન્સ જ નહીં, પરંતુ સ્વચ્છતા અને ગુણવત્તા બાબતે પણ કડક વલણ અપનાવ્યું હતું.

  • દંડાત્મક કાર્યવાહી: બજારમાં આવેલી 22 દુકાનો, ગોડાઉન તેમજ ફ્રૂટની લારીઓ પર ઝીણવટભર્યું ચેકિંગ કરાયું હતું. જ્યાં ગંદકી, ગેરકાયદે દબાણ અને લાયસન્સના નિયમોનો ભંગ જોવા મળ્યો હતો.
  • ભારે દંડની વસૂલાત: નિયમોનું ઉલ્લંઘન કરનારા 19 વેપારીઓ સામે દંડાત્મક પગલાં ભરીને સ્થળ પર જ રૂપિયા 48,500નો દંડ ફટકારી વસૂલ કરવામાં આવ્યો હતો.
  • આરોગ્ય સાથે ચેડાં અટકાવાયા: ચેકિંગ દરમિયાન સ્ટોકમાંથી આશરે 70 કિલો જેટલા સડી ગયેલા અને ખાવા અયોગ્ય ફળો મળી આવ્યા હતા, જેનો ફૂડ વિભાગે લોકોના સ્વાસ્થ્ય હિતમાં તાત્કાલિક નાશ કર્યો હતો.

Vadodara Food Safety Crackdown: આગામી દિવસોમાં પણ ચેકિંગ ચાલુ રહેશે

કોર્પોરેશનના સૂત્રોના જણાવ્યા અનુસાર, ઉનાળાની ઋતુમાં સડેલા કે કેમિકલયુક્ત ફળોના કારણે રોગચાળો ન ફેલાય તે માટે આ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આગામી દિવસોમાં શહેરના અન્ય વિસ્તારોમાં પણ આ પ્રકારે ઓચિંતું ચેકિંગ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

 ઓળખ બચાવવાની લડાઈ, દિલ્હીના લાલ કિલ્લા પર આદિવાસીઓની ભવ્ય ‘મહારેલી’, ગુજરાતમાંથી 6,000 લોકો રવાના

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે